સેન્સેક્સ 42064 નવો ઈતિહાસ રચી અંતે 13 પોઈન્ટ વધીને 41945
- નિફટી ૩ પોઈન્ટ ઘટીને ૧૨,૩૫૨ : ટેલીકોમ કંપનીઓથી બેંકોની એનપીએમાં વધારો થવાના જોખમે બેંકિંગ શેરોમાં ગાબડાં : FPIs/FIIની કેશમાં રૂ.૨૬૪ કરોડની ચોખ્ખી ંખરીદી, DIIની કેશમાં રૂ.૫૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી
- સુપ્રિમ કોર્ટે એજીઆર પરના ચૂકાદામાં સમીક્ષાનો ઈન્કાર કરતાં ટેલીકોમ, બેંકિંગ શેરોમાં ગાબડાં
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
સપ્તાહના અંતે આજે ઈન્ડેક્સ બેઝડ મોટી તેજીને વિરામ મળ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલના આકર્ષણ સામે સ્થાનિકમાં ગઈકાલે સુપ્રિમ કોર્ટ દ્વારા ટેલીકોમ કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર) પરના અગાઉના ચૂકાદામાં ફેરસમીક્ષા કરવાની માંગ કરતી ટેલીકોમ કંપનીઓની પીટીશનને ફગાવી દેવાતાં હવે વોડાફોન આઈડીયા દ્વારા સરકારને રૂ.૪૪,૦૦૦ કરોડ જેટલી રકમ ચૂકવવાની નીકળવાના અંદાજે આજે ટેલીકોમ શેરોમાં વોડાફોન સહિતમાં કડાકો બોલાઈ જવા સાથે બેંકોનું ટેલીકોમ કંપનીઓને ધિરાણ પણ ડૂબવાના સ્પષ્ટ સંકેતે બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના જોખમે બેંકિંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. ટેલીકોમ-બેંકિંગ શેરોમાં ધોવાણ સામે આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ સહિતના પ્રમુખ ફ્રન્ટલાઈન શેરોમાં તેજી કરતાં ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. અલબત ઈન્ડેક્સ બેઝડ મોટી તેજીને આજે વિરામ મળ્યો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરો સાથે એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને ઓઈલ-ગેસ શેરો, આઈટી, મેટલ-માઈનીંગ શેરોમાં પણ નરમાઈ જોવાઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૪ પૈસા વધીને રૂ.૭૧.૦૬ રહ્યો હતો. સેન્સેક્સ સાંકડી વધઘટના અંતે ૧૨.૮૧ પોઈન્ટ વધીને ૪૧,૯૪૫.૩૭ અને નિફટી સ્પોટ ૩.૧૫ પોઈન્ટ ઘટીને ૧૨,૩૫૨.૩૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ વધઘટમાં ઉપરમાં૪૨૦૬૩ નવો વિક્રમ બનાવી નીચામાં ૪૧,૮૫૦ સુધી આવી અંતે ૧૩ પોઈન્ટ વધીને ૪૧૯૪૫
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧,૯૩૨.૫૬ સામે ૪૧,૯૨૯.૦૨ મથાળે ખુલીને આરંભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલમાં લેવાલી સાથે સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, મારૂતી સુઝુકી, એચસીએલ ટેકનોલોજી, હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૪૨૦૬૩.૯૩ નવી ઊંચાઈનો વિક્રમ બનાવી પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં વેચવાલી થતાં અને ટાઈટન, આઈટીસી, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રોમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૪૧,૮૫૦.૨૯ સુધી આવી અંતે ૧૨.૮૧ પોઈન્ટ વદીને ૪૧,૯૪૫.૩૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ બે-તરફી વધઘટમાં ઉપરમાં ૧૨૩૮૫ અને નીચામાં ૧૨,૩૨૧ થઈ અંતે ૩ પોઈન્ટ ઘટીને ૧૨,૩૫૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨,૩૫૫.૫૦ સામે ૧૨,૩૨૮.૪૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ સહિતમાં તેજી સાથે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, મારૂતી સુઝુકી, ગ્રાસીમ, બજાજ ફિનસર્વસ, ઓએનજીસી, એચસીએલ ટેકનોલોજી, ઝી એન્ટરટેઈન્મેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, એક્સીસ બેંક સહિતમાં લેવાલીએ એક સમયે વધીે ૧૨૩૮૫.૪૫ સુધી પહોંચ્યો હતો. જે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં વેચવાલીએ અને ભારતી ઈન્ફ્રાટેલ, લાર્સન, કોલ ઈન્ડિયા, આઈશર મોટર્સ, ટીસીએસ, વેદાન્તા, જેએસડબલ્યુ સ્ટીલ, બીપીસીએલ, આઈઓસી સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨,૩૨૧.૪૦ સુધી આવી અંતે ૩.૧૫ પોઈન્ટ ઘટીને ૧૨,૩૫૨.૩૫ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૪૦૦નો કોલ વધીને ૫૮.૯૦ થઈ ઘટીને ૪૧ : નિફટી ૧૨,૩૦૦નો પુટ ૪૧.૬૫ થી ઘટીને ૩૮.૨૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ સાંકડી વધઘટના અંતે તેજીનો વેપાર આંશિક હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૨,૪૦૦નો કોલ ૩,૬૧,૭૦૫ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૭૬૧.૫૩ કરોડના કામકાજે ૪૫.૧૫ સામે ૩૯.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૮.૯૦ થઈ ઘટીને ૨૮.૪૫ સુધી આવી અંતે ૪૧ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો પુટ ૩,૧૫,૮૪૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૯,૨૩૭.૨૬ કરોડના કામકાજે ૪૧.૬૫ સામે ૫૦ મથાળે ખુલીને નીચામાં ૩૧ થઈ વધીને ૫૯.૫૦ સુધી પહોંચી અંતે ૩૮.૨૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૫૦નો કોલ ૨,૦૩,૯૯૭ કોન્ટ્રેકટસમાં રૂ.૧૮,૯૯૯.૮૮ કરોડના કામકાજે ૬૭.૩૦ સામે ૪૯.૪૦ મથાળે ખુલીને નીચામાં ૪૭.૯૫ થઈ વધીને ૮૪.૯૦ સુધી પહોંચી અંતે ૬૪.૯૫ રહ્યો હતો.
બેંક નિફટી ફયુચર ૩૧,૯૩૫ થી તૂટીને ૩૧,૬૯૫ : નિફટી જાન્યુઆરી ફયુચર ૧૨,૩૪૫ થી વધીને ૧૨,૩૭૭
બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૧,૪૬,૩૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૮૭.૩૭ કરોડના કામકાજે ૩૧,૯૩૫.૭૦ સામે ૩૧,૬૬૦.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૧,૮૭૪.૩૦ થઈ ઘટીને ૩૧,૫૪૦ સુધી આવી અંતે ૩૧,૬૯૫ રહ્યો હતો. નિફટી જાન્યુઆરી ફયુચર ૮૦,૦૦૯ કોન્ટ્રેકટસમાં રૂ.૭૪૨૭.૮૨ કરોડના કામકાજે ૧૨,૩૭૪.૩૫ સામે ૧૨,૩૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૪૦૭.૫૦ સુધી જઈ નીચામાં ૧૨,૩૩૫ સુધી આવી અંતે ૧૨,૩૭૭.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૫૦૦નો કોલ ૧,૮૯,૨૯૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૭૬૯.૮૮ કરોડના કામકાજે ૧૭.૧૫ સામે ૧૨.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૩.૧૫ થઈ ઘટીને ૧૦.૨૫ સુધી આવી અંતે ૧૪ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો પુટ ૧,૪૪,૪૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૨૩૫.૭૩ કરોડના કામકાજે ૧૭.૯૫ સામે ૧૮.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૭.૯૦ થઈ ઘટીને ૧૩.૪૫ સુધી આવી અંતે ૧૬.૨૦ રહ્યો હતો.
રિલાયન્સ પરિણામ પૂર્વે રૂ.૪૩ ઉછળીને રૂ.૧૫૮૦ : ભારતી એરટેલ રૂ.૨૬ વધીને રૂ.૫૦૦ : વોડાફોન ૨૫ ટકા તૂટયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સાંજે ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે કંપનીની પ્રોત્સાહક કામગીરીની અપેક્ષાએ અને ટેલીકોમ કંપનીઓની એઆરયુ ચૂકવણી મામલે ચૂકાદામાં રીવ્યુ પીટીશનને સુપ્રિમ કોર્ટે ફગાવતાં અન્ય ટેલીકોમ કંપનીઓને ફટકો પડવાના સ્પષ્ટ સંકેતે અને એડવાન્ટેજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરમાં લેવાલીએ રૂ.૪૨.૯૫ ઉછળીને રૂ.૧૫૮૦.૬૫ રહ્યો હતો. ભારતી એરટેલમાં પણ ફંડોની નેગેટીવ સમાચાર છતાં લેવાલીએ રૂ.૨૫.૯૫ વધીને રૂ.૫૦૦ રહ્યો હતો. જ્યારે વોડાફોન આઈડીયા રૂ.૧.૫૨ તૂટીને રૂ.૪.૫૧, ઈન્ફ્રાટેલ રૂ.૨૪.૫૫ તૂટીને રૂ.૨૧૮.૩૦ રહ્યા હતા.
ટેલીકોમ ઓપટેરોની પીટીશન સુપ્રિમે ફગાવતાં બેંકોની એનપીએ વધવાના જોખમે ખાનગી સરકારી બેંક શેરો તૂટયા
ટેલીકોમ ઓપરેટરો પાસેથી એઆરયુ પેટે રૂ.૯૭૦૦૦ કરોડ જેટલી રકમ વસુલવાના અને સરકારને આ રકમ ચૂકવવાના સુપ્રિમ કોર્ટના અગાઉના આદેશ-ચૂકાદામાં ટેલીકોમ કંપનીઓની આ ચૂકાદામાં રીવ્યુની માંગ કરતી અપીલ-પીટીશનને સુપ્રિમ કોર્ટે ફગાવતા આ કંપનીઓએ સરકારને આ જંગી રકમ ચૂકવવાની ફરજ પડવાના સ્પષ્ટ સંકેત સાથે ટેલીકોમ કંપનીઓ બેંકોની લોન ચૂકવણીમાં ડિફોલ્ટ થવાના અને બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના જોખમે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ગાબડાં પડયા હતા. ઈન્ડસઈન્ડ બેંક નબળી કામગીરીએ સતત વેચવાલીએ રૂ.૩૪.૧૫ ઘટીને રૂ.૧૩૫૨.૫૫ રહ્યો હતો. યશ બેંક રૂ.૩૯.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૨૫ ઘટીને રૂ.૩૧૮, ફેડરલ બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૯૧.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૧૦ ઘટીને રૂ.૫૩૦.૯૦, એચડીએફસી બેંક રૂ.૯.૭૫ ઘટીને રૂ.૧૨૭૭.૮૫, આરબીએલ બેંક રૂ.૨.૪૫ ઘટીને રૂ.૩૪૩.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૬૯૮.૬૫, દૌલત રૂ.૩.૩૦ ઘટીને રૂ.૫૪.૩૦, કર્ણાટક બેંક રૂ.૩.૬૦ ઘટીને રૂ.૭૪.૮૫, બિરલા મની રૂ..૧.૪૫ ઘટીને રૂ.૩૭.૧૦, જે એન્ડ કે બેંક રૂ.૧.૦૫ ઘટીને રૂ.૨૯.૯૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૪૫ ઘટીને રૂ.૪૩.૫૫, એચડીએફસી લિમિટેડ રૂ.૩૦.૫૦ ઘટીને રૂ.૨૪૫૧.૭૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૭૭૯.૩૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૪૬૪.૮૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૮૩૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૦૩.૬૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : મધરસન, કયુમિન્સ, આઈશર, ટીવીએસ, અમરરાજા ઘટયા : બોશ, એમઆરએફ, મારૂતી વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. મધરસન સુમી રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૩૯.૯૦. કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૫૭૮.૯૫, આઈશર મોટર્સ રૂ.૨૫૭.૮૫ ઘટીને રૂ.૨૧,૨૮૫.૦૫, ટીવીએસ મોટર રૂ.૩.૮૦ ઘટીને રૂ.૪૮૪.૮૦, અમરરાજા બેટરીઝ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૭૮૦.૩૫ રહ્યા હતા. જ્યારે બોશ રૂ.૫૫૫.૫૫ વધીને રૂ.૧૫,૩૮૮.૨૫, એમઆરએફ રૂ.૨૩૨૮.૨૫ વધીને રૂ.૬૯,૩૮૦.૫૦, અપોલો ટાયર રૂ.૪.૧૦ વધીને રૂ.૧૭૯.૯૫, મારૂતી સુઝુકી રૂ.૫૯.૬૫ વધીને રૂ.૭૫૨૪.૫૫, એકસાઈડ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૯૬.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૧૪.૯૫ વધીને રૂ.૨૪૪૮.૨૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં નેસ્લે ઈન્ડિયામાં અવિરત તેજી : ઈઆઈડી પેરી, ઉત્તમ સુગર, ધામપુર સુગર ઘટયા
એફએમસીજી-સુગર શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ઈઆઈડી પેરી રૂ.૮.૬૫ ઘટીને રૂ.૨૨૮, ઉત્તમ સુગર રૂ.૪.૩૦ ઘટીને રૂ.૧૨૨.૩૦, અવન્તિ રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૧૫૫.૪૦, ટાટા કોફી રૂ.૨.૭૦ ઘટીને રૂ.૯૯.૩૫, દાલમિયા સુગર રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૨૭.૬૦, ધામપુર સુગર રૂ.૪.૯૦ ઘટીને રૂ.૨૩૫.૯૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૮૧.૮૫, ટાટા ગ્લોબલ બિવરેજીસ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૩૮૦.૩૦, બ્રિટાનીયા રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૩૧૨૯.૯૦, ગોદરેજ એગ્રો રૂ.૩.૩૦ ઘટીને રૂ.૫૬૪.૭૦ રહ્યા હતા. અલબત નેસ્લે ઈન્ડિયામાં સતત ફંડોની લેવાલીએ રૂ.૮૭.૭૫ વધીને રૂ.૧૫,૪૩૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૧.૩૫ વધીને રૂ.૨૦૫૯.૨૦, પરાગ મિલ્ક રૂ.૬.૫૫ વધીને રૂ.૧૫૯.૫૫, એટીએફએલ રૂ.૪.૩૫ વધીને રૂ.૭૦૮.૦૫, દાવત રૂ.૨.૩૫ વધીને રૂ.૨૭.૧૦, અવધ સુગર રૂ.૮.૮૫ વધીને રૂ.૩૪૬.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત પસંદગીનું આકર્ષણ : ૧૩૨૫ શેરો પોઝિટીવ બંધ : ૨૨૬ શેરોમાં ઓનલી બાયરની સર્કિટ
સેન્સેક્સ-નિફટી બેઝડ ફરી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં દિગ્ગજો, ફંડો, ખેલંદાઓની આજે શેરોમાં લેવાલી સતત જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૨૫ અને ઘટનારની સંખ્યા ૧૨૧૯ રહી હતી. ૨૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૬૪ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૫૦૦ કરોડની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૨૬૪.૨૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૬૦૯.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૩૪૫.૩૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૦૦.૧૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૬૧૫.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧૧૫.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.