ડોલર સામે રૂપિયાને ટેકો આપવા RBIએ 5 અબજ ડોલર વેચ્યા! રિપોર્ટમાં દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI Sells $5 Billion to Support Rupee : ડોલર સામે સતત નબળા થઈ રહેલા રૂપિયાને ટકાવી રાખવા માટે ભારતની રિઝર્વ બેન્કે 5 અબજ અમેરિકન ડોલર વેચી નાંખ્યા. બ્લૂમબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RBI દ્વારા આ ખર્ચો આ મહિનામાં જ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી RBI દ્વારા આ મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે છઠ્ઠી ઓગસ્ટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફની જાહેરાત કરી હતી. જે બાદ ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 87.89 પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો હતો. એવામાં જો રૂપિયો હજુ નબળો પડે તો આયાત મોંઘી થવાના એંધાણ હતા. જેના કારણે આર્થિક સુધાર પર પણ અસર પડે તેમ હતી. 2025ની શરૂઆતથી અત્યાર સુધી રૂપિયો બે ટકા નબળો થયો. ભારતીય રૂપિયો એશિયાની સૌથી ખરાબ દેખાવ કરતી કરન્સીઓમાંથી એક છે.
આજની વાત કરીએ તો અમેરિકન ડોલરના મુકાબલે ભારતીયો રૂપિયો આઠ પૈસાની મજબૂતી સાથે 87.50 પર પહોંચ્યો છે. મોટા ભાગના રોકાણકારો અમેરિકા અને રશિયાની આગામી બેઠકની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 87.25થી 87.80 વચ્ચે રહેવાની આશા છે.








