ITR ફાઇલ કરવાની 31 જુલાઇની ડેડલાઇન ચૂકી ગયા? જાણો હવે કેટલો દંડ થશે અને કેવી રીતે ભરશો રિટર્ન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ITR Filing Deadline 31 July India 2026 : મોટાભાગના વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની 31 જુલાઈની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. જેમાં નિયત તારીખ પહેલાં 5 કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. જો તમે આ ડેડલાઇન ચૂકી ગયા છો, તો પણ તમે 31 ડિસેમ્બર સુધી 'બિલેટેડ ITR (Belated ITR) સબમિટ કરી શકો છો. પરંતુ, સમયમર્યાદા પછી રિટર્ન ફાઇલ કરવાથી તમને માત્ર લેઈટ ફી જ નહીં, પરંતુ દંડ, વ્યાજ અને ટેક્સ લાભો ગુમાવવાનો વારો આવી શકે છે.
લેઈટ ફાઇલિંગ પર લાગશે 5 હજાર સુધીનો દંડ
- જો તમે 31 જુલાઈ પછી રિટર્ન ફાઇલ કરશો તો તમારે લેઈટ ફી ચૂકવવી પડશે.
- વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કરદાતાઓને 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે મહત્તમ દંડ 1,000 રૂપિયા હોઈ શકે છે.
- સમયસર રિટર્ન ફાઇલ કરવાથી આ વધારાના charges અને રિફંડ પ્રોસેસિંગના વિલંબથી બચી શકાય છે.
ટેક્સ બાકી હોય તો ચૂકવવું પડશે વ્યાજ
જો તમારી ટેક્સ રકમ બાકી છે અને તમે ડેડલાઇન ચૂકી ગયા છો, તો તમારે આવકવેરા અધિનિયમની કલમ 234A હેઠળ વ્યાજ ચૂકવવું પડી શકે છે. કાયદા મુજબ બાકી ટેક્સ રકમ પર દર મહિને અથવા મહિનાના ભાગ પર 1 ટકા સાદું વ્યાજ લાગુ પડે છે. આ વ્યાજ મૂળ નિયત તારીખથી લઈને રિટર્ન ફાઈલ થાય ત્યાં સુધી ગણવામાં આવે છે. જો તમારો કોઈ ટેક્સ બાકી નથી, તો આ વ્યાજ લાગુ પડતું નથી.
નુકસાન આગળ લઈ જવાનો લાભ ગુમાવશો
જે કરદાતાઓ મોડા રિટર્ન ફાઇલ કરે છે, તેઓ ભવિષ્યના નાણાકીય વર્ષોમાં ચોક્કસ નુકસાનને આગળ લઈ જઈ શકતા નથી. આનો અર્થ એ છે કે તમે ભવિષ્યની આવક સામે તે નુકસાનને ઓછું કરવાનો વિકલ્પ ગુમાવો છો. આ નિયમ કેટલાક ચોક્કસ નુકસાન પર લાગુ પડે છે.
- શેર, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટીના વેચાણથી થતા કેપિટલ લોસ.
- બિઝનેસ લોસ જે અન્યથા આગળ લઈ જવા માટે પાત્ર હોય.
રિફંડ મેળવવામાં થઈ શકે છે વિલંબ
જો તમે આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો સમયમર્યાદા પછી ફાઇલ કરવાથી પ્રક્રિયા ધીમી પડી શકે છે. બિલેટેડ રિટર્ન પણ રિફંડ માટે પાત્ર છે, પરંતુ નિયત તારીખમાં ફાઇલ થયેલા રિટર્ન ઝડપથી પ્રોસેસ કરવામાં આવે છે.
વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે અલગ છે સમયમર્યાદા
બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ કે જેઓ ITR-3 અથવા ITR-4 ફાઇલ કરે છે, તેમને વધુ સમય મળે છે. જો ટેક્સ ઓડિટ આવશ્યક હોય તો તેમની ડેડલાઇન 31 ઓગસ્ટ અથવા 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.









