Business

પૂરવઠા ખેંચ તથા ભાવ વધારાને પરિણામે એલપીજી ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભારતમાં LPG ગ્રાહકોની સંખ્યામાં 62 લાખનો મોટો ઘટાડો નોંધાયો છે. એક દાયકાથી વધુ સમયમાં પ્રથમ વખત આવો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન LPG ગ્રાહકો 33.39 કરોડથી ઘટીને 32.77 કરોડ થયા છે. પુરવઠામાં વિક્ષેપ અને ભાવવધારાને કારણે ઓઇલ કંપનીઓને નવા જોડાણો બંધ કરવા પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂરવઠા ખેંચ તથા ભાવ વધારાને પરિણામે એલપીજી ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો

દાયકા કરતા વધુ સમય બાદ પહેલી વખત જોવા મળેલો ઘટાડો
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને પરિણામે દેશમાં એલપીજીનો પૂરવઠો ખોરવાઈ જવા ઉપરાંત તેના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતા એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં એલપીજી ગ્રાહકોની સંખ્યામાં ૬૨ લાખનો ઘટાડો થયો છે.
છેલ્લા એક દાયકા કરતા વધુ સમયમાં એલપીજી ગ્રાહકોમાં પહેલી જ વખત ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરના પ્રારંભમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા ૩૨.૭૭ કરોડ રહી હતી. જે એપ્રિલ પહેલા ૩૩.૩૯ કરોડ હતી.
યુદ્ધને કારણે પૂરવઠામાં ખલેલ પડવા ઉપરાંત તેલ કંપનીઓએ નવા જોડાણો આપવાનું બંધ કરવાની ફરજ પડી હતી એટલુ જ નહીં ભાવમાં પણ વધારો કરવાનું દબાણ આવ્યું હતું. યુદ્ધ પહેલા ભારતની એલપીજી આયાતમાં ૯૦ ટકા હિસ્સો અખાતી વિસ્તારનો રહ્યો હતો. ઈરાન યુદ્ધને કારણે આ વિસ્તારમાંથી એલપીજીના પૂરવઠા પર અસર પડી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા અનેક વર્ષોથી એલપીજી ગ્રાહકોની સંખ્યામાં સતત ઉમેરો થતો જોવા મળ્યો છે, જેમાં હવે પીછેહઠ થઈ છે. નાણાં વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રારંભમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા ૧૪.૮૬ કરોડ હતી તે વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં બમણાથી પણ વધુ રહીને ૩૩.૩૯ કરોડ જોવા મળી હતી.