Chhota Udaipur

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટા ઉદેપુર અને અમરેલીના લાઠીમાં AAPની વિરોધ રેલી, સરકાર સામે સૂત્રોચ્ચારો

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતા ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. આ ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ છોટા ઉદેપુર અને અમરેલીના લાઠી ખાતે દેખાવો કર્યા. કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા અને કોર્ટના ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો. AAPએ ભાજપ સરકાર પર રાજકીય કિન્નાખોરીનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટા ઉદેપુર અને અમરેલીના લાઠીમાં AAPની વિરોધ રેલી, સરકાર સામે સૂત્રોચ્ચારો

Gujarat AAP Protest: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં દેખાવો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે છોટા ઉદેપુર અને અમરેલીના લાઠી ખાતે આપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

છોટા ઉદેપુરમાં વિરોધ માર્ચ યોજી

છોટાઉદેપુર ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના પેટ્રોલ પંપ ચોકડીથી શરૂ થઈ ગાંધીજીની પ્રતિમા અને ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા નગરપાલિકા સુધી પહોંચી હતી. રેલીમાં જોડાયેલા સેંકડો કાર્યકરો અને આદિવાસી સમર્થકોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને કોર્ટના ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

નસવાડીમાં આપની રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રચારો કર્યાં હતા

નસવાડી ખાતે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. નસવાડી સંખેડા વિધાનસભાના પ્રભારી નાનું ભીલે આક્ષેપ કરતા જણાવ્યું કે, 'ચૈતર વસવા પર ખોટી ફરિયાદો કરી અને સજા કરવાઓ જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેનો જવાબ વિધાનસભાની ચૂંટણીમાં આપશે.' આક્રોશ સાથે રેલીમાં આવેલ કાર્યકરો ભાજપ સામે બળાકો કાઢ્યો હતો સાથે દિવસે દિવસે ભાજપ સામે આમ આદમી પાર્ટી મોરચો માંડી રહી છે, ત્યારે આગામી દિવસોમાં ભાજપ સામે વિરોધ વધતો ઊઠી રહ્યો છે.

તાનાશાહી બંધ કરો"ના નારા સાથે અમરેલીમાં બજારમાં રેલી

બીજી તરફ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય બજારમાં વિરોધ રેલી કાઢવામાં આવી હતી. લાઠી અને બાબરા સહિતના વિસ્તારના 'AAP'ના આગેવાનો અને કાર્યકરો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

આપના આગેવાનોના ગંભીર આક્ષેપો કે, ભાજપ સરકારે રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટા કેસો કરીને તેમને ફસાવ્યા છે. આ દરમિયાન કાર્યકરોએ 'બંધ કરો બંધ કરો, તાનાશાહી બંધ કરો'ના ગગનભેદી નારા લગાવીને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોનું કહેવું છે કે, ચૈતર વસાવા આદિવાસીઓનો મોટો અવાજ છે અને તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે આગામી દિવસોમાં કાનૂની લડતની સાથે-સાથે સમગ્ર રાજ્યમાં જનઆંદોલન અને વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો પણ યોજવામાં આવી શકે છે.