Business

FDથી લઈને LPG, ATM સુધી... સપ્ટેમ્બરમાં બદલાશે 5 મોટા નિયમ, જાણો કોને થશે અસર

By GS TEAM
26 Aug 20253 mins read
TukuTouch Logo
સામાન્ય રીતે દરેક લોકો તેમની કમાણીમાંથી થોડી બચત કરતાં હોય છે. પરંતુ આ બચત વચ્ચે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ વખતે મહિને માત્ર તારીખ બદલાવાથી જ નહીં, પરંતુ કેટલાક મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે, કે જે તમારા ખિસ્સા પર અસર કરશે. સરકાર અને બેંકોની નવી નીતિઓને કારણે, ઘરેલુ ગેસ, બેંકિંગ સેવાઓ, રોકાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જે દરેક સામાન્ય માણસના ખર્ચ, બચત અને આવશ્યક જરૂરિયાતો પર મોટી અસર કરશે. જાણો 1 સપ્ટેમ્બર 2025 થી શું બદલાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FDથી લઈને LPG, ATM સુધી... સપ્ટેમ્બરમાં બદલાશે 5 મોટા નિયમ, જાણો કોને થશે અસર

Financial Rules India: સામાન્ય રીતે દરેક લોકો તેમની કમાણીમાંથી થોડી બચત કરતાં હોય છે. પરંતુ આ બચત વચ્ચે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ વખતે મહિને માત્ર તારીખ બદલાવાથી જ નહીં, પરંતુ કેટલાક મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે, કે જે તમારા ખિસ્સા પર અસર કરશે. સરકાર અને બેંકોની નવી નીતિઓને કારણે, ઘરેલુ ગેસ, બેંકિંગ સેવાઓ, રોકાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જે દરેક સામાન્ય માણસના ખર્ચ, બચત અને આવશ્યક જરૂરિયાતો પર મોટી અસર કરશે. જાણો 1 સપ્ટેમ્બર 2025 થી શું બદલાઈ રહ્યું છે. 

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી ભારતીય નિકાસકારો ચિંતિંત, આવક 35 ટકા ઘટવાની ભીતિઃ FIEO

1. ચાંદી ખરીદવી મોંઘી થશે, ફરજિયાત હોલમાર્કિંગ લાગુ

હવે માત્ર સોના પર જ નહીં, પરંતુ ચાંદીના ઘરેણાં અને સિક્કાઓ પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે, હવે તમે જે ચાંદી ખરીદો છો તેની શુદ્ધતા નિર્ધારિત ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે. જોકે, ઝવેરીઓ કહે છે કે આનાથી ચાંદીના ભાવ વધી શકે છે. ત્યારે જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો 1 સપ્ટેમ્બર પહેલા ખરીદી કરવી ફાયદાકારક રહેશે.

2. SBI ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેન્લટી અને ચાર્જ

દેશની સૌથી મોટી બેંક SBI એ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે.

જો ઓટો-ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી વસૂલવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય લેવડ- દેવડ, ઇંધણ અને ઇ-કોમર્સ પર અલગથી વધારાના ચાર્જ વસૂલવામાં આવશે. રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો, તો ખર્ચ કરતા પહેલા નવા નિયમોને સારી રીતે સમજવા જરૂરી રહેશે, નહીં તો ખિસ્સા પરનો બોજ વધી શકે છે.

3. LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, ગૃહિણીઓના બજેટ પર અસર

ઘરેલુ LPGના ભાવ દર મહિનાની પહેલી તારીખે સુધારવામાં આવે છે, અને 1 સપ્ટેમ્બરે નવા LPGના ભાવ પણ જાહેર કરવામાં આવશે.

જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, તો ઘરેલુ સિલિન્ડર પણ મોંઘા થઈ શકે છે.

કિંમતોમાં ઘટાડાના કિસ્સામાં ચોક્કસપણે થોડી રાહત મળશે.

એટલે એકંદરે, રસોડાનું બજેટ બગડી શકે છે, તેથી હવેથી તૈયારી કરો.

4. એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે, ફ્રી લિમિટ પછી વધુ ચાર્જ વસૂલવામાં આવશે

સપ્ટેમ્બરથી કેટલીક બેંકો એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા સમાપ્ત થયા પછી ચાર્જ વધારવા જઈ રહી છે.

એટલે કે, જો તમે નિર્ધારિત મર્યાદા કરતા વધુ પૈસા ઉપાડો છો, તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બેંકનું માનવું કે આમ કરવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.

જો તમે રોકડ ટ્રાન્ઝેક્શન પર વધુ નિર્ભર છો, તો તમારા માટે ખર્ચ અને ઉપાડ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર

5. FD પર વ્યાજ દર ઘટી શકે છે, રોકાણ કરતા પહેલા વિચાર કરો

કેટલીક બેંકો દ્વારા સંકેત આપવામાં આવ્યો છે, કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે.

અત્યાર સુધી, મોટાભાગની બેંકો 6.5% થી 7.5% સુધી વ્યાજ આપી રહી છે.

જો દર ઘટાડવામાં આવે છે, તો રોકાણ પર ઓછું વળતર મળવાની શક્યતા છે.

જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા છો, તો સપ્ટેમ્બર પહેલા વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.