Business

જુલાઈમાં ૨૩.૬૬ અબજ સાથે યુપીઆઈ વ્યવહારનો નવો વિક્રમ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં UPI વ્યવહારોએ જુલાઈમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર, કુલ 23.66 અબજ વ્યવહારો દ્વારા ₹29.88 ટ્રિલિયનની ચૂકવણી થઈ. આ વૃદ્ધિ મેટ્રો સિવાયના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ UPIના વધતા ઉપયોગને દર્શાવે છે. વિશ્વના 12 દેશોએ આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા અપનાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુલાઈમાં ૨૩.૬૬ અબજ સાથે  યુપીઆઈ  વ્યવહારનો નવો વિક્રમ

એકંદર રૂ.૨૯.૮૮ ટ્રિલિયનના વ્યવહાર પાર પડયા
મુંબઈ : યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત વ્યવહાર વોલ્યુમ જુલાઈમાં ૨૩.૬૬ અબજ સાથે વિક્રમી સપાટીએ રહ્યું છે. ૨૩.૬૬ અબજ વ્યવહાર મારફત એકંદરે રૂપિયા ૨૯.૮૮ ટ્રિલિયનની ચૂકવણી પાર પડી હતી એમ નેશનલ પેમેન્ટસ કોર્પોેરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જણાવાયું હતું.
જૂનની સરખામણીએ વ્યવહારના વોલ્યુમમાં ૪.૧૦ ટકા અને મૂલ્યમાં ૩.૩૦ ટકા વધારો થયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ વોલ્યુમમાં ૨૨ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ટ્રાન્ઝકશનમાં ૧૯ ટકા વધારો થયો છે.
જુલાઈમાં કોઈ વ્યવહાર કે ખાસ પ્રસંગ ન હોવા છતાં યુપીઆઈ મારફતનું વ્યવહાર વોલ્યુમ વિક્રમી સપાટીએ જોવા મળ્યું છે જે દેશમાં રાબેતાના પેમેન્ટસ પણ ઓનલાઈન થઈ રહ્યાનું સૂચવે છે.
મહાનગર વિસ્તાર ઉપરાંત દ્વીતિય તથા તૃતિય શ્રેણીના શહેરો અને ગ્રામ્ય ક્ષેત્રમાં પણ યુપીઆઈનો વપરાશ વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
જૂન ૨૦૨૬ના ડેટા પ્રમાણે યુપીઆઈ પ્લેટફોર્મ પર વપરાશકારોની સંખ્યા ૫૫.૪૯ કરોડ હતી.
વિશ્વના ૧૨ દેશોએ ભારતની આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે જેને કારણે વિદેશ પ્રવાસ જતા ભારતીયો અને વિદેશમાં વસતા ભારતીયો માટે સ્વદેશમાં નાણાં મોકલવાનું સરળ બન્યું છે.