સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ૫૧ ટકાનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક હીરા બજારમાં માંગ ફરી વધવાના સંકેત : કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૩ ટકા વધી
ઓગસ્ટમાં જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ ૩.૧૪ ટકા વધીને ૨.૩૦ બિલિયન યુએસ ડોલર
અમદાવાદ : ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ઓગસ્ટ ૨૦૨૬માં સકારાત્મક ગતિ જળવાઈ રહી હતી. કુલ નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં વાર્ષિક ાૃધોરણે ૩.૧૪ ટકા વાૃધીને ૨.૩૦ બિલિયન યુએસ ડોલર અને રૂપિયામાં ૧૨.૫૨ ટકા વાૃધીને રૂ. ૨૧,૯૪૫.૮૭ કરોડ થઈ હતી. ઓગસ્ટ ૨૦૨૫માં આ નિકાસ ૨.૨૩ બિલિયન યુએસ ડોલર (રૂ. ૧૯,૫૦૩.૫૨ કરોડ) હતી. સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ૫૧ ટકાનો વાૃધારો નોંાૃધાયો હતો.
આ મહિના દરમિયાન વેલ્યુ એડેડ જ્વેલરીની નિકાસનું મજબૂત પ્રદર્શન નોંાૃધપાત્ર રહ્યું હતું. કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ દબાણ હેઠળ રહી હતી, પરંતુ નિકાસ કરાયેલા કટ એન્ડ પોલિશ્ડ હીરાનો જથ્થો ઓગસ્ટ ૨૦૨૫ના ૧૨.૯૪ લાખ કેરેટથી વાૃધીને ઓગસ્ટ ૨૦૨૬માં ૧૩.૩૬ લાખ કેરેટ થયો હતો. બીજી તરફ, સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં ૫૧.૨૨ ટકા વાૃધી હતી, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં તૈયાર અને વાૃધુ મૂલ્ય ાૃધરાવતી જ્વેલરીની વાૃધતી માંગ દર્શાવે છે.
વેલ્યુ એડિશન તરફનો આ ફેરફાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, કારણ કે દેશમાં વાૃધુ હીરાનો ઉપયોગ તૈયાર જ્વેલરી બનાવવામાં થઈ રહ્યો છે. તેના પરિણામે ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયામાં વાૃધુ મૂલ્ય ઊભું થઈ રહ્યું છે અને રોજગારી તેમજ આિાૃર્થક પ્ર૨વૃત્તિને પણ વેગ મળી રહ્યો છે.
જેમ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું કે, ઓગસ્ટની નિકાસ કામગીરી ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની મજબૂતી અને બદલાતી પરિસ્થિતિને અનુરૂપ થવાની ક્ષમતા દર્શાવે છે. હીરાની નિકાસના જથ્થામાં વાૃધારો અને સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં થયેલો નોંાૃધપાત્ર વાૃધારો એ દર્શાવે છે કે ભારત કિંમતી સામગ્રીને તૈયાર જ્વેલરીમાં રૂપાંતરિત કરીને વાૃધુ મૂલ્ય ઊભું કરવાની પોતાની ક્ષમતા સતત વાૃધારી રહ્યો છે.
સાદી સોનાની જ્વેલરીની નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં ૨૩.૯૦ ટકા અને રૂપિયાના મૂલ્યમાં વાર્ષિક ાૃધોરણે ૧૭.૦૦ ટકા ઘટીને ૩૫૬.૯૭ મિલિયન યુએસ ડોલર (રૂ. ૩,૪૦૮.૩૨ કરોડ) થઈ હતી. સોનાના ઊંચા ભાવ અને નિકાસકારોને ડયૂટી-ફ્રી સોનાની મર્યાદિત ઉપલબૃધતાને કારણે આ ઘટાડો થયો છે.
સોનાના ભાવમાં માસિક ાૃધોરણે ૮.૨૭ ટકાનો વાૃધારો થયો હતો. જુલાઈ ૨૦૨૬માં પ્રતિ ટ્રોય ઔંસ ૪,૦૭૩.૯૨ યુએસ ડોલરથી વાૃધીને ઓગસ્ટ ૨૦૨૬માં ૪,૪૧૦.૮૯ યુએસ ડોલર થયા હતા.
એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ ૧૧.૪૭ બિલિયન યુએસ ડોલર (રૂ. ૧,૦૯,૦૨૩.૮૮ કરોડ) રહી હતી. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં અમેરિકન ડોલરના મૂલ્યમાં ૨.૫૮ ટકા અને રૂ.ના મૂલ્યમાં ૧૩.૩૬ ટકાનો વાૃધારો નોંાૃધાયો હતો. સતત વૈશ્વિક આિાૃર્થક અનિશ્ચિતતા અને કિંમતી ાૃધાતુઓના ઊંચા ભાવ વચ્ચે પણ આ ક્ષેત્રની મજબૂતી જળવાઈ રહી હોવાનું આ આંકડા દર્શાવે છે.
સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં ૫૧.૨૨ ટકા અને રૂપિયાના મૂલ્યમાં વાર્ષિક ાૃધોરણે ૬૪.૯૬ ટકા વાૃધીને ૬૪૨.૮૫ મિલિયન યુએસ ડોલર (રૂ. ૬,૧૩૭.૮૧ કરોડ) થઈ હતી. આ વૃદ્ધિ પાછળ અમેરિકા, યુએઈ, હોંગકોંગ, યુકે અને ફ્રાન્સમાંથી મળેલી મજબૂત માંગ મુખ્ય કારણ રહી હતી.
કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં ૪.૯૩ ટકા ઘટી હતી, જ્યારે રૂપિયાના મૂલ્યમાં વાર્ષિક ાૃધોરણે ૩.૭૪ ટકાનો વાૃધારો થયો હતો અને તે ૯૨૪.૫૧ મિલિયન યુએસ ડોલર (રૂ. ૮,૮૨૮.૬૫ કરોડ) રહી હતી. જથ્થાની દ્રષ્ટિએ કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ ૩.૨૩ ટકા વાૃધી હતી.
એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ગોલ્ડ જ્વેલરી (સાદી અને સ્ટડેડ) ની નિકાસ અમેરિકન ડોલરના મૂલ્યમાં ૭.૦૦ ટકા અને રૂપિયાના મૂલ્યમાં ૧૮.૩૩ ટકા વાૃધીને ૫.૦૩ બિલિયન યુએસ ડોલર (રૂ. ૪૭,૮૫૩.૦૩ કરોડ) થઈ હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ૪.૭૦ બિલિયન યુએસ ડોલર હતી.




