શેરબજારમાં દિવાળી પછી પણ તેજી યથાવત્, સેન્સેક્સમાં 639 પોઈન્ટ તો નિફ્ટીમાં 166 પોઇન્ટનો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Stock Market Updates | દિવાળીની રજાઓ બાદથી આજે ભારતીય શેરબજારમાં સવારથી જ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે મુખ્ય સૂચકાંકોમાં શાનદાર વધારો નોંધાયો છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ કરતા નજરે પડ્યા હતા, જેને લઈને રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સમાં તેજી યથાવત્
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ગત બંધ 81,592.45 ના સ્તર સામે આજે 81,810.98 ના નવા ઓપન ભાવ પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે આજનો હાઇ 82,231.78 અને નીચલો સ્તર 81,776.90 નોંધાવ્યો હતો. હાલ સેન્સેક્સ મજબૂત બઢત સાથે આગળ વધી રહ્યો છે. સેન્સેક્સમાં આજે કુલ 639 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
નિફ્ટી 50માં પણ મોટો ઉછાળો
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 ગત બંધ 25,144.30 ના સ્તર સામે આજે 25,206.15 ના ઓપન ભાવ સાથે ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ આજનો હાઇ 25,310.70 અને નીચલો સ્તર 25,195.35 સુધી સ્પર્શ કર્યો હતો. નિફ્ટીમાં આજે કુલ 166 પોઈન્ટની તેજી નોંધાઈ હતી. બજારના અહેવાલો મુજબ વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીના સહારે સૂચકાંકોમાં આ સારો ઉછાળો જોવા મળ્યો છે.




