Business

Gold-Silver Price: બજેટના દિવસે સોના-ચાંદીમાં ભૂકંપ, સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી

By GS TEAM
1 Feb 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પૂર્વે જ આજે ભારતીય કોમોડિટી માર્કેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાતા બંને કિંમતી ધાતુઓએ તેની ઐતિહાસિક તેજી ગુમાવી છે અને બજાર ખુલતાની સાથે જ ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Price: બજેટના દિવસે સોના-ચાંદીમાં ભૂકંપ, સોનું ₹13,000 અને ચાંદી ₹26,000 થી વધુ તૂટી

Silver and Gold Price Crash News : કેન્દ્રીય બજેટના દિવસે આજે(1 ફેબ્રુઆરી) ભારતીય કોમોડિટી માર્કેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાતા બંને કિંમતી ધાતુઓએ તેની ઐતિહાસિક તેજી ગુમાવી છે અને બજાર ખુલતાની સાથે જ ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.

બજારની સ્થિતિ: સોનામાં ભારે વેચવાલી

આજના ખાસ ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં ગાબડું જોવા મળ્યું છે. સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,52,345.00 હતો, જે આજે ₹1,51,610.00 પર ખુલ્યા બાદ સતત પછડાતો રહ્યો હતો. બજારમાં ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,38,634.00 ની નીચલી સપાટીએ (Low) પહોંચ્યું હતું. અંતે સોનું આશરે ₹13,349 (-8.76%) ના તોતિંગ ઘટાડા સાથે ₹1,38,996.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીમાં ઐતિહાસિક ધોવાણ

સોના કરતા પણ વધુ ખરાબ હાલત ચાંદીમાં જોવા મળી છે. ચાંદીમાં આજના દિવસે ₹26,000 થી પણ વધુનો કડાકો બોલાયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,91,925.00 હતો, જે આજે ₹2,84,826.00 પર ખુલ્યો હતો. જોકે, વેચવાલીનું દબાણ એટલું વધારે હતું કે ચાંદી સીધી ₹2,65,652.00 ના સ્તરે પટકાઈ હતી. આમ, ચાંદીમાં એક જ દિવસમાં ₹26,273 (-9.00%) નો મહાકડાકો નોંધાયો છે.

રોકાણકારોમાં ચિંતાનો માહોલ

સામાન્ય રીતે બજેટ પૂર્વે બજારમાં અસ્થિરતા રહેતી હોય છે, પરંતુ આજના આ કડાકાએ બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે. સોના-ચાંદીના ભાવમાં આવેલો આ 9 ટકા જેટલો ઘટાડો બજારમાં લાંબા ગાળાની મંદીના સંકેત આપે છે કે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની અપેક્ષાએ આ ઘટાડો છે તે જોવું રહ્યું. આજના ઘટાડા બાદ જ્વેલરી બજારમાં પણ તેની સીધી અસર જોવા મળશે અને આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન હોવાથી ગ્રાહકો માટે આ ઘટાડો રાહતરૂપ સાબિત થઈ શકે છે.