Business

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો

By GS Team
21 Apr 20262 mins read
TukuTouch Logo
તમાકુ ખાનારાને લઈને કરવામાં આવેલા એક રિસર્ચે બધાને ચોંકાવી નાખ્યા છે. એક સ્ટડી અનુસાર, જો લોકો તમાકુ પર ખર્ચ કરવાનુ બંધ કરી દે અને તેનાથી થતી બચતને જરૂરી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે તો, ભારતમાં આશરે 2.04 કરોડથી વધુ પરિવાર પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. આમ કુલ ઘરોના લગભગ 10.6 ટકા ભાગ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો

Tobacco Poverty Trap: તમાકુ ખાનારાને લઈને કરવામાં આવેલા એક રિસર્ચે બધાને ચોંકાવી નાખ્યા છે. એક સ્ટડી અનુસાર, જો લોકો તમાકુ પર ખર્ચ કરવાનુ બંધ કરી દે અને તેનાથી થતી બચતને જરૂરી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે તો, ભારતમાં આશરે 2.04 કરોડથી વધુ પરિવાર પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. આમ કુલ ઘરોના લગભગ 10.6 ટકા ભાગ થયા છે. 

તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો

BMJ Global Healthમાં છપાયેલી સ્ટડી, નોઈડા સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ(ICMR-NICPR) અને મુંબઈના ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઑફ સોશિયલ સાઈન્સેઝ(TISS)ના શોધકર્તાએ તૈયાર કરી છે. આ પહેલી વાર છે જ્યારે દેશભરમાં મોટાપાયે તમાકુના ઉપયોગ અને તેની સાથે સંકળાયેલી આર્થિક અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્ટડીમાં ખુલાસો થયો છે કે, સૌથી ગરીબ પરિવારો તેમની કુલ માસિક આવકના આશરે 6.4 ટકા તમાકુ પર ખર્ચ કરે છે. તેમની ઓછી કમાણી હોવા છતાં આવા ખર્ચ તેમના દૈનિક ખર્ચ પર અસર કરે છે. તમાકુ સહિતના વ્યસનના કારણે તેમના ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. 

આ પણ વાંચો: ઉનાળામાં કૂલરમાંથી આવતી ગંદી વાસથી છો પરેશાન? અપનાવો આ સરળ ટિપ્સ અને મેળવો તાજી ઠંડી હવા

તમાકુના વ્યસનથી સ્વાસ્થ્યની સાથે આર્થિક સ્થિતિને પણ અસર

રિસર્ચ સ્ટડી મુજબ, તમાકુ માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ વ્યક્તિના આર્થિક સ્થિતિ પર પણ ભારે અસર કરે છે. આંકડાઓની દ્રષ્ટિએ, આશરે 2 કરોડ પરિવારો ફક્ત તમાકુ છોડીને તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. આ એક આશ્ચર્યજનક આંકડો છે.

જેમાં ખાસ કરીને ગામમાં રહેનારા પરિવારો પોતાની આવકમાંથી લગભગ 7 ટકા તમાકુ પર ખર્ચ કરે છે. તેમના માટે આ પ્રકારનો બદલાવ ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. તમાકુની આદત તેઓને ગરીબીમાં ધકેલી દે છે. 

ભારતમાં તમાકુનો ઉપયોગ

ભારતમાં મોટી સંખ્યામાં લોકો તમાકુનું સેવન કરે છે. દેશભરમાં આશરે 2.67 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે, જે પુખ્ત વસ્તીના લગભગ એક ચતુર્થાંશ છે. આ જ કારણ છે કે તમાકુને દેશમાં મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જેનાથી દર વર્ષે 10 લાખથી વધુ લોકોના મૃત્યુ નીપજે છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો

સ્વાસ્થ્ય પર ગંભીર અસર

તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બને છે. તેનાથી મોં, ગળા અને ફેફસાના કેન્સર તેમજ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધુ રહે છે. લાંબા સમય સુધી તમાકુનો ઉપયોગ ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.