Business

ખર્ચ વધતાં પ્રથમ અર્ધવાર્ષિકમાં ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: 2026ના પ્રથમ છ માસિક ગાળામાં ભારતમાં સ્માર્ટફોન સરેરાશ કિંમતો 16% વધી છે. ઉત્પાદકોએ મેમરી અને અન્ય પાર્ટ્સના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. રૂ. 10,000થી ઓછા ભાવના ફોનમાં 32%નો તીવ્ર ભાવવધારો જોવા મળ્યો છે, જેના કારણે શિપમેન્ટમાં 65%નો ઘટાડો નોંધાયો. જોકે, રૂ. 20,000થી વધુ કિંમતના ફોનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખર્ચ વધતાં પ્રથમ અર્ધવાર્ષિકમાં ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો

કિંમતો પ્રત્યે સંવેદનશીલ એવા બજેટ (લો-એન્ડ) સેગમેન્ટને આ વધારાનો સૌથી મોટો ફટકો પડયો
અમદાવાદ : વર્ષ ૨૦૨૬ ના પ્રથમ આૃર્ધવાર્ષિક ગાળામાં ભારતમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમતોમાં ૧૬% નો વધારો નોંધાયો છે, કારણ કે ઉત્પાદકોએ મેમરી તેમજ અન્ય પાર્ટ્સના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો છે. જોકે, ભાવવધારાના આ વ્યાપક પ્રવાહથી વિપરીત વલણ અપનાવનારી કેટલીક ગણતરીની બ્રાન્ડ્સે પોતાના ભાવવધારાને ૮% સુધી જ મર્યાદિત રાખ્યો છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત વાૃધીને રેકોર્ડ ૩૧૮ ડોલર પર પહોંચી ગઈ છે. કિંમતો પ્રત્યે સંવેદનશીલ એવા બજેટ (લો-એન્ડ) સેગમેન્ટને આ વાૃધારાનો સૌથી મોટો ફટકો પડયો છે.
રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતના ફોનમાં અંદાજે ૩૨%નો સૌથી તીવ્ર ભાવવધારો જોવા મળ્યો હતો, કારણ કે આવા ઉપકરણોમાં મેમરીનો ખર્ચ પ્રમાણમાં વધારે હિસ્સો ાૃધરાવે છે. ૨૦૨૬ના પ્રથમ આૃર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતના સ્માર્ટફોનનાં શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે ૬૫%નો મોટો ઘટાડો નોંાૃધાયો હતો. આ દરમિયાન રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧૫,૦૦૦ ના સેગમેન્ટમાં પણ ૨૦%નો ઘટાડો થયો છે. જોકે, ઊંચી લોન્ચિંગ કિંમતો, ટ્રેડ-ઇન ઑફર્સ અને નો-કોસ્ટ ઈએમઆઈના જોરે રૂ. ૨૦,૦૦૦ થી વાૃધુ કિંમતના ફોનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે.
કાઉન્ટરપોઈન્ટે જણાવ્યું હતું કે, તેમનો સૌથી મોટો સિંગલ પ્રાઈસ હાઈક (એકસાથે ભાવવાૃધારો) ૧૨% રહ્યો હતો, જે સમગ્ર ઉદ્યોગના ૧૧૩%ની સરખામણીએ ઘણો ઓછો છે, એટલે કે આ તફાવત માત્ર સરેરાશમાં જ નહીં પરંતુ ચરમસીમા પર પણ જોવા મળ્યો હતો. ઉપરાંત, ઓછા ભાવવાૃધારાથી તેમના ગ્રોથ (વિકાસ) ને પણ કોઈ નુકસાન થયું નથી.