Business

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો?

By GS TEAM
16 Jul 20252 mins read
TukuTouch Logo
વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ગઈકાલે ભારતમાં પ્રવેશ કર્યો છે. મુંબઈમાં ટેસ્લાનો પ્રથમ શોરૂમ ખુલ્લો મૂકાયો છે. કંપનીએ પ્રચલિત ઈવી કાર મોડલ Yની સાથે ભારતમાં એન્ટ્રી કરી છે. આ લકઝરી ઈ કારની કિંમત જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે. અમેરિકામાં 27થી 33 લાખમાં મળતી કારની કિંમત ભારતમાં 60 લાખ છે. કિંમતમાં તોતિંગ વધારા પાછળનું કારણ ભારતનો ભારે-ભરખમ ટેક્સ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેસ્લાની 27 લાખની કાર પર 33 લાખ ટેક્સ? મસ્ક માટે ભારતમાં વેપાર ફાયદાનો કે નુકસાનનો સોદો?

Tesla Y Model Price In India: વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ગઈકાલે ભારતમાં પ્રવેશ કર્યો છે. મુંબઈમાં ટેસ્લાનો પ્રથમ શોરૂમ ખુલ્લો મૂકાયો છે. કંપનીએ પ્રચલિત ઈવી કાર મોડલ Yની સાથે ભારતમાં એન્ટ્રી કરી છે. આ લકઝરી ઈ કારની કિંમત જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે. અમેરિકામાં 27થી 33 લાખમાં મળતી કારની કિંમત ભારતમાં 60 લાખ છે. કિંમતમાં તોતિંગ વધારા પાછળનું કારણ ભારતનો ભારે-ભરખમ ટેક્સ છે.

ભારતમાં ટેસ્લા ડબલ કિંમતમાં વેચાશે

ટેસ્લાએ પોતાના Y મોડલના બે વેરિયન્ટ રજૂ કર્યા છે. ટેસ્લાની ભારતીય વેબસાઇટ અનુસાર, Yની રેર વ્હિલ ડ્રાઇવ મોડલની કિંમત રૂ. 59.89 લાખ અને લોંગ રેન્જ રેર વ્હિલ ડ્રાઇવ મોડલની કિંમત રૂ. 67.89 લાખ છે. આ જ કાર અમેરિકામાં ટેક્સ સાથે અંદાજે રૂ. 33 લાખમાં મળે છે. જ્યારે ભારતમાં તેનો લગભગ ડબલ ભાવ છે. આ બમણી કિંમત પાછળનું કારણ છે ભારતની મસ મોટી ઈમ્પોર્ટ ડ્યુટી અને લકઝરી ટેક્સ.

ભારત વસૂલે છે આટલો ટેક્સ

ટેસ્લાએ ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું નથી. તેથી તે આયાતના માધ્યમથી ભારતમાં કાર વેચશે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર પર 70 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગુ થાય છે. તેમજ તેના પર 30 ટકા લકઝરી ટેક્સ પણ ચૂકવવો પડે છે. જેના કારણે કારની કિંમતનો અડધો હિસ્સો ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જઈ રહ્યો છે. પરિણામે અમેરિકામાં 33 લાખમાં મળતી કાર ભારતમાં 60થી 70 લાખમાં વેચાશે. 

આ પણ વાંચોઃ 'ઉદયપુર ફાઈલ્સ' ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું



ટેસ્લા ભારત માટે બની 'ટેક્સ-લા'

ગઈકાલે ભારતમાં ટેસ્લાના ભાવ સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ ટેસ્લાની કિંમત અને ટેક્સ નીતિને ટ્રોલ કરી રહ્યા છે. અનેક યુઝર્સ ટેસ્લાનું નવું નામકરણ પણ કર્યું છે. તેમણે ટેસ્લા ભારત માટે 'ટેક્સ-લા' બની છે. ભારતમાં ટેસ્લા મોડલ Y ખરીદવાનો અર્થ છે, કંપનીને રૂ. 27 લાખ આપવા અને સરકારને ટેક્સ રૂપે રૂ. 33 લાખ. આ ટેક્સની લૂંટ નહીં તો બીજું શું છે? અન્ય એક યુઝરે ટીખળ કરતાં કહ્યું કે, ટેસ્લાની કાર કરતાં વધુ પૈસા તો ટેક્સમાં જઈ રહ્યા છે, આ ટેસ્લા નહીં, તેને ટેક્સ-લા કહેવું જોઈએ.

ભારતમાં ટેસ્લાનો માર્ગ સરળ નહીં

ઈલોન મસ્કની ટેસ્લાએ ભારતમાં મોટા સપનાઓ જોયા છે. પરંતુ ભારે કિંમત અને ટેક્સના કારણે અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતો અનુસાર, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવે તો કારની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ઇમ્પોર્ટ ડ્યુટીનો બોજો ઘટી શકે છે. હાલ તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી, લકઝરી ટેક્સ ઉપરાંત રોડ ટેક્સ, ઇન્સ્યોરન્સ, જીએસટી પણ લાગુ થશે. જેથી ભાવ આસમાને પહોંચ્યો હોવાથી સામાન્ય નાગરિકની પહોંચ બહારની કાર છે.