Business

શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર, રોકાણકારો ખુશ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજારમાં 29 જુલાઈએ IT સેક્ટરની મજબૂત લેવાલી અને વૈશ્વિક સંકેતોને કારણે ધમાકેદાર શરૂઆત થઈ. સેન્સેક્સ 793.37 પોઇન્ટ અને નિફ્ટી 223.90 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યા. HUL ના શેરમાં 2% સુધારો જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો હતા. રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર, રોકાણકારો ખુશ

Indian Stock Market BSE And NSE : ભારતીય શેરબજારમાં 29 જુલાઇના રોજ મજબૂત અને ધમાકેદાર શરૂઆત જોવા મળી છે. IT સેક્ટરમાં આવેલી જોરદાર લેવાલી અને વૈશ્વિક સંકેતોને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 1% ના ઉછાળા સાથે ખુલ્યા હતા. શરૂઆતી કારોબારમાં બજારમાં ચોતરફી ખરીદીનો માહોલ જોવા મળતા રોકાણકારોમાં ખુશીની લહેર ફરી વળી છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો

સવારે 9:45 વાગ્યાના સુમારે, BSE સેન્સેક્સ 793.37 પોઇન્ટ અથવા 1.03% ના વધારા સાથે 77,559.29 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 223.90 પોઇન્ટ અથવા 0.93% વધીને 24,209.25 ની સપાટી વટાવી ગયો હતો. બજારની શરૂઆતમાં લગભગ 2,079 શેરોમાં તેજી, 973 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે 163 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.

image.png

HUL ના શેરમાં 2% નો સુધારો

ગઈકાલે પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ હિન્દુસ્તાન યુનિલીવર (HUL) ના શેરમાં 6.99% નો મોટો કડાકો બોલાયો હતો, પરંતુ આજે સવારે તેમાં 2% નો મજબૂત સુધારો જોવા મળ્યો હતો. બ્રોકરેજ હાઉસ HSBC એ HUL ના સ્ટોકને 'Buy' રેટિંગ આપતા રૂ. 2,450 નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. કંપનીની વોલ્યુમ ગ્રોથ સ્ટ્રેટેજી અને હોમ કેર તેમજ બ્યુટી સેગમેન્ટમાં સુધારાને કારણે બ્રોકરેજ કંપનીઓ સ્ટોક પર સકારાત્મક વલણ ધરાવે છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ

વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુએસ ક્રૂડ ઓઇલના ઇન્વેન્ટરીમાં ઘટાડાને કારણે કાચા તેલના ભાવમાં સખત વધારો નોંધાયો છે. જોકે, અન્ય એશિયન બજારોમાં મિશ્ર સંકેતો હતા. સેમિકન્ડક્ટર શેરોમાં ભારે વેચવાલીને કારણે દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) ઇન્ડેક્સ 7% સુધી તૂટ્યો હતો, છતાં ભારતીય આઇટી (IT) શેરોમાં મજબૂત ખરીદીને કારણે સ્થાનિક બજાર તેજીની ઝડપ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.