Get The App

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર 1 - image


Silver Market Crash: આજે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX)માં રોકાણકારો માટે ભારે ઉત્તેજના અને ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ચાંદીમાં અણધાર્યો અને મોટો કડાકો બોલાતા બજારમાં ઉથલ-પાથલ જેવી સ્થિતિ સર્જાઈ છે.

રોકાણકારોના જીવ અધ્ધર

ચાંદીમાં સતત તેજીના ચમકારા વચ્ચે આજે અચાનક જ વાયદામાં બજારમાં ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, એક જ ઝાટકે ચાંદીમાં 20 હજારનો તોતિંગ ઘટાડો થતાં રોકાણકારોને ફાળ પડી છે. એકાએક આવેલા આ કડાકાને કારણે વેચાણનું પ્રેશર વધ્યું છે, જેનાથી નાના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

વાયદા બજાર મુજબ ​ચાંદીમાં 20,000નો કડાકો

ચાંદીમાં દિવસ દરમિયાન 3,35,521 પ્રતિ કિલોના ભાવે ઓલ ટાઈમ હાઈ હતી. જ્યારે અચાનક જ બજાર ક્રેશ થતાં લઘુત્તમ સપાટી 3,15,012 પર આવી હતી. જેની વચ્ચેનો તફાવત લગભગ 20,000 જેવો થાય છે, વાયદા બજાર MCX પર રાત્રે 9 કલાકે ચાંદી 3,16,780 આસપાસ કારોબાર કરી રહી હતી.

સોનાના ભાવમાં 2500થી વધુનો ઉછાળો

સોનાના બજારમાં આજે તેજી જોવા મળી, રાત્રે 9 કલાકે વાયદા બજાર (MCX)માં સોનું ₹1,53,096.00 પર કારોબાર કરી રહ્યું છે. ગઈકાલના બંધ ભાવ 1,50,565.00ની સરખામણીએ આજે તેમાં રૂપિયા 2531.00 (+1.68%) નો વધારો થયો છે. 

આ પણ વાંચો: ભારતના કયા રાજ્ય પર કેટલું દેવું? તમિલનાડુ અવ્વલ, ગુજરાત પણ ટોપ-10માં

​નિષ્ણાતોનું શું કહેવું છે?

​બજારના જાણકારો મુજબ, વૈશ્વિક પરિબળો અને આર્થિક અનિશ્ચિતતાને કારણે સોના ચાંદીમાં અસ્થિરતા જોવા મળી રહી છે. સોનામાં સુરક્ષિત રોકાણ વધ્યું છે, જ્યારે ચાંદીમાં પ્રોફિટ બુકિંગ અથવા મોટા ટ્રેડર્સના એક્ઝિટને કારણે આ 'ક્રેશ' જેવી સ્થિતિ સર્જાઈ છે.