Business

સોના-ચાંદીના ભાવ આસમાનથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદીમાં ₹24,000નો કડાકો

By GS TEAM
30 Jan 20262 mins read
TukuTouch Logo
સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી (Profit taking) અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીના ભાવ આસમાનથી નીચે પટકાયા, એક જ દિવસમાં ચાંદીમાં ₹24,000નો કડાકો

Silver and Gold Price News : સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી (Profit taking) અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે.

સોનાના ભાવની સ્થિતિ 

સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,83,962.00

નવો ઓપન ભાવ (Open): ₹1,80,499.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,78,326.00 (આશરે 3.06%નો ઘટાડો)

આજનો કુલ કડાકો: સોનાના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં ₹8862 પ્રતિ 10 ગ્રામનો જંગી ઘટાડો થયો છે. જોકે પછીથી થોડીક રિકવરી આવતાં સોનું સમાચાર લખવા સુધીમાં 178326 સધી ટ્રેડ થઈ રહ્યો હતો. 

ચાંદીના ભાવની સ્થિતિ 

ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹3,99,893.00

નવો ઓપન ભાવ (Open): ₹3,83,898.00

વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹3,79,831.00 (આશરે 5.02%નો ઘટાડો)

આજનો કુલ કડાકો: ચાંદીના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ એક જ દિવસમાં ₹23993 પ્રતિ કિલોનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાતા ચાંદી 379831 પર ટ્રેડ થઈ રહી હતી. 

કડાકાનું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે, સોનું અને ચાંદી તાજેતરમાં રૅકોર્ડ હાઇ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરુ કર્યું છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલર મજબૂત થતાં વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જોકે, લાંબા ગાળા માટે ભૌગોલિક-રાજકીય તણાવને કારણે હજુ પણ સેન્ટિમેન્ટ મિશ્ર જોવા મળી રહ્યું છે.