Business

વાયદા બજારમાં ચાંદી એકઝાટકે ₹13700ના ઉછાળા બાદ ગબડી, સોનામાં પણ ₹2400ની તેજી

By GS TEAM
5 Jan 20262 mins read
TukuTouch Logo
અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બજારમાં આજે ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદી આજે એકઝાટકે 13700 રૂપિયાથી વધુ ઉછળી હતી અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ એકઝાટકે 2400 રૂપિયાથી વધુની તેજી આવી હતી પરંતુ તેમાં પણ 1000 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં ચાંદી એકઝાટકે ₹13700ના ઉછાળા બાદ ગબડી, સોનામાં પણ ₹2400ની તેજી
(AI IMAGE)

Silver and Gold Price News: અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બજારમાં આજે ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદી આજે એકઝાટકે 13700 રૂપિયાથી વધુ ઉછળી હતી અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ એકઝાટકે 2400 રૂપિયાથી વધુની તેજી આવી હતી પરંતુ તેમાં પણ 1000 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો. 

ચાંદીમાં જોરદાર ઉછાળો

અગાઉના ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે રોકેટગતિએ તેજી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,36,316 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ(Open): આજે બજાર ખુલતાંની સાથે જ ચાંદીમાં મોટો ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,44,000 પર ખુલ્યો હતો.

દિવસની ઊંચી સપાટી(High): દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતાં ચાંદીનો ભાવ ₹2,49,900ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹6,369 (+2.70%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,42,685 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સોનાના ભાવમાં પણ મજબૂત તેજી

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ આજે મજબૂત રિકવરી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,35,761 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આ પણ વાંચો: વેનેઝુએલા પર અમેરિકાના કબજાથી ભારતને કેવી રીતે થઈ શકે છે અબજો ડોલરનો ફાયદો? રશિયા પર પણ થશે અસર

નવો ખુલતો ભાવ(Open): આજે સોનું ₹1,36,300 પર ખુલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી(High): ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,38,200ની ઊંચી સપાટી બનાવી હતી.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹1,449 (+1.07%)ના મજબૂત વધારા સાથે ₹1,37,210 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો.

બજારના નિષ્ણાતોના મતે, અગાઉના સત્રમાં થયેલા ભારે પ્રોફિટ-બુકિંગ બાદ નીચા ભાવે રોકાણકારોની ખરીદી પરત ફરતા આ શાનદાર રિકવરી જોવા મળી છે. જોકે, બજારમાં હજુ પણ ઉથલપાથલનો માહોલ યથાવત્ રહી શકે છે.