Business

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોન પેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ…

By GS TEAM
21 Jul 20253 mins read
TukuTouch Logo
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI)નો ઉપયોગ કરવો એકદમ સરળ અને મફતમાં કરી શકાય છે. UPI આવતાંની સાથે જ મોટાભાગની વ્યક્તિ આજે ખિસ્સામાં પૈસા નથી રાખતો અને તરત જ સ્કેન કરીને ખરીદી કે વેચાણ કરી શકે છે. આ માટે કોઈ રકમ પણ ચૂકવવી નથી પડતી. આમ છતાં ગૂગલ પે અને ફોનપે બન્નેએ મળીને ગયા વર્ષે ₹5065 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ કર્યા વગર આટલી મોટી રકમની કમાણી કરવી કેવી રીતે શક્ય છે? જોકે આ પાછળ તેમનું અનોખું બિઝનેસ મોડલ જવાબદાર છે. આ બિઝનેસ મોડલના પાયા વિશ્વાસ, ખૂબ જ મોટો બિઝનેસ અને ઇનોવેશન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોન પેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ…

How Google Pay And PhonePe Works: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(UPI)નો ઉપયોગ કરવો એકદમ સરળ અને મફતમાં કરી શકાય છે. UPI આવતાંની સાથે જ મોટાભાગની વ્યક્તિ આજે ખિસ્સામાં પૈસા નથી રાખતો અને તરત જ સ્કેન કરીને ખરીદી કે વેચાણ કરી શકે છે. આ માટે કોઈ રકમ પણ ચૂકવવી નથી પડતી. આમ છતાં ગૂગલ પે અને ફોનપે બન્નેએ મળીને ગયા વર્ષે ₹5065 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ કર્યા વગર આટલી મોટી રકમની કમાણી કરવી કેવી રીતે શક્ય છે? જોકે આ પાછળ તેમનું અનોખું બિઝનેસ મોડલ જવાબદાર છે. આ બિઝનેસ મોડલના પાયા વિશ્વાસ, ખૂબ જ મોટો બિઝનેસ અને ઇનોવેશન છે.

કિરાણા સ્ટોર્સમાં જોવા મળતાં અવાજ ધરાવતા સ્પીકર્સ

આઇસ વીસીના ફાઉન્ડિંગ પાર્ટનર મૃનાલ ઝવેરીએ લિંકડઇન પર એક પોસ્ટ કરીને આ કંપનીઓ કેવી રીતે રેવેન્યુ જનરેટ કરે છે એ વિશે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર ગૂગલ પે અને ફોનપે કંપનીઓનું મોટાભાગનું રેવેન્યુ આપણી આસપાસની નાની-નાની દુકાનો જેવી કે કિરાણા સ્ટોર્સમાંથી આવે છે. ફોનપે જેવી કંપનીઓ તેમના અવાજ ધરાવતા સ્પીકર્સની સર્વિસ દ્વારા નફો મેળવે છે. કોઈ પણ યુઝર દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે ત્યારે આ સ્પીકર્સમાંથી અવાજ આવે છે કે આટલા રૂપિયા ફોનપે દ્વારા મળ્યા. આ દરેક સ્પીકર્સ માટે મહિનાનું ₹100 ભાડું છે. 30 લાખથી વધુ દુકાનમાં આ સ્પીકર્સનો ઉપયોગ થાય છે જેમાં સ્કેનર્સ હોય છે. આ માટે ફોનપે એક મહિનાના ₹30 કરોડની કમાણી કરે છે અને વર્ષે એ કિંમત ₹360 કરોડ છે. આની મદદથી તેઓ ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકે છે. તેમ જ દુકાનદાર પણ તેમના ટ્રાન્ઝેક્શનની વિગત ચોક્કસ સાંભળી અને ચકાસી શકે છે.

સ્ક્રેચ કાર્ડ: જે ખરેખર એડ્સ માટેનું ટૂલ

આ કંપનીઓ સ્ક્રેચ કાર્ડમાંથી પણ ખૂબ જ મોટી રેવેન્યુ જનરેટ કરે છે. યુઝર્સ માટે આ સ્ક્રેચ કાર્ડ પૈસા કમાવવા માટેની એક તક હોય છે. તેમાં ₹1થી લઈને ₹1000 સુધીના ઇનામ પણ લાગી શકે છે. આ સાથે ઘણી કંપનીઓની ડિસ્કાઉન્ટ કૂપન પણ હોય છે. ખરેખર આ કૂપન ગ્રાહક માટે નથી હોતી. આ એડ્સનો એક નવો પ્રકાર છે. આ માટે ગૂગલ અને ફોનપે યુઝર્સને ₹1 અથવા ₹3 સ્ક્રેચ કાર્ડ દ્વારા આપે છે, જયારે બીજા સ્ક્રેચ કાર્ડ માટે તેઓ જે-તે કંપની પાસેથી ખૂબ જ મોટી રકમ વસૂલ કરે છે.

આ પણ વાંચો: રીલ્સ જોવા માટે હવે નહીં ચલાવવી પડે આંગળીઓ: ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું ઓટો-સ્ક્રોલ ફીચર

બ્રાન્ડ્સ આ માટે ગૂગલ પે અને ફોનપેને ખૂબ મોટી રકમ ચૂકવે છે અને કંપનીઓ એનાથી કમાણી કરે છે. સ્ક્રેચ કાર્ડમાં જે-તે બ્રેન્ડનું નામ આવતાં લાખો યુઝર્સના મોઢા પર એના નામ ચઢે છે. તેમ જ ઓફરને જોઈને ઘણી વાર યુઝર્સ ખરીદી પણ કરે છે. ઉદાહરણ તરીકે, ગૂગલ પે દ્વારા મોટાભાગે ડોમિનોઝનો લાર્જ પિત્ઝા ₹500માં હોય છે. આ ઓફર ફક્ત નવા યુઝર્સ માટે હોય છે. આથી ગૂગલને એડ્સ માટે પૈસા મળે છે અને ડોમિનોઝને નવા યુઝર્સ, બન્ને પક્ષને ફાયદો થાય છે.

સોફ્ટવેર અને લેન્ડિંગ સર્વિસ

આ કંપનીઓ UPIની સર્વિસની સાથે Software-as-a-Service લેયર પણ આપે છે. આ એક ટૂલ છે જેમાં નાના દુકાનદારને GST માટે મદદ મળે છે. તેમ જ ઇનવોઇસ જનરેટ કરી શકે છે અને નાની લોન પણ આપવામાં આવે છે. UPI એ એક ગેટવે સિસ્ટમ છે, પરંતુ ખરો બિઝનેસ સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ સર્વિસમાં છુપાયેલો છે. આ મોડલની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે આ માટે ગ્રાહકને એક પણ રૂપિયો ચાર્જ કરવામાં નથી આવતો.