Q1 પરિણામો, કંપનીઓએ આવક અને નફામાં બે અંકમાં વૃદ્ધિ નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે પણ પ્રોત્સાહક કામગીરી
બેંકિંગ, તેલ અને ગેસ, ખાણકામ અને ધાતુ ક્ષેત્રની કંપનીઓના મજબૂત પ્રદર્શનને કારણે નફા અને આવકમાં વૃદ્ધિ
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના કંપનીઓના અત્યારસુધી જાહેર થયેલા પરિણામોમાં યુદ્ધ વચ્ચે પણ દેશની કંપનીઓની કામગીરી પ્રોત્સાહક રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત પરિણામો પર નજર નાખતા જણાય છે કે કંપનીઓએ એડજસ્ટેડ નેટ પ્રોફિટ તથા રેવેન્યુમાં દ્વીઅંકી વૃદ્ધિ હાંસલ કરી છે. બેન્ક, આઈટી, મેટલ્સ તથા માઈનિંગ ક્ષેત્રની કામગીરી સારી રહી હોવાનું જણાય છે.
૧૫૫ કંપનીઓના પરિણામોમાં આ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૧૯.૪૦ ટકા વધ્યો છે જે છેલ્લા ૧૧ ત્રિમાસિકમાં સૌથી વધુ છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એડજસ્ટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધારો જોવા મળ્યો હતો. ગત નાણાં વર્ષના માર્ચ ત્રિમાસિકમાં આંક ૬.૮૦ ટકા રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં સદર કંપનીઓનો સંયુકત એડજસ્ટેડ નેટ પ્રોફિટ વધી રૂપિયા ૧.૩૦ ટ્રિલિયન રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા ૧.૦૯ ટ્રિલિયન અને ગત નાણાં વર્ષના માર્ચ ત્રિમાસિકમાં રૂપિયા ૧.૨૧ ટ્રિલિયન રહ્યો હતો.
સંયુકત નેટ વેચાણ પણ વાર્ષિક ધોરણે ૧૭.૬૦ ટકા વધી ૧૪ ત્રિમાસિક ગાળાનું સૌથી મજબૂત રહ્યું છે. કેટલીક બેન્કો તથા ફાઈનાન્સ કંપનીઓએ મજબૂત આંકડા પ્રસ્તુત કર્યા છે જેને પરિણામે એકંદર નેટ પ્રોફિટમાં પ્રોત્સાહક વધારો થયો છે. પ્રારંભમાં પ્રોત્સાહક પરિણામોને જોતા પરિણામની મોસમના અંતે નિફટી૫૦ કંપનીના એકંદર નેટ પ્રોફિટમાં દ્વીઅંકી વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કંપનીઓ ખાસ કરીને ફાઈનાન્સિઅલ, કેપિટલ ગુડસ તથા મેટલ્સની કામગીરી સુંદર જણાઈ રહી છે. ફેબુ્રઆરીના અંતે શરૂ થયેલા પશ્ચિમ એશિયા યુદ્ધને પગલે કાચા માલના ભાવ, ક્રુડ તેલની કિંમતમાં વધારા તથા રૂપિયામાં નબળાઈ વચ્ચે પણ દેશની કંપનીઓની કામગીરી સ્થિતિસ્થાપક જોવા મળી છે જે દેશનું અર્થતંત્ર ઊભરતા દેશોમાં મજબૂત હોવાના સંકેત આપે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ડોલર સામે રૂપિયામાં નબળાઈને કારણે આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓએ પણ સારો દેખાવ કર્યો છે.









