Business

ટાટા ગુ્રપ શેરોના ભાવો ચાર ટકા સુધી તૂટયા : TCSમાં સૌથી વધુ ઘટાડો

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ટાટા સન્સના ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરને અચાનક રાજીનામું આપતાં ટાટા ગ્રુપના શેરોમાં 4% સુધીનો ઘટાડો નોંધાયો. TCSનો શેર સૌથી વધુ પ્રભાવિત થયો, જે 3.71% ઘટ્યો. જોકે, ટાટા કેમિકલ્સ, ટાટા મોટર્સ, અને વોલ્ટાસના શેર પોઝિટિવ બંધ રહ્યા. આ ઘટનાથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાટા ગુ્રપ શેરોના ભાવો ચાર ટકા સુધી તૂટયા : TCSમાં સૌથી વધુ ઘટાડો

એન. ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી આપેલું રાજીનામું
ટાટા કેમિકલ્સ, ટાટા મોટર્સ, વોલ્ટાસ ત્રણ શેરો પોઝિટીવ બંધ
મુંબઈ : ટાટા સન્સના ચેરમેન પદેથી આજે એકાએક એન. ચંદ્રશેખરને રાજીનામું આપી દેતાં ટાટા ગુ્રપ કંપનીઓના શેરોના ભાવોમાં ચાર ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. ટાટા ગુ્રપ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ લિમિટેડ (ટીસીએસ)ની સફળતામાં મોટું યોગદાન આપનાર ચંદ્રશેખરનની વિદાયને લઈ સૌથી વધુ ટીસીએસનો શેર પ્રભાવિત થયો હતો. ટાટા સન્સની ૧૮,ઓગસ્ટના યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) પૂર્વે જ આ રાજીનામું આવી પડતાં બજારમાં ટાટા ગુ્રપ શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગતો જોવાયો હતો.
ટીસીએસમાં ૭૧.૭૪ ટકા એટલે કે ૨,૫૯,૫૪,૯૯,૪૧૯ શેરોનું પ્રમોટર હોલ્ડિંગ ધરાવતા ટાટા સન્સ પ્રમોટેડ કંપનીનો શેર આજે નીચામાં રૂ.૨૩૦૧.૧૦ સુધી પટકાઈ અંતે રૂ.૯૦.૫૦ એટલે કે ૩.૭૧ ટકા ઘટીને રૂ.૨૩૪૯.૭૦ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડનો શેર નીચામાં રૂ.૩૩૪.૬૫ સુધી આવી અંતે રૂ.૬.૭૦ એટલે કે ૧.૯૨ ટકા ઘટીને રૂ.૩૪૨.૩૦ બંધ રહ્યો હતો. ટાઈટન કંપનીનો શેર નીચામાં રૂ.૪૯૯૨.૫૦ સુધી આવી અંતે રૂ.૯ ઘટીને રૂ.૫૧૦૬ રહ્યો હતો. ટાટા પાવર કંપની રૂ.૨ ઘટીને રૂ.૩૭૮, ટાટા એલેક્સી રૂ.૮૫.૦૫ એટલે કે ૨.૨૩ ટકા ઘટીને રૂ.૩૭૨૪.૯૫ રહ્યા હતા. ટાટા સ્ટીલ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૮૫.૪૫, ટાટા કોમ્યુનિકેશન્સ નીચામાં રૂ.૧૭૧૦ સુધી આવી અંતે રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૧૭૩૫.૫૦, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ રૂ.૨૬.૫૦ ઘટીને રૂ.૧૦૬૧.૪૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન રૂ.૮.૫૦ ઘટીને રૂ.૬૮૧.૫૦, ટાટા ટેલીસર્વિસિઝ (મહારાષ્ટ્ર) ૬૪ પૈસા ઘટીને રૂ.૩૮.૧૭, ટાટા ટેકનોલોજીસ રૂ.૨૪.૩૫ એટલે કે ૨.૮૧ ટકા ઘટીને રૂ.૮૪૦.૭૫, ટાટા કેપિટલ રૂ.૩૬૬.૮૫, નેલ્કો રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૯૭૩.૭૫, ટીઆરએફ રૂ.૫ ઘટીને રૂ.૨૩૧.૧૦ રહ્યા હતા.ટાટા કેમિકલ્સ રૂ.૪.૬૦ વધીને રૂ.૬૭૩.૦૫, ટાટા મોટર્સ લિમિટેડ નીચામાં રૂ.૪૪૮.૨૦ સુધી આવી અંતે રૂ.૭.૧૫ વધીને રૂ.૪૫૬.૮૫, વોલ્ટાસ રૂ.૨.૨૫ વધીને રૂ.૧૨૮૫.૫૦ રહ્યો હતો.