Business

ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત ટાર્ગેટ કરતા વધુ નાણાં ઊભા કરાશે

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 80,000 કરોડના લક્ષ્યાંક સામે 77% એટલે કે 62,125 કરોડ રૂપિયા પ્રથમ પાંચ મહિનામાં જ મેળવી ચૂકી છે. LICના હિસ્સા વેચાણથી 30,000 કરોડથી વધુ મળ્યા છે. IDBIના વેચાણ અંતિમ તબક્કામાં છે. આઠ વર્ષ બાદ સરકાર લક્ષ્યાંક કરતાં વધુ ભંડોળ મેળવશે તેવી શક્યતા છે, જે મુંબઈમાંથી જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત ટાર્ગેટ કરતા વધુ નાણાં ઊભા કરાશે

૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિનામાં ટાર્ગેટના ૭૭ ટકા રકમ પ્રાપ્ત
મુંબઈ : છેલ્લા આઠ વર્ષના ગાળામાં વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત કેન્દ્ર સરકાર બજેટ અંદાજ કરતા પહેલી જ વખત વધુ નાણાં ઊભા કરશે તેવી શકયતા જોવાઈ રહી છે.
વર્તમાન નાણાં વર્ષ ૨૦૨૬-૨૭માં ડિસઈન્વેસ્ટમેન્ટ તથા એસેટ મનિટાઈઝેશન મારફત રૂપિયા ૮૦,૦૦૦ કરોડ ઊભા કરવાનો કેન્દ્રનો ટાર્ગેટ છે જેમાંથી ૭૭ ટકા જેટલી રકમ પ્રથમ પાંચ મહિનામાં જ ઊભી કરી લેવાઈ હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સરકારે હિસ્સાના વેચાણ તથા એસેટ મનિટાઈઝેશન મારફત રૂપિયા ૬૨૧૨૫ કરોડ ઊભા કરી લીધા છે. ઊ ભી કરાયેલી આ રકમમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતનો આંક રૂપિયા ૫૫૭૫૮ કરોડ રહ્યો છે જ્યારે એસેટ મનિટાઈઝેશન મારફત રૂપિયા ૬૩૬૭ કરોડ ઊભા કરાયા છે, એમ ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના ડેટા જણાવે છે.
વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડથી વ ધુ રકમ એકલા એલઆઈસીમાં હિસ્સાના વેચાણ મારફત મેળવાઈ છે. હવે પછી આઈડીબીઆઈમાં હિસ્સાના સ્ટ્રેટેજિક વેચાણની સરકાર યોજના ધરાવે છે.
આઈડીબીઆઈનું વેચાણ તેના અંતિમ તબક્કામાં છે અને આ વેચાણ મારફત સરકાર નોંધપાત્ર રકમ ઊભી કરવા ધારે છે. વર્તમાન વર્ષનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પાર થઈ થશે તો નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ બાદ પહેલી જ વખત ટાર્ગેટ કરતા વધુ નાણાં મેળવ્યાનું જોવા મળશે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૮૦,૦૦૦ કરોડના ટાર્ગેટ સામે કેન્દ્રએ રૂપિયા ૮૪૯૭૨ કરોડ ઊભા કર્યા હતા.