Business

આકરા સેફગાર્ડ પગલાંને પરિણામે યુરોપમાં સ્ટીલ નિકાસમાં ૩૦ ટકા ઘટાડો થવા ધારણા

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
ક્રિસિલના અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયન દ્વારા કડક સેફગાર્ડ પગલાં ભરવાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની નિકાસ 25-30% ઘટવાની ધારણા છે. આ ઘટાડાને કારણે, ભારત હવે નેટ સ્ટીલ નિકાસકાર દેશ તરીકે ટકી શકશે નહીં. યુરોપમાં 1 જુલાઈથી નવા ધોરણો લાગુ પડ્યા છે, જે નિકાસકારો માટે પડકારરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આકરા સેફગાર્ડ પગલાંને પરિણામે યુરોપમાં સ્ટીલ નિકાસમાં ૩૦ ટકા ઘટાડો થવા ધારણા

ભારત સ્ટીલનો નેટ નિકાસકાર દેશ તરીકે ટકી નહીં શકે
મુંબઈ : સખત સેફગાર્ડ પગલાંને પરિણામે ભારતના ફિનિશ્ડ સ્ટીલની સૌથી મોટી નિકાસ બજાર યુરોપિયન યુનિયન ખાતે ભારતની સ્ટીલ નિકાસ વર્તમાન નાણાં વર્ષમાં ૨૫થી ૩૦ ટકા ઘટવાની ધારણાં મૂકવામાં આવી છે.
આ ઘટાડાને પરિણામે ભારત વર્તમાન નાણાં વર્ષમાં સ્ટીલનો નેટ નિકાસકાર દેશ તરીકે ટકી શકશે નહીં એમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ગત નાણાં વર્ષમાં ભારત ૬૬ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલનું નિકાસકાર રહ્યું હતું.યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું સ્ટીલ નિકાસ મથક રહ્યુ હતું. યુરોપમાં ઈટાલી, બેલ્જિયમ, સ્પેન મુખ્ય આયાતકાર દેશ રહ્યા છે. ભારતના સ્ટીલની નિકાસ યુએઈમાં પણ જોવા મળે છે.૧લી જુલાઈથી યુરોપે સ્ટીલ સેફગાર્ડ ધોરણો લાગુ કર્યા છે. નવા ધોરણ પ્રમાણે, યુરોપે વોલ્યુમ આધારિત ઈમ્પોર્ટ કવોટામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને નિકાસકારો માટે બજાર જોડાણો સખત બનાવ્યા છે. જો કે યુરોપ સાથે થયેલા વેપાર કરારને જોતા નવા ધોરણની ભારતની સ્ટીલ નિકાસ પર અસર એટલી ગંભીર નહીં હોય તેવો રિપોર્ટમાં દાવો કરાયો છે. ભારતનો એકંદર પ્રોડકટસ કેન્દ્રીત કવોટા ૩૦ ટકા જેટલો ઘટાડી દેવાયો છે. અગાઉ ૨૮ લાખ ટન હતો તે ઘટાડી ૧૯ લાખ ટન રહ્યો છે. જો કે નવા વેપાર કરારને કારણે ભારતના નિકાસકારો એકંદર ૩૫ લાખ ટન સ્ટીલની નિકાસ કરી શકશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.