Business

જૂન ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટમાં PE અને M&A સોદા ત્રણ ગણા વધ્યા

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 2.3 અબજ ડોલરના 39 સોદા થયા હતા, જે અગાઉના ક્વાર્ટર કરતા ત્રણ ગણા વધુ છે. આમાંથી ખાનગી ઇક્વિટી (PE)નો સૌથી મોટો ફાળો રહ્યો, જે કુલ ડીલ વેલ્યુનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે. જાહેર માર્કેટ એક્ટિવિટી પણ મજબૂત જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂન ક્વાર્ટરમાં રિયલ એસ્ટેટમાં PE અને M&A સોદા ત્રણ ગણા વધ્યા

સૂચિત સમયમાં ૩૯ સોદાઓમાં ખાનગી ઇક્વિટી (પીઈ)નો સૌથી મોટો ફાળો રહ્યો
અમદાવાદ : ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ૨.૩ અબજ ડોલરના મૂલ્યના ૩૯ સોદા થયા, જે અગાઉના ક્વાર્ટર કરતા લગભગ ત્રણ ગણા વાૃધારે છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયાના રિયલ એસ્ટેટ સેક્ટર પરના ત્રિમાસિક રિપોર્ટ મુજબ, જૂન ક્વાર્ટરમાં ૩૯ સોદાઓમાં ખાનગી ઇક્વિટી (પીઈ)નો સૌથી મોટો ફાળો રહ્યો હતો, જે કુલ ડીલ વેલ્યુનો લગભગ અડાૃધા હિસ્સો ાૃધરાવે છે.
જાહેર માર્કેટ એક્ટિવિટી પણ મજબૂત હતી. રિપોર્ટ મુજબ, એપ્રિલ-જૂન દરમિયાન મર્જર અને એક્વિઝિશન (એમ એન્ડ એ) સેગમેન્ટમાં ૩૬.૭ કરોડ ડોલરના મૂલ્યના ૨૨ સોદા થયા, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૩૩.૫ કરોડ ડોલરથી ૧૦ ટકા વાૃધુ છે.
પીઈ અને વેન્ચર કેપિટલ સેક્ટરમાં ૧૧.૫૭ કરોડ ડોલરના મૂલ્યના ૧૩ સોદા થયા, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૪૫.૮ કરોડ ડોલર કરતા નોંાૃધપાત્ર રીતે વાૃધુ છે. વાૃધુમાં, જૂન ક્વાર્ટરમાં બે આઈપીઓ અને બે ક્યુઆઈપી પ્લેસમેન્ટ દ્વારા કુલ ૭૮.૨ કરોડ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં આઈપીઓ દ્વારા ૩૮.૧ કરોડ ડોલર અને ક્યુઆઈપી દ્વારા ૪૦.૧ કરોડ ડોલરનો સમાવેશ થાય છે.
બૈગમાને પ્રાઇમ ઓફિસ્સ રિટ્સે ૩૫.૫ કરોડ ડોલરના ઇશ્યૂ સાથે આઈઓઈઓ એક્ટિવિટીનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ અને બૈગમાને પ્રાઇમ ઓફિસ્સ રિટ્સે ક્યુઆઈપી દ્વારા ભંડોળ ઊભું કરવામાં ફાળો આપ્યો હતો. ક્વાર્ટરનો સૌથી મોટો સોદો રેડિયલ આઈટી પાર્ક લિમિટેડમાં માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ રિટ્સ અને ૩૬૦ વન અલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ૩૨.૩ કરોડ ડોલરના સંયુક્ત રોકાણનો હતો.