દશેરા-દિવાળી પહેલા સોનાચાંદીની આયાત ડયૂટીમાં ઘટાડો જાહેર થવા વકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચી આયાત ડયૂટી છતાં પણ દેશમાં કિંમતી ધાતુની માંગ જળવાઈ રહી હોવાનો દાવો
મુંબઈ : સોનાચાંદી પર આયાત ડયૂટીમાં વધારો કરાયા બાદ દેશમાં કિંમતી ધાતુની દાણચોરીમાં કથિત વધારાને ધ્યાનમાં રાખી આગામી દશેરા - દિવાળીના તહેવાર પહેલા સરકાર આયાત ડયૂટીમાં ઘટાડો કરવા વિચારી રહી હોવાનું જેમ્સ એન્ડ જ્વેેલરી કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
ઊંચી આયાત ડયૂટીને કારણે દેશમાં સોનાચાંદીની દાણચોરી વધી ગઈ છે જે માગમાં ઘટાડો થયો નહીં હોવાનું સૂચવે છે. ઊંચી આયાત ડયૂટી ચાલુ રહેશે તો આગામી તહેવારોની મોસમમાં દાણચોરી વધી જવાની શકયતા નકારાતી નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર આયાત ડયૂટીમાં ઘટાડો કરવા બાબત વિચારી શકે છે. સરકારી સ્તરે લાંબા સમયથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યુ હતું.વર્તમાન વર્ષના મેમા ંસરકારે સોનાચાંદી પરની આયાત ડયૂટી ૬ ટકા પરથી બમણાથી પણ વધુ વધારી ૧૫ ટકા કરી હતી. દેશના ફોરકસ રિઝર્વ પરના દબાણને હળવું કરવાના હેતુ સાથે આ વધારો આવી પડયો હતો.
વિશ્વમાં ચીન બાદ ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છે. દેશની સોનાની વાર્ષિક આયાત ૭૫૦થી ૯૦૦ ટન જેટલી રહે છે. નાણાં વર્ષ ૨૦૨૬માં સોનાની આયાતમાં ૨૪ ટકા વધારો થઈને ૭૧.૯૦ અબજ ડોલર રહી હતી. જો કે વોલ્યુમની દ્રષ્ટિએ આયાત ઘટી ૭૨૧ ટન રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવને કારણે સોનાનું આયાત બિલ ઊંચુ રહ્યું હતું.
આયાત ડયૂટીમાં વધારો કરાયા બાદ કિંમતી ધાતુની દાણચોરીમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
૧લી એપ્રિલથી ૧૨મી મેની સરખામણીએ દાણચોરીની ચાંદીની જપ્તિ ૧૩મી મેથી ૩૦ જૂનની વચ્ચે ૧૦ ગણાથી પણ વધુ રહી હોવાનું તાજેતરમાં સરકાર દ્વારા જણાવાયુ હતું. આજ ગાળામાં સોનાની જપ્તિમાં ૧૮૫ ટકા વધારો થયો હતો.
૧૩મી મેથી ૩૦ જૂનના રોજ કિંમતી ધાતુની દાણચોરીના ૨૮૭ કેસો દાખલ કરાયા હતા. જેમાં જપ્તે કરાયેલા સોનાની માત્રા ૧૬૦ ટન જેટલી હતી. ૧લી એપ્રિલથી ૧૨મી મેના ગાળામાં ૮૬.૧૬ ટન સોનુ જપ્ત કરાયું હતું અને કેસોની સંખ્યા ૧૬૫ રહી હતી. ચાંદીના કિસ્સામાં ૧લી એપ્રિલથી ૧૨મી મે દરમિયાન સાત કેસોમાં ૪૯.૫૩ ટન ચાંદી જપ્ત કરાઈ હતી પરંતુ ત્યાર બાદ ૧૩ મીમેથી ૩૦ જૂન સુધીમાં ૧૬ કેસોમાં ૫૩૫.૯૫ ટન ચાંદી પકડી પાડવામાં આવી હતી.




