આગામી દોઢ મહિનામાં ૭.૬૦ અબજ ડોલરના શેરો અનલોક થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાજેતરમાં જ લિસ્ટેડ થયેલી ૪૫ જેટલી કંપનીઓના મોટી સંખ્યામાં શેરો બજારમાં ઠલવાશે
મુંબઈ : તાજેતરમાં જ લિસ્ટેડ થયેલી ૪૫ જેટલી કંપનીઓના અંદાજે ૭.૬૦ અબજ ડોલર જેટલા મૂલ્યના શેરો દોઢ મહિનામાં અનલોક થઈ રહ્યાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
ઓગસ્ટના બીજા પખવાડિયાથી લઈને સપ્ટેમ્બરના અંત સુધીમાં શેરોના પૂરવઠામાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
લિસ્ટેડ થયેલા શેરોના લોક-ઈન પીરિયડ સમાપ્ત થવા પર તેના ધારકો તેને બજારમાં વેચી શકે છે. જો કે કેટલા શેરો વેચાશે તેનો અંદાજ મેળવવો મુશકેલ છે, કારણ કે આવા શેરોના વેચાણનો આધાર પ્રવર્તતા ભાવ પર રહેતો હોય છે.
જે કંપનીના શેરો અનલોક થઈ રહ્યા છે તેમાં જેએસડબ્લ્યુ સિમેન્ટ, શ્રીજી શિપિંગ ગ્લોબલ, હેકસાવેર ટેકનો, એસબીઆઈ ફન્ડસ મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
એક અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આશરે ૧૧ અબજ ડોલરના ઈક્વિટી શેરો છૂટા થઈ રહ્યા છે. આ શેરોમાંથી પ્રમોટરો તથા પ્રમોટર જૂથો પાસેના શેરોને બાદ કરતા અન્ય શેરો બજારમાં વેચવા આવે તેવી ધારણાં છે.
કેટલાક શેરોનો લોક-ઈન સમયગાળો એક મહિનાનો છે તો બીજા કેટલાકનો ત્રણ- છ મહિનાનો છે,એમ રિપોર્ટમાં જણાવાયું હતું. હાલમાં બજારમાં રેલીને ધ્યાનમાં રાખી શેરોનું વેચાણ થવાની શકયતા નકારાતી નથી.
લોક-ઈન સમયગાળો પૂરો થવાનો અર્થ બધાજ શેરો બજારમાં ઠલવાશે એવું નથી કારણ કે સંસ્થાકીય રોકાણકારો પોતાની એક્ઝિટ આયોજનબદ્ધ રીતે કરતા હોય છે. આ રોકાણકારો સીધા બજારમાં વેચવાને બદલે બ્લોક ડીલ્સ અથવા સીધા પ્લેસમેન્ટ કરીને માલ વેચવાનો વ્યૂહ ધરાવતા હોય છે.









