સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623
- નિફટી સ્પટો ૨૩૦ પોઈન્ટનું ગાબડું અંતે પૂરાઈ ૨૨ પોઈન્ટ વધીને ૨૪૫૯૬ : સંખ્યાબંધ શેરોની સર્કિટ લિમિટમાં વધારો
- રશીયા-યુક્રેન યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી : FPIs/FIIની રૂ.૪૯૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે બેવડા ધોરણો અને ભારત પર ટેરિફ વધારીને ૫૦ ટકા કરવાનું જાહેર કરતાં વિશ્વભરમાં તેના આકરાં પ્રત્યાઘાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ખેડૂતો સહિત પ્રજા હિતને જ પ્રાથમિકતા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં અને બીજી તરફ અમેરિકા અને રશીયા વચ્ચે મહત્વની મીટિંગ બાદ રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્વિનું નિરાકરણ આવવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં યુ-ટર્ન આવ્યો હતો. ફંડો, મહારથીઓએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડે મોટું શોર્ટ કવરિંગ કરીને બજારને નેગેટીવ ઝોનમાંથી પોઝિટીવ ઝોનમાં લાવી દીધું હતું. ભારત પણ ટ્રમ્પ સાથે બમણા ૫૦ ટકા ટેરિફ મામલે વાટાઘાટ કરવાના મતમાં હોઈ આગામી દિવસોમાં પોઝિટીવ ઉકેલની અપેક્ષાએ પણ ઝડપી રિકવરી જોવાઈ હતી. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આજે આરંભમાં ૨૩૦.૦૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૪૩૪૪.૧૫ સુધી આવ્યા બાદ ઝડપી રિકવર થઈ ઉપરમાં ૨૪૬૩૪.૨૦ સુધી પહોંચી અંતે ૨૧.૯૫ પોઈન્ટ વધીને ૨૪૫૯૬.૧૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સ આરંભમાં ૭૩૨.૭૦ પોઈન્ટ ગબડીને નીચામાં ૭૯૮૧૧.૨૯ સુધી આવી ઝડપી રિકવર થઈ ઉપરમાં ૮૦૭૩૭.૫૫ સુધી જઈ અંતે ૭૯.૨૭ પોઈન્ટ વધીને ૮૦૬૨૩.૨૬ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ઝડપી રિકવરી : લુપીન રૂ.૯૫ ઉછળી રૂ.૧૯૪૬ : વિમતા લેબ્સ, વોખાર્ટ, સેનોરેસમાં તેજી
ટ્રમ્પ દ્વારા ફાર્મા આયાતો પર ૨૫૦ ટકા જેટલી ટેરિફ લાદવામાં આવી શકે છે એવા એક દિવસ પૂર્વે નિવેદન બાદ હાલ તુરત ફાર્મા પર ટેરિફ લાગુ નહીં થવાની સ્પષ્ટતા વચ્ચે આજે ફાર્મા-હેલ્થકેર શેરોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. લુપીન રૂ.૯૪.૭૦ વધીને રૂ.૧૯૪૬.૩૦, વિમતા લેબ્સ રૂ.૨૯.૧૦ વધીને રૂ.૬૪૯.૯૦, સન ફાર્મા એડવાન્સ રિસર્ચ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૪૬.૧૫, વોખાર્ટ રૂ.૫૯.૩૦ વધીને રૂ.૧૫૩૬.૧૫, પિરામ લ ફાર્મા રૂ.૬.૨૫ વધીને રૂ.૧૯૨.૪૫, આરતી ડ્રગ્ઝ રૂ.૧૫.૨૫ વધીને રૂ.૫૦૬.૭૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૪.૩૦ વધીને રૂ.૮૮૨, બ્લિસ જીવીએસ રૂ.૪.૮૦ વધીને રૂ.૧૭૮.૫૦, અજન્તા ફાર્મા રૂ.૬૮.૨૫ વધીને રૂ.૨૬૧૦.૬૫, ટોરન્ટ ફાર્મા રૂ.૭૩.૧૫ વધીને રૂ.૩૫૯૮.૯૦, જેબી કેમિકલ્સ રૂ.૩૧.૭૫ વધીને રૂ.૧૬૯૦.૬૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૪.૫૫ વધીને રૂ.૩૧૨ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૩૧.૯૭ પોઈન્ટ વધીને ૪૩૬૪૪.૩૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ઘટાડે સપોર્ટ : ઝેગલ રૂ.૨૨ ઉછળી રૂ.૩૮૫ : સિગ્નિટી, કોફોર્જ, નેલ્કો, રેટ ગેઈનમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં સપોર્ટ મળ્યો હતો. ઝેગલ પ્રિપેઈડ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૩૮૪.૮૦, સિગ્નિટી ટેકનોલોજી રૂ.૬૩.૨૫ વધીને રૂ.૧૬૧૦.૧૦, કોફોર્જ રૂ.૬૫.૧૦ વધીને રૂ.૧૭૦૩, નેલ્કો રૂ.૨૬.૮૦ વધીને રૂ.૮૭૧.૯૫, રેટ ગેઈન રૂ.૧૩ વધીને રૂ.૪૪૦.૭૫, ડાટામેટિક્સ રૂ.૩૦.૧૦ વધીને રૂ.૧૦૮૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૪૪.૫૦ વધીને રૂ.૫૧૮૮, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૫૭૫.૩૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૧.૮૦ વધીને રૂ.૫૨૪.૮૦, એમ્ફેસીસ રૂ.૪૮.૩૦ વધીને રૂ.૨૭૦૧.૬૦, ઈમુદ્રા રૂ.૧૩.૮૫ વધીને રૂ.૭૭૮.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૪૮૩.૯૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૭.૧૫ વધીને રૂ.૧૪૭૯.૦૫, વિપ્રો રૂ.૨.૪૫ વધીને રૂ.૨૪૨.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૪૬.૮૪ પોઈન્ટ વધીને ૩૪૧૫૩.૫૭ બંધ રહ્યો હતો.
હીરો મોટોકોર્પના સારા પરિણામે રૂ.૧૮૫ ઉછળ્યો : ટીવીએસ, ઉનો મિન્ડા, ભારત ફોર્જ, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે સારા પરિણામો પાછળ લેવાલી રહી હતી. હીરો મોટોકોર્પ રૂ.૧૮૪.૯૫ વધીને રૂ.૪૬૫૯.૪૫, ટીવીએસ મોટર રૂ.૬૧.૫૦ વધીને રૂ.૩૦૧૩.૭૫, ઉનો મિન્ડા રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૧૦૭.૨૫, ભારત ફોર્જ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૧૧૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૨૪૨૨.૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૦૦.૪૫ વધીને રૂ.૧૨,૬૨૫.૬૦, બોશ રૂ.૨૭૭.૫૫ વધીને રૂ.૩૮,૫૫૦, બજાજ ઓટોના પણ સારા પરિણામે રૂ.૫૩.૩૫ વધીને રૂ.૮૨૩૦.૪૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ : પાવર ઈન્ડિયા રૂ.૩૧૦, સિમેન્સ રૂ.૪૦, કમિન્સ રૂ.૪૨ ઉંચકાયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. પાવર ઈન્ડિયા રૂ.૩૦૯.૯૫ વધીને રૂ.૨૦,૭૧૫.૭૦, ટીટાગ્રહ રૂ.૧૧.૭૦ વધીને રૂ.૮૫૩.૯૦, સિમેન્સ રૂ.૪૦.૧૫ વધીને રૂ.૩૧૨૩.૮૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૨.૪૫ વધીને રૂ.૩૬૭૯.૭૦, કેઈઆઈ રૂ.૩૪.૭૦ વધીને રૂ.૩૮૪૪.૪૫, કેઈન્સ રૂ.૫૩.૨૫ વધીને રૂ.૬૦૮૪.૮૦, મઝગાંવ રૂ.૨૨.૨૦ વધીને રૂ.૨૭૮૬.૩૦, ગ્રાઈન્ડવેલ રૂ.૮ વધીને રૂ.૧૪૯૫.૨૦ રહ્યા હતા.
બ્લુ સ્ટાર રૂ.૩૭ વધી રૂ.૧૮૨૬ : અંબર એન્ટરપ્રાઈસ રૂ.૧૫૬, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૪ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બ્લુ સ્ટાર રૂ.૩૬.૯૫ વધીને રૂ.૧૮૨૫.૯૦, અંબર એન્ટરપ્રાઈસીઝ દ્વારા મૈસુરમાં રૂ.૮૦૦ કરોડના રોકાણથી કોપર લેમીનેશન પ્લાન્ટનું જાહેર કરતાં રૂ.૧૫૫.૭૫ વધીને રૂ.૭૭૮૦.૮૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૩.૯૫ વધીને રૂ.૧૬,૬૫૬, એશીયન પેઈન્ટસ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૨૫૦૬.૧૦ રહ્યા હતા.હતા.
સંખ્યાબંધ શેરોની સર્કિટ લિમિટ વધતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સપોર્ટ છતાં ૨૨૯૭ શેરો નેગેટીવ બંધ
બીએસઈ દ્વારા આજથી સંખ્યાબંધ શેરોની દૈનિક ભાવ વધઘટ મર્યાદા-સર્કિટ લિમિટમાં વધારો કરવામાં આવતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ટેકો મળતો જોવાયો હતો. અલબત ઘટનાર શેરોની સંખ્યા સતત મહત્તમ ૨૨૯૭ શેરોની રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૯૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૧ અને ઘટનારની ૨૨૯૭ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૯૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૮૬૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૪૯૯૭.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૫૬૭.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૬૪.૯૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૦,૮૬૪.૦૪ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૯,૬૨૯.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૭૬૫.૬૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૬ હજાર કરોડ વધીને રૂ.૪૪૫.૩૫ લાખ કરોડ
શેરોમાં ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૬ હજાર કરોડ વધીને રૂ.૪૪૫.૩૫ લાખ કરોડ રહ્યું હતું.
ખુલતા બજારે ડાઉ જોન્સ ૨૨૦ પોઈન્ટ, નાસ્દાક ૧૮૦ પોઈન્ટ ઉછળ્યા : યુરોપના બજારોમાં આક્રમક તેજી
રશીયા અને યુક્રેન વચ્ચે યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક રિકવરી જોવાઈ હતી. સાંજે અમેરિકી શેર બજારો ખુલતામાં ડાઉ જોન્સમાં ૨૨૦ પોઈન્ટનો ઉછાળો અને નાસ્દાકમાં ૧૮૦ પોઈન્ટનો ઉછાળો બતાવાતો હતો. યુરોપના દેશોના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૪૦૦ પોઈન્ટનો ઉછાળો, લંડન શેર બજારનો ફુત્સી ૫૬ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૯૦ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૬૪ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૧૭૧ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.