Sports

IND vs NZ ની મેચમાં વિચિત્ર ઘટના, અક્ષરના બદલે અય્યરે લઈ લીધી સ્ટ્રાઈક, અમ્પાયર્સ ઊંઘતા ઝડપાયા!

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
માઉન્ટ માઉંગનુઈ ખાતે ભારત-ન્યુઝીલેન્ડ 5મી વન-ડેમાં અમ્પાયરોની મોટી ભૂલ સામે આવી. 14મી ઓવરના અંતે અક્ષર પટેલ સ્ટ્રાઈક પર હોવા છતાં, 15મી ઓવરની શરૂઆતમાં ભૂલથી શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર આવ્યો. મેદાન પરના અમ્પાયરો અને થર્ડ અમ્પાયર કુમાર ધર્મસેના પણ આ ગંભીર બેદરકારી પકડી શક્યા નહીં. આંતરરાષ્ટ્રીય મેચમાં આવી ચૂક ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs NZ ની મેચમાં વિચિત્ર ઘટના, અક્ષરના બદલે અય્યરે લઈ લીધી સ્ટ્રાઈક, અમ્પાયર્સ ઊંઘતા ઝડપાયા!

IND vs NZ 5th ODI : ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ માઉંગનુઈ ખાતે રમાયેલી વન-ડે સીરિઝની છેલ્લી મેચમાં અમ્પાયરોની એક મોટી અને હાસ્યાસ્પદ ચૂક સામે આવી છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન 14મી ઓવરના છેલ્લા બોલે ઓલરાઉન્ડર અક્ષર પટેલે એક રન લીધો હતો, જેના નિયમ મુજબ 15મી ઓવરની પહેલી બોલ પર અક્ષર સ્ટ્રાઈક પર હોવો જોઈએ, પરંતુ ડ્રિંક્સ બ્રેક બાદ મેચ શરૂ થઈ ત્યારે ભૂલથી શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર પહોંચી ગયો હતો.

આ ગંભીર ભૂલ માટે મેદાન પર રહેલા અમ્પાયરો પોલ રાઈફલ અને વેન નાઈટ્સ જ જવાબદાર નથી પરંતુ થર્ડ અમ્પયાર કુમાર ધર્મસેના પણ આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને કોઈનું ધ્યાન આ ગફલત પર ગયું ન હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી મેચમાં આ પ્રકારે બેટિંગ સ્ટ્રાઈકની અદલાબદલી પકડાઈ ન શકવી તે અમ્પાયરિંગની ગંભીર બેદરકારી દર્શાવે છે.

આ મેચ દરમિયાન માત્ર અમ્પાયરિંગ જ નહીં પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓ પણ જોવા મળી હતી, જ્યાં સ્ટેડિયમમાં પાવર કટ થવાને કારણે બ્રોડકાસ્ટિંગમાં પણ થોડા સમય માટે ખલેલ પહોંચી હતી. આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઈંગ-11માં પણ કેટલાક બદલાવ જોવા મળ્યા હતા, પરંતુ આ અમ્પાયરિંગ બ્લન્ડર સમગ્ર મેચ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો.

અત્યાર સુધીમાં મેચના હાલની વાત કરીએ તો પાંચમી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ફક્ત 209 રનનું લક્ષ્ય રાખ્યું છે. પહેલી ઈનિંગમાં ભારત તરફથી અક્ષર પટેલ અને ઈશાન કિશને લડાયક ઈનિંગ રમી હતી. બંને બેટર 46-46 રન કરીને આઉટ થયા હતા. તેમના સિવાય નમન ધીરે 22, સિરાજે 14, અર્શદીપ સિંહે 14 રન કર્યા હતા. ગાયકવાડ 18 રન કરીને આઉટ થયો હતો. જ્યારે રોહિત અને વિરાટ કોહલી અનુક્રમે 7 અને 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.