Business

બેંકિંગ શેરોમાં ધોવાણે સેન્સેક્સ ૪૪૩ પોઈન્ટ તૂટીને ૭૭૭૦૮

By GS Team
21 Jul 20265 mins read
TukuTouch Logo
મુંબઈમાં જીઓપોલિટિકલ તણાવ અને ક્રૂડના ભાવની વધઘટ વચ્ચે ભારતીય શેરબજારોમાં ઘટાડો નોંધાયો. FPIs/FIIs દ્વારા રૂ. 1121 કરોડની વેચવાલી છતાં, રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.70 લાખ કરોડનો વધારો થયો. નિફ્ટી 96 પોઈન્ટ ઘટીને 24238 પર બંધ થયો. મેટલ, પાવર અને હેલ્થકેર શેરોમાં આકર્ષણ જોવા મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકિંગ શેરોમાં ધોવાણે સેન્સેક્સ ૪૪૩ પોઈન્ટ તૂટીને ૭૭૭૦૮

જીઓપોલિટીકલ ટેન્શન વધ્યું : ક્રુડના ભાવ વધ્યા બાદ ઘટયા : મેટલ, પાવર શેરોમાં આકર્ષણ : સ્મોલ મિડ કેપ શેરો ઘટયા
નિફટી ૯૬ પોઈન્ટ ઘટીને ૨૪૨૩૮ : FPIs/FIIની રૂ.૧૧૨૧ કરોડની વેચવાલી : રોકાણકારોની સંપતિમાં રૂ.૧.૭૦ લાખ કરોડનો વધારો
મુંબઈ : ઈરાન પર અમેરિકી સેનાના સતત નવમાં દિવસે હુમલાને કારણે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ અને હોર્મુઝ માર્ગે વૈશ્વિક વેપાર ઠપ્પ થવા લાગતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવ્યા બાદ મોડી સાંજે ઘટી આવ્યા છતાં વૈશ્વિક બજારોમાં જાપાનના ટોક્યો શેર બજાર,દક્ષિણ કોરિયાના બજાર, તાઈવાનના બજાર સહિતમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે પીછેહઠ જોવાઈ હતી. આંતરરાષ્ટ્રીય પરિબળોની સાથે ઘર આંગણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૧૬ પૈસા નબળો પડીને ૯૬.૪૫ થઈ જવા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમમાં ખાનગી અગ્રણી બેંકો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના ત્રિમાસિક રિઝલ્ટ સાધારણ આવતાં ફંડોની આજે બેંકિંગ શેરોમાં વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ બજારમાં નરમાઈ જોવાઈ હતી. અલબત હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેેબલ્સ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ બજારમાં નરમાઈ મર્યદિત રહી હતી. સેન્સેક્સ ૪૪૨.૯૩ પોઈન્ટ ઘટીને ૭૭૭૦૮.૫૨ અને નિફટી ૫૦ સ્પોટ ૯૫.૮૦ પોઈન્ટ ઘટીને ૨૪૨૩૮.૫૦ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે બેરલ દીઠ બ્રેન્ટ ક્રુડના ૮૮ સેન્ટ વધીને ૮૭.૨૨ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૧.૦૫ ડોલર વધીને ૮૧.૪૪ ડોલર નજીક રહ્યા હતા.
બેંકોના સાધારણ ત્રિમાસિક પરિણામો બાદ ફંડો વેચવાલ : એચડીએફસી, એક્સિસ, કોટક બેંક ઘટયા
બેંકોના ખાસ ખાનગી ક્ષેત્રની ટોચની ત્રણ બેંકોના જૂન ૨૦૨૬ અંતના ત્રિમાસિકના પરિણામો ગત શનિવારે એકંદર સાધારણ જાહેર થતાં આજે બેંકિંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. એક્સિસ બેંક રૂ.૭૨.૮૫ તૂટીને રૂ.૧૨૫૬.૧૦, એચડીએફસી બેંક રૂ.૪૨ ઘટીને રૂ.૭૭૭.૬૫, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૬.૬૦ તૂટીને રૂ.૯૯૩.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૮૦ ઘટીને રૂ.૩૮૨.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૯.૬૨ પોઈન્ટ ગબડીને ૬૫૬૮૪.૯૭ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં હળવા થવાનું માનસ : મારૂતી સુઝુકી રૂ.૩૦૦ તૂટયો : ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ ઘટયા
ચોમાસાની એકંદર સારી પ્રગતિ છતાં ફરી અલનીનો ખતરો દેશમાં વરસાદની ખાધ રહેવાની ચિંતાએ આજે ફરી ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં સાવચેતીમાં હળવા થવાનું પસંદ કર્યું હતું. મારૂતી સુઝુકી રૂ.૩૦૦.૭૫ તૂટીને રૂ.૧૩,૫૦૭.૪૫, ટાટા મોટર્સ કમર્શિલ વ્હીકલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૪૦૯.૪૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૧૯૭૨.૬૦, મધરસન સુમી રૂ.૧.૪૦ ઘટીને રૂ.૧૪૩.૩૦, ટીવીએસ મોટર રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૩૫૯૧, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩.૬૫ ઘટીને રૂ.૩૧૬૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૨૦૫૪.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૨.૯૪ પોઈન્ટ ઘટીને ૫૯૫૦૦.૬૭ બંધ રહ્યો હતો.
હેેલ્થકેર ઈન્ડેક્સ ૫૫૨ ઉછળ્યો : થાયરોકેર રૂ.૩૫, નોવાર્ટિસ રૂ.૧૦૨, આરપીજી રૂ.૧૭૩ ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોની ખરીદી રહી હતી. થાયરોકેર રૂ.૩૫.૦૫ ઉછળીને રૂ.૫૫૫.૨૫, નોવાર્ટિસ રૂ.૧૦૨.૨૫ વધીને રૂ.૧૬૭૨.૫૫, આરપીજી લાઈફ રૂ.૧૭૩.૦૫ વધીને રૂ.૩૦૧૮.૩૫, રૂબીકોન રૂ.૭૩.૧૫ વધીને રૂ.૧૫૧૩.૩૫, ટોરન્ટ ફાર્મા રૂ.૨૩૬.૬૫ વધીને રૂ.૫૦૦૩.૨૫, મેટ્રોપોલિસ રૂ.૨૬.૦૫ વધીને રૂ.૫૭૩.૨૫, એમ્કયોર રૂ.૭૬.૮૫ વધીને રૂ.૧૮૬૦.૭૦, સુવેન રૂ.૧૨.૨૦ વધીને રૂ.૩૩૮.૮૦, વિન્ડલાસ રૂ.૨૬.૮૦ વધીને રૂ.૮૭૧.૬૦, ગુફિક બાયો રૂ.૧૧.૯૫ વધીને રૂ.૩૯૩.૫૫, મેનકાઈન્ડ રૂ.૭૪.૬૫ વધીને રૂ.૨૫૬૬.૧૦, હેસ્ટરબાયો રૂ.૭૨.૪૦ વધીને રૂ.૨૫૧૭.૫૫, બજાજ હેેલ્થકેર રૂ.૧૦.૮૫ વધીને રૂ.૩૮૪.૮૦, ન્યુલેન્ડ લેબ. રૂ.૫૧૯.૨૫ વધીને રૂ.૧૮,૯૪૨.૦૫, ફર્મેન્ટા રૂ.૧૧.૭૦ વધીને રૂ.૪૪૩.૨૦, થેમીસ મેડી રૂ.૨.૯૫ વધીને રૂ.૧૧૨.૯૫, પોલીમેડ રૂ.૪૧.૧૦ વધીને રૂ.૧૭૨૧.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૫૧.૭૫ પોઈન્ટ વધીને ૫૦૩૪૨.૦૭ બંધ રહ્યો હતો.
મેેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડે ફરી આકર્ષણ વધ્યું : લોઈડ મેટલ, જેએસડબલ્યુ, એપીએલ, નાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પાછલા દિવસોમાં મોટું ઓફલોડિંગ થયા બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓનું સતત વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. લોઈડ્સ મેટલ રૂ.૩૮.૭૫ વધીને રૂ.૧૯૦૫.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૨૫૭.૧૦, એપીએલ અપોલો રૂ.૨૦.૪૫ વધીને રૂ.૧૮૧૪.૧૫, નાલ્કો રૂ.૩.૩૫ વધીને રૂ.૩૪૨.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૩૫ વધીને રૂ.૧૦૩૩.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૧૮.૩૧ પોઈન્ટ વધીને ૪૦૪૩૬.૬૩ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ વધ્યામથાળેથી ઘટયા : ઓઈલ-ગેસ શેરોમાં ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ, ગેઈલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધ્યામથાળેથી ફરી ઘટી આવતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી નબળા જાહેર થતાં ફંડોએ વેચવાલી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૬.૫૫ વધીને રૂ.૪૫૨.૨૫, એચપીસીએલ રૂ.૫.૧૦ વધીને રૂ.૪૦૫.૪૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૮૦ વધીને રૂ.૧૭૩.૦૫, ઓએનજીસી રૂ.૨.૩૦ વધીને રૂ.૨૪૯.૫૫, અદાણી ટોટલ ગેસ રૂ.૬.૦૫ વધીને રૂ.૭૧૨.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૨.૨૧ પોઈન્ટ વધીને ૨૬૭૩૮.૯૨ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી છતાં વેેચવાલીનું વધતું દબાણ : ૨૧૬૪ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સિલેક્ટિવ ખરીદી સામે ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૬૪ અને વધનારની સંખ્યા ૨૧૨૦ રહી હતી.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ તેજી : જયોતી સીએનસી, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, સુઝલોન વધ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. જયોતી સીએનસી રૂ.૨૨ વધીને રૂ.૮૦૨.૮૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૮.૯૦ વધીને રૂ.૧૦૮૮.૫૫, સુઝલોન એનજીૅ રૂ.૧.૦૭ વધીને રૂ.૫૩.૦૮,, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૧૩ વધીને રૂ.૭૯.૨૩, એસ્ટ્રલ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૧૩૯૬.૨૦, જીવી વર્નોવા ટી એન્ડ ડી રૂ.૫૫.૯૦ વધીને રૂ.૪૪૪૩.૯૦, પાવર ઈન્ડિયા રૂ.૪૦૧.૩૫ વધીને રૂ.૩૨,૪૯૮.૯૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૩૮.૬૯ પોઈન્ટ વધીને ૭૮૩૬૦.૫૮ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : ક્રોમ્પ્ટન, ડિક્સન ટેકનોલોજી, બ્લુ સ્ટાર, હવેલ્સ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે પસંદગીની ખરીદી રહી હતી. ક્રોમ્પ્ટન રૂ.૫.૪૫ વધીને રૂ.૨૬૧.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૩૬ વધીને રૂ.૧૪,૫૮૭.૯૫, બ્લુ સ્ટાર રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૭૧૩.૪૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૩.૯૫ વધીને રૂ.૧૨૦૦.૫૦, વોલ્ટાસ રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૩૫૭.૧૦, અંબર એનન્ટરપ્રાઈસીઝ રૂ.૪૮.૩૫ વધીને રૂ.૭૮૫૦.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૦૮.૮૧ પોઈન્ટ વધીને ૬૩૬૯૨.૧૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : એક્સપ્લિઓ, નેલ્કો, આરપી ટેકનો, ઈમુદ્રા, રામકો સિસ્ટમમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. અમેરિકાના નાસ્દાક શેર બજારમાં નરમાઈના કારણે ફંડો નવી મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. એક્સપ્લિઓ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૮૨૦.૬૫, નેલ્કો રૂ.૨૩.૭૫ વધીને રૂ.૮૮૯.૪૫, આરપી ટેકનો રૂ.૧૮.૧૫ વધીને રૂ.૭૫૩.૮૦, ઈમુદ્રા રૂ.૧૧.૦૫ વધીને રૂ.૪૫૮.૨૦, રામકો સિસ્ટમ્સ રૂ.૧૭.૧૦ વધીને રૂ.૮૦૨.૯૫, લેટેન્ટ વ્યુ રૂ.૬.૨ ૫ વધીને રૂ.૩૧૦.૨૫ રહ્યા હતા. જ્યારે મેપમાય ઈન્ડિયા રૂ.૭૫.૮૦ ઘટીને રૂ.૧૦૯૫.૯૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૨૭૩.૪૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૯.૯૦ ઘટીને રૂ.૨૬૭.૫૫, હેક્ઝાવેર રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૫૫૪.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૯.૭૦ પોઈન્ટ ઘટીને ૨૮૧૪૬.૬૩ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૨૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૩૧૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૧૧૨૧.૦૪કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૩૧૨.૦૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૬૨ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ નરમાઈ સામે ફંડોની મેટલ, હેલ્થકેર, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદીના આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપત્તિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૮૨.૬૨ લાખ કરોડ પહોંચ્યું હતું.