માર્જિન ટ્રેડિંગનો આંક રૂ.૧.૪૯ લાખ કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડા વચ્ચે બ્રોકરોને રાહત
જૂન ત્રિમાસિકના ઊંચા સ્તરની તુલનાએ ટ્રેડિંગ વોલ્યુમ હજુ નીચું
મુંબઈ : માર્જિન ટ્રેડિંગ ફેસેલિટી (એમટીએફ) હેઠળની બુક ૧૫, સપ્ટેમ્બર સુધીમાં વિક્રમજનક રૂ.૧.૪૯ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. જેમાં માસિક ધોરણે લગભગ બે ટકાનો વધારો થયો છે. જે દર્શાવે છે કે, રોકાણકારોમાં લિવરેજ એટલે કે ઉધારના નાણાનો ઉપયોગ કરીને શેર બજારમાં રોકાણ કરવાની માંગ મજબૂત છે. જે સપ્ટેમ્બર ૨૦૨૫ના એમટીએમ બુક લગભગ રૂ.૯૯,૦૦૦ કરોડ જેટલી હતી.
એક રિપોર્ટ મુજબ, માર્જિન ટ્રેડિંગ બુકમાં થયેલી વૃદ્વિ બ્રોકરેજ કંપનીઓ માટે રાહતરૂપ બની રહી છે. જેનું કારણ એ છે કે, એકંદર ટ્રેડિંગ વોલ્યુમ જૂન ત્રિમાસિક દરમિયાન નોંધાયેલા ઊંચા સ્તર કરતા હજુ ઓછું છે. એમટીએફ હેઠળ રોકાણકારોને સમગ્ર ટ્રેડની રકમ અગાઉથી ચૂકવવાની જરૂર પડતી નથી. તેઓ ટ્રેડની કિંમતનો માત્ર એક ટકા હિસ્સો ચૂકવે છે, જ્યારે બાકીની રકમ બ્રોકર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ રકમ માટે રોકાણકાર પાસેથી વ્યાજ લેવામાં આવે છે.
ફેબુ્રઆરી અને માર્ચમાં આવેલા ઘટાડા બાદ એમટીએફ બુકમાં સતત છઠ્ઠા મહિને વૃદ્વિ નોંધાઈ છે. આ લિવરેજ સુવિધામાં ૧૦ મહિના સુધી સતત વૃદ્વિ થયા બાદ ફેબુ્રઆરીમાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. માર્ચમાં પણ ઘટાડો ચાલુ રહ્યો હતો અને એમટીએફ બુક ઘટીને રૂ.૧.૦૫ લાખ કરોડની થઈ હતી. જે સમયે રોકાણકારોમાં સાવચેતી અને બજારની અસ્થિરતા જોવા મળી હતી.
આ સ્થિતિ એવા સમયે જોવા મળી છે જ્યારે ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ના અમલ બાદ રિટેલ ટ્રેડિંગ પ્રવૃત્તિ અસમાન રહી છે. ઇન્ડેક્સ કોન્ટ્રાક્ટ્સમાં ઓપ્શન પ્રીમિયમ, જે જૂન ક્વાર્ટર દરમિયાન નબળા હતા અને ઓગસ્ટમાં નીચલા સ્તરે પહોંચ્યા હતા, તેમાં સપ્ટેમ્બરમાં સુાૃધારાના સંકેતો દેખાયા છે. પરંતુ એકંદરે વોલ્યુમ વર્ષના પ્રારંભિક સ્તર કરતાં હજુ પણ નીચું રહ્યું છે.
જોકે, બ્રોકરેજ સંસ્થાઓએ જો ભારતીય બજારોમાં તીવ્ર ઘટાડો થાય તો તેના જોખમો તરફ પણ ઈશારો કર્યો હતો. જ્યારે બજારો સારું પ્રદર્શન કરી રહ્યા હોય ત્યારે લેવરેજ હંમેશા સારું લાગે છે, પરંતુ જ્યારે બાબતો ખોટી દિશામાં જાય ત્યારે જ જોખમો સ્પષ્ટ થાય છે. તેથી, આ એક એવો ક્ષેત્ર છે જેના પર ચાંપતી નજર રાખવી જરૂરી છે.
આ વર્ષે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો નોંાૃધાયો છે, જેમાં નિફ્ટી વર્ષમાં અત્યાર સુાૃધી લગભગ ૧૦.૭૧ ટકા ઘટયો છે જ્યારે સેન્સેક્સમાં આશરે ૧૨.૭૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ક્લોઝિંગ ઓક્શન સેશનમાં સુાૃધારા અંગે માર્કેટ રેગ્યુલેટરના તાજેતરના પ્રસ્તાવો કેશ માર્કેટમાં ભાગીદારી વાૃધારવાના વ્યાપક પગલાંનો એક ભાગ હોઈ શકે છે.




