ફોરેન ફંડોના સતત સેલિંગ પ્રેશર પાછળ સેન્સેક્સ ૨૪૩ પોઈન્ટ ઘટીને ૭૨૫૨૯
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્લોઝિંગ ઓક્શન સેશનમાં છેલ્લી ઘડીની ઉથલપાથલ : હેલ્થકેર શેરો આકર્ષણ : આઈટી, ઓટો, કન્ઝયુમર શેરો તૂટયા
નિફટી સ્પોટ ૬૪ પોઈન્ટ ઘટીને ૨૨૭૧૬ : રોકાણકારોની સંપતિમાં વધુ રૂ.૧.૮૬ લાખ કરોડનો ઘટાડો
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ મામલે મડાગાંઠ યથાવત રહેતાં ટેન્શન છતાં ઉકેલની અપેક્ષા અને ઈરાન હોર્મુઝ માર્ગ ખોલશે એવી અપેક્ષાએ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં બે થી અઢી ટકાનો ઘટાડો થવા છતાં વૈશ્વિક બજારોમાં એશિયા, અમેરિકી બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સતત ધોવાણ થયું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી આજે પણ જોવાઈ હતી. ક્લોઝિંગ ઓકશન સેશનમાં આજે ફરી છેલ્લી ઘડીની મોટી ઉથલપાથલ વચ્ચે કડાકો બોલાયો હતો. અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ધોવાણ પાછળ આજે આરંભથી જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી હતી. સેન્સેક્સ ૨૪૨.૬૫ પોઈન્ટ ઘટીને ૭૨૫૨૯.૦૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૪.૦૫ પોઈન્ટ ઘટીને ૨૨૭૧૬.૨૦ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૬૩૩ પોઈન્ટ તૂટયો
તહેવારોની સીઝનમાં આ વખતે મોંઘવારીના પરિબળ અને પેટ્રોલ, ડિઝલના ઊંચા ભાવ વધુ વધવાની ધારણાએ લોકોની વાહનોની ખરીદી ઓછી રહેવાના અંદાજોએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં મોટી વેચવાલી ચાલુ રહી હતી. હીરો મોટોકોર્પ રૂ.૨૪૩.૬૦ તૂટીને રૂ.૫૧૪૧.૪૦, બજાજ ઓટો રૂ.૧૯૦ ઘટીને રૂ.૧૦,૮૧૯, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૪૦ ઘટીને રૂ.૨૯૫૧ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૩૨.૯૩ પોઈન્ટ તૂટીને ૫૮૦૫૨.૨૫ બંધ રહ્યો હતો.
નાસ્દાક પાછળ આઈટી શેરોમાં ફંડો વેચવાલ
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે મોટું ધોવાણ થતાં આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. એફલે રૂ.૪૬ તૂટીને રૂ.૧૫૦૨.૦૫, કોફોર્જ રૂ.૫૨ તૂટીને રૂ.૧૭૨૧, વિપ્રો રૂ.૪.૭૦ ઘટીને રૂ.૧૫૭, સિએન્ટ રૂ.૨૮.૮૫ ઘટીને રૂ.૧૦૫૩.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૪૬.૭૩ પોઈન્ટ ઘટીને ૨૬૬૬૮.૪૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૯૭ પોઈન્ટ તૂટયો
વિશ્વ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાતા ફંડોની આજે ટાઈટન કંપનીના શેરમાં મોટી વેચવાલી થતાં અને અન્ય કન્ઝયુમર ડયુરબલ્સ શેરોમાં પણ ફંડોની વેચવાલી રહી હતી. વોલ્ટાસ રૂ.૩૨.૪૦ ઘટીને રૂ.૧૦૯૫, ટાઈટન કંપની રૂ.૧૩૧ તૂટીને રૂ.૪૬૮૪, ડિક્સન રૂ.૩૨૩ ઘટીને રૂ.૧૩,૩૧૨ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૯૬.૮૧ પોઈન્ટ તૂટીને ૫૯૪૫૩.૯૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો વેચવાલ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૮૫ તૂટીને રૂ.૮૮૫, યશ બેંક રૂ.૨૦.૮૬, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧ ઘટીને રૂ.૭૯.૫૯, ફેડરલ બેંક રૂ.૩.૫૫ ઘટીને રૂ.૩૨૦.૭૦, કેનેરા બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૧૯.૬૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૬૫ ઘટીને રૂ.૧૨૯૨.૬૦, એયુ બેંક રૂ.૨ ઘટીને રૂ.૯૯૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૯.૬૫ પોઈન્ટ ઘટીને ૬૧૩૦૫.૮૮ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી આજે બેથી અઢી ટકા ઘટી આવ્યા છતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૮૨.૧૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૦૫ ઘટીને રૂ.૪૬૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૧૧૮૪, ગેઈલ રૂ.૨ ઘટીને રૂ.૧૭૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૬૭.૯૩ પોઈન્ટ ઘટીને ૨૪૮૯૧.૪૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી થઈ હતી. એનજીલ ફાઈન રૂ.૧૪૫.૮૫ વધીને રૂ.૨૮૭૬.૨૫, આરપીજી લાઈફ રૂ.૧૩૭.૩૦ વધીને રૂ.૩૦૯૦.૧૦, મેનકાઈન્ડ રૂ.૧૦૫.૪૫ વધીને રૂ.૨૫૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૦.૫૩ પોઈન્ટ વધીને ૫૧૨૫૨.૮૮ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફરી ફંડોનું વધતું સેલિંગ
એફએમસીજી શેરોમાં ફરી ફંડોનું સેલિંગ પ્રેશર વધતું જોવાયું હતું. યુનાઈટેડ સ્પિરીટ રૂ.૪૬.૨૦ ઘટીને રૂ.૧૩૬૫, ઝાયડસ વેલનેસ રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૫૦૭.૧૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૪૪.૭૧ પોઈન્ટ ઘટીને ૧૬૯૬૫.૦૩ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડોની તેજી
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની પસંદગીની મોટી ખરીદી રહી હતી. એસ્સાર ગુ્રપ દ્વારા અમેરિકામાં ૧૫ અબજ ડોલર જેટલા રોકાણથી અમેરિકાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના અહેવાલે ફંડોની મેટલ શેરોમાં તેજી રહી હતી. ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ વધીને રૂ.૧૮૭.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૩૦ વધીને રૂ.૧૨૬૮.૩૦, હિન્દાલ્કો રૂ.૧.૬૦ વધીને રૂ.૯૫૮.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૪૯.૧૭ પોઈન્ટ વધીને ૪૧૦૨૫.૭૫ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૮૬ લાખ કરોડ ઘટી
ફંડોની શેરોમાં સતત વેચવાલીએ આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૭૨.૫૦ લાખ કરોડ રહ્યું હતું.




