દુનિયાની ચોથા ભાગની વસ્તીને પોતાના ઘર છોડવા પડશે : IOM ચીફની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઋતુ પરિવર્તનના ખતરાનો સામનો કરવા અત્યારથી જ તૈયારીઓ કરવી પડશે નહીં તો સંકટ હાથ બહાર જશે : એની પોલ
અંતાલ્યા રીસોર્સ (તુર્કી) : ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના ડીરેક્ટર જનરલ એસી પોલે અહીં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર ઋતુ પરિવર્તન સંમેલનમાં ગંભીર ચેતવણી ઉચ્ચારી છે તેઓએ કહ્યું છે કે, દુનિયાની વસ્તી અત્યારે આશરે ૮ અબજ૩૦ કરોડ છે પરંતુ ઋતુ પરિવર્તનના કારણે ૨૧.૬ કરોડથી વધુ લોકો પોતાના ઘર છોડી દેવા મજબૂર થશે. આવું ભયાવહ ભવિષ્ય હોવા છતાં દુનિયાના દેશો પોતાની સીમાઓના રક્ષણ પાછળ અબજો ડોલર ખર્ચી રહ્યા છે.
તેઓએ આગળ કહ્યું કે, 'અત્યારે જ ૨૦ કરોડથી વધુ લોકો એવા વિસ્તારોમાં રહે છે જે ઋતુ પરિવર્તનની દ્રષ્ટિએ બેહદ સંવેદનશીલ છે, તેઓ વિસ્થાપિત થવાની ભીતિ રહેલી છે. જો આપણે સમયસર પગલા નહીં લઈએ તો સંકટ હાથ બહાર જશે.' તેઓએ વધુમાં કહ્યું કે, ૨૦૨૫માં જ તોફાનો, અકાલ, જંગલોમાં આગ, તાપમાનમાં અત્યંત વધારો જેવા કારણોસર ૨૦ કરોડથી વધુ લોકોને પોતાના ઘરબાર છોડી દેવા પડયાં છે. આવી પરિસ્થિતિ હોવા છતાં તે ઉપર કશું જ ધ્યાન આપવાને બદલે દેશો સીમા વિવાદમાં ફસાઈ આપસમાં લડી રહ્યા છે. ખરેખર તો લડાઈ ઋતુ પરિવર્તન સામે કરવી અનિવાર્ય છે.




