ગુજરાતના પૂર્વ વન મંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Former Gujarat Minister Mohansinh Rathwa Passes Away: ગુજરાતના રાજકીય ક્ષેત્રે અને ખાસ કરીને આદિવાસી સમાજના અગ્રણી નેતા અને પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવતા આ દિગ્ગજ નેતાના અવસાનથી છોટા ઉદેપુર સહિત સમગ્ર રાજ્યના રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
10 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ
મોહનસિંહ રાઠવા ગુજરાતના સૌથી સીનિયર અને લોકપ્રિય આદિવાસી નેતાઓમાંથી એક હતા. તેમની રાજકીય સફર અદભુત રહી છે. તે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન છોટા ઉદેપુર અને પાવી જેતપુર બેઠક પરથી અલગ-અલગ ટર્મમાં કુલ 10 વખત ધારાસભ્ય (MLA) તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાત સરકારમાં પૂર્વ વનમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે યોગદાન આપ્યું હતું.
પાવી જેતપુર અને છોટા ઉદેપુર બેઠક પર રહ્યો દબદબો
મોહનસિંહ રાઠવાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ અલગ-અલગ વિસ્તારોમાંથી વારંવાર જંગી બહુમતીથી વિજેતા બનતા રહ્યા હતા. તેઓ પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી 8 વખત ચૂંટણી જીત્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોહનસિંહ રાઠવાએ મોટો રાજકીય નિર્ણય લીધો હતો. તે કોંગ્રેસનો સાથ છોડીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. આ પક્ષ પલટા બાદ ભાજપ દ્વારા તેમના પરિવાર પર ભરોસો મૂકીને તેમના નાના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.
નાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાએ પિતાના પગલે ચાલીને તેઓ ચૂંટણી લડ્યા અને હાલમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય (MLA) તરીકે કાર્યરત છે. જ્યારે મોટા પુત્ર મોહનસિંહ રાઠવાના મોટા પુત્ર પણ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
આદિવાસી સમાજના મજબૂત અવાજ
મોહનસિંહ રાઠવાની ઓળખ માત્ર એક રાજકારણી તરીકેની નહીં, પરંતુ આદિવાસી સમાજના હક્કો માટે લડતા એક મજબૂત અગ્રણી તરીકેની હતી. જમીન સાથે જોડાયેલા આ નેતા લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સક્રિય રાજકારણથી થોડા દૂર હતા અને બીમારી સામે લડી રહ્યા હતા, જે બાદ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.









