સેન્સેક્સ ૧૬૬ પોઈન્ટ વધીને ૭૮૦૯૫
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તોફાની તેજી : આઈટી, એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ
નિફટી ૬૬ પોઈન્ટ વધીને ૨૪૩૮૪ : DIIની રૂ.૨૨૬૦ કરોડની ખરીદી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ટેન્શનમાં હોર્મુઝ માર્ગે પસાર થઈ રહેલા જહાજો પર ઈરાનના હુમલાને લઈ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવ્યા છતાં કોર્પોરેટ પરિણામોની સીઝનમાં સારા પરિણામોની પોઝિટીવ અસર અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય બજારમાં ફરી મોટાપાયે ખરીદીના આકર્ષણે સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો દોર આગળ વધ્યો હતો. સેન્સેક્સ આરંભિક તેજીમાં ઉપરમાં ૭૮૨૭૨.૨૫ સુધી પહોંચ્યા બાદ અંતે ૧૬૬.૪૯ પોઈન્ટ વધીને ૭૮૦૯૪.૬૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૪૪૨૯.૪૦ સુધી જઈ અંતે ૬૬.૪૫ પોઈન્ટ વધીને ૨૪૩૮૩.૬૦ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી
કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ઓટોમોબાઈલ કંપનીઓના સારા પરિણામોએ ફંડોની શેરોમાં મોટી ખરીદી જળવાઈ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેર રૂ.૧૧૭.૪૭ વધીને રૂ.૩૩૯૬.૩૫ રહ્યો હતો. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૧૫૭.૪૫ ઉછળીને રૂ.૨૧૮૨, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૨૧.૭૦ વધીને રૂ.૪૩૬.૯૫, અશોક લેલેન્ડ રૂ.૭.૮૦ વધીને રૂ.૧૬૬.૧૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૩૯.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૩૬.૪૩ પોઈન્ટ ઉછળીને ૬૩૨૬૩.૪૧ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ઉછળ્યો
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પાછલા કેટલાક દિવસોથી ફંડોની નફારૂપી વેચવાલી થયા બાદ આજે ફરી ફંડોએ ઘટાડે મોટી ખરીદી શરૂ કરી હતી. સિમેન્સ રૂ.૧૦૦.૬૫ વધીને રૂ.૩૭૫૮.૮૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૫૮.૧૦ વધીને રૂ.૨૧૯૦.૪૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૬.૭૦ વધીને રૂ.૫૫૨૦.૮૦, વારી એનજીૅ રૂ.૫૩.૬૦ વધીને રૂ.૨૬૭૮, થર્મેક્સ રૂ.૭૩.૯૦ વધીને રૂ.૪૩૨૪.૬૦, ટીમકેન રૂ.૫૨.૫૦ વધીને રૂ.૩૧૫૦.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૪૪.૮૦ પોઈન્ટ ઉછળીને ૭૭૦૧૨.૨૨ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી
ભારતમાં ઓઈલ એક્સપ્લોરેશનને વેગ આપવા પરૂ.૮૪,૦૦૦ કરોડ જેટલા રોકાણના પ્રોજેક્ટોને મંજૂરીના સમાચારે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી રહી હતી. ગેઈલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૯૬ ટકા વધીને રૂ.૪૬૭૧ કરોડ થતાં શેર રૂ.૭.૮૫ વધીને રૂ.૧૮૧.૪૦, બીપીસીએલ રૂ.૩.૭૫ વધીને રૂ.૩૧૯.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૧૩૦૭.૩૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૫૦ વધીને રૂ.૨૮૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૬૪.૯૪ પોઈન્ટ વધીને ૨૬૪૮૪.૨૪ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની સતત નફારૂપી વેચવાલી રહી હતી. માઈક્રોસોફ્ટ બાદ એમેઝોન અને પાછલા દિવસોમાં આઈટી સેક્ટરને જેફ્રી દ્વારા અપગ્રેડ કરાયાની પોઝિટીવ અસર અને ભારતીય આઈટી કંપનીઓની મોટી ડિલને લઈ ફંડોનું આઈટી શેરોમાં આકર્ષણ વધ્યું હતું. આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. માસ્ટેક રૂ.૫૪.૯૦ ઘટીને રૂ.૧૮૭૪.૯૫, ટીસીએસ રૂ.૬૬.૩૦ ઘટીને રૂ.૨૩૬૫.૬૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૫૦૮.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૧૫.૧૨ પોઈન્ટ ઘટીને ૨૯૫૦૨.૨૯ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં નરમાઈ
એફએમસીજી શેરોમાં તેજીને બ્રેક લાગી આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈટીસી લિ. રૂ.૪.૩૦ ઘટીને રૂ.૨૮૦.૯૫, બજાજ કન્ઝયુમર રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૫૨૫.૬૫, ગોદાવરી બાયો રૂ.૫.૭૦ ઘટીને રૂ.૨૬૧.૫૫, બ્રિટાનીયા રૂ.૧૦૭.૭૫ ઘટીને રૂ.૫૪૧૩.૮૦, વરૂણ બિવરેજીસ રૂ.૮.૮૫ ઘટીને રૂ.૪૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૬.૦૯ પોઈન્ટ ઘટીને ૧૮૩૧૬.૭૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં તેજી
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે કોર્પોરેટ પરિણામોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. ટોરન્ટ ફાર્મા રૂ.૨૩૨.૧૫ વધીને રૂ.૫૧૦૨.૮૦, કોપરાન રૂ.૫.૭૦ વધીને રૂ.૧૯૧.૮૫, બ્લિસ જીવીએસ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૪૬૭.૪૦, વોક્હાર્ટ રૂ.૫૩.૧૫ વધીને રૂ.૧૯૬૦.૧૦, બજાજ હેલ્થકેર રૂ.૮.૩૦ વધીને રૂ.૩૩૬.૬૫, એમ્ક્યોર રૂ.૪૫.૯૦ વધીને રૂ.૧૯૫૫.૮૫ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૨૭૭ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૭૭.૪૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૯,૦૪૫.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૭૬૮.૦૩ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૨૬૦.૩૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૮૮૫.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૬૨૫.૪૩ કરોડની વેચવાલી કરી હતી.
રોકાણકારોની સંપતિ વધી
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૬ લાખ કરોડ વધીને રૂ.૪૮૫.૯૬ લાખ રહ્યું હતું.









