Business

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થશે? દેશની બે સરકારી ઓઈલ કંપનીને અબજોનું નુકસાન, ઈરાન યુદ્ધની અસર

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાન સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતાં ભારતીય ઓઈલ કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં HPCLને 12,265 કરોડ અને BPCLને 3,962 કરોડનું નુકસાન થયું છે. મોંઘા ક્રૂડ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખતા કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થશે? દેશની બે સરકારી ઓઈલ કંપનીને અબજોનું નુકસાન, ઈરાન યુદ્ધની અસર

Iran War Impact On Indian Oil Companies : પશ્ચિમ એશિયા અને ઈરાન સંકટના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી ગયા છે. આ મોંઘવારીની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓ પર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલથી જૂન) દેશની બે મોટા ગજાની સરકારી તેલ કંપનીઓ HPCL અને BPCL ને હજારો કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

તેલ કંપનીઓ કેમ ખોટમાં ગઈ?

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત 50% કરતા પણ વધુ વધી ગઈ હતી. મોંઘા ભાવે ક્રડૂ ઓઈલ ખરીદવા છતાં ઓઈલ કંપનીઓએ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPG ના ભાવ લાંબા સમય સુધી વધાર્યા નહોતા. પડતર કિંમત કરતા ઓછા ભાવે બળતણ વેચવાના કારણે કંપનીઓને ભારે નાણાકીય ફટકો પડ્યો છે.

HPCLને 12,265 કરોડ રૂપિયાની ખોટ

હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ને એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં 12,265 કરોડ રૂપિયાનું ચોખ્ખો નુકસાન થયું છે. ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીને 4,111 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ વર્ષે કંપનીની કુલ આવક વધીને 1.45 લાખ કરોડ રૂપિયા થઈ છે, પણ મોંઘા ક્રૂડના કારણે બધો નફો ધોવાઈ ગયો છે.

15 ક્વાર્ટર પછી BPCLને પણ કરોડોનું નુકસાન

ભારત પેટ્રોલિયમ (BPCL)ને પણ પ્રથમ ક્વાર્ટરમાં 3,962 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. છેલ્લા 15 ત્રિમાસિક ગાળા પછી કંપનીએ પહેલીવાર નુકસાન નોંધાવ્યું છે. ગત વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીએ 6,124 કરોડ રૂપિયાનો સારો નફો કમાયો હતો. આ વખતે કંપનીનું વેચાણ વધીને 1.59 લાખ કરોડ રૂપિયા પહોંચવા છતાં કંપની લાલ નિશાનમાં આવી ગઈ છે.

ભાવ વધારવામાં મોડું થતાં વધી ગઈ મુશ્કેલી

નુકસાનનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓએ લગભગ 2.5 મહિના સુધી ભાવ સ્થિર રાખ્યા હતા. ત્યારબાદ મે મહિનાના બીજા અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધુ અને રાંધણ ગેસમાં પણ વધારો કરાયો હતો. પરંતુ ત્યાં સુધીમાં કંપનીઓને અબજો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું.