જૂનમાં ઈ-વે બિલની સંખ્યા ૧૪ ટકાથી વધુ વધી ૧૩.૬૮ કરોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત છઠ્ઠા મહિને ઈ-વે બિલ જનરેટ થવાનો આંક ૧૩ કરોડ કરતા વધુ
મુંબઈ : સમાપ્ત થયેલા દેશમાં ઈ-વે બિલ જનરેશનમાં વાર્ષિક ધોરણે ૧૪.૫૦ ટકા વધારો થઈને ૧૩.૬૮ કરોડ રહ્યા છે. જૂનમાં ૧૪.૫૦ ટકાનો વધારો વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ સૌથી ઊંચો છે. ફેબુ્રઆરીમાં ઈ-વે બિલ જનરેશનમાં વાર્ષિક ધોરણે ૧૮.૮૦ ટકા વધારો થયો હતો એમ પ્રાપ્ત ડેટા જણાવે છે.
કેટલાક હાઈ ફ્રીકવન્સી આર્થિક ઈન્ડીકેટર્સમાં નબળાઈ છતાં દેશમાં માલસામાનની હેરફેર સ્થિતિસ્થાપક રહી હોવાનું ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા પરથી કહી શકાય એમ છે.
વર્તમાન વર્ષના મેમાં ૧૩.૬૧ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. મેમાં વૃદ્ધિનો દર ૧૦.૯૦ ટકા રહ્યો હતો.
ઈ-વે બિલની સંખ્યા દેશમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં માલસામાનની હેરફેર તંદૂરસ્ત રહી હોવાનું સૂચવે છે.
નવેમ્બર ૨૦૨૫માં ઈ-વે બિલ જનરેશનમાં ૨૭.૬૦ ટકા જોરદાર વધારો થયા બાદ તેનો વૃદ્ધિ દર મંદ પડયો છે. જો કે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જીએસટીમાં ઘટાડા ઉપરાંત દિવાળી-દશેરાના તહેવારને કારણે નવેમ્બરમાં ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવા પામી હોવાનું માનવામાં આવે છે.
જૂનમાં સતત છઠ્ઠા મહિને ઈ-વે બિલની સંખ્યા ૧૩ કરોડની ઉપર ટકી રહી છે, જે ઘરઆંગણે વેપાર તથા લોજિસ્ટિક પ્રવૃત્તિ ઊંચી રહી હોવાના સંકેત આપે છે.









