મુંબઈ : આજે રજૂ થયેલા બજેટમાં સાત નવા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત સહિત અન્ય પ્રસ્તાવોની રજૂઆત કરાઈ હોવા છતાં આજે રેલવે તંત્ર સાથે સંકળાયેલ કંપનીઓના શેરોમાં નોંધપાત્ર ગાબડા નોંધાયા હતા.
બજેટમાં નાણાંમંત્રીએ સાત નવા હાઈસ્પીડ રેલ કોરિડોર તેમજ નવા ફેઈટ કોરિડોર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જાહેર મૂડી ખર્ચામાં વધારો થવાના સંકેત આપ્યા હતા. આ સિવાય આ ક્ષેત્ર માટે અન્ય કોઈ ખોટી જાહેરાત કરાઈ ન હતી. જેની આ રેલવે સાથે સંકળાયેલ કંપનીઓના શેર પર પ્રતિકુળ અસર થવા પામી હતી.
આપ બજેટમાં ખાસ કોઈ જાહેરાત ન થતા આજે રેલવે શેરોમાં મોટાપાયે વેચવાલીનું દબાણ આવતા તેમાં બે ટકાથી લઈ ૬ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા. આજે એકમાત્ર કન્ટેનર કોર્પોરેશનની શેરમાં નજીવો સુધારો નોંધાયો હતો.
આજે રેલટેલ, ઈ.રેલવે ફાઈ., ઈરકોન ઈન્ટરનેશનલ, બીઈએમએલ કંપનીના શેરમાં ૬ ટકાના ગાબડા નોંધાયા હતા.
જ્યારે રેલ વિકાસ નિગમમાં ૫ ટીટાગઢ રેલમાં ૪, અને આઈઆરસીટીસી તથા ટેકસ પાકોના શેર બે ટકા તૂટયા હતા.
રેલવે ક્ષેત્રની કંપનીઓના શેરોનો દેખાવ
|
કંપની |
વધઘટ (ટકામાં) |
બંધ ભાવ (રૃ.) |
|
ઈ.રેલવે ફાઈ. |
- ૬.૬૦ |
૧૧૩.૫૫ |
|
ઈરકોન |
-૬.૨૮ |
૧૫૩.૬૦ |
|
રેલટેલ કોર્પો. |
-૬.૧૧ |
૩૩૨.૧૫ |
|
BEML |
-૫૯૪ |
૧૬૮૮.૩૫ |
|
રેલવિકાસ નિગમ |
-૫.૦૧ |
૩૨૬.૦૫ |
|
ટીટાગઢ રેલ |
-૪.૨૫ |
૭૮૬.૨૦ |
|
IRCTC |
-૨.૭૪ |
૬૦૫.૯૫ |
|
ટેક્સપાકો |
-૨.૦૬ |
૯૪.૯૦ |
|
કન્ટેનર
કોર્પો. |
+૦.૭૩ |
૫૦૫.૯૦ |


