કન્ઝયુમર, હેલ્થકેર, બેંકિંગ શેરોમાં લોકલ ફંડોની તેજી : સેન્સેક્સ ૫૬૪ પોઈન્ટ વધીને ૭૪૮૫૯
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન વચ્ચે ડિલની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી
નિફટી ૬૮ પોઈન્ટ વધીને ૨૩૪૧૪ : સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : FPIs/FIIની રૂ.૫૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ઈરાન શાસન દ્વારા હોર્મુઝ માર્ગ ખોલવા માટે પોતાની શરતો અમેરિકા સ્વિકારે એ જરૂરી હોવાનું સ્ટેટમેન્ટ આપતાં અને બીજી તરફ ઈરાન મામલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ડિલના સંકેત આપતાં વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવ્યા સાથે વૈશ્વિક બજારોમાં આજે એશિયા, યુરોપના બજારોમાં ઝડપી મજબૂત રિકવરી આવતાં ભારતીય શેર બજારોમાં પણ લોકલ ફંડો આક્રમક તેજીમાં આવ્યા હતા. ઈરાન મામલે ડિલની અપેક્ષા સાથે ચાઈનાના પ્રમુખ જિનપિંગની ચાલુ સપ્તાહમાં અમેરિકાની યોજાનારી મુલાકાત અને ટ્રમ્પ સાથે ડિલની અપેક્ષાએ પણ વૈશ્વિક બજારોમાં તેજીની હૂંફ રહી હતી. ફંડોએ આજે હેલ્થકેર, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આક્રમક ખરીદી કરતાં અને કેપિટલ ગુડઝ-પાવર, એફએમસીજી, આઈટી શેરોમાં પણ આકર્ષણે ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી જોવાઈ હતી. સેન્સેક્સ ૫૬૪.૦૩ પોઈન્ટ ઉછળીને ૭૪૮૫૮.૯૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૭.૯૦ પોઈન્ટ વધીને ૨૩૪૧૪.૩૦ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૩૬ પોઈન્ટ ઉછળ્યો : ટાઈટન રૂ.૧૧૮, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૧ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે આક્રમક તેજી જોવાઈ હતી. ટાઈટન કંપની રૂ.૧૧૮.૪૦ ઉછળીને રૂ.૪૮૭૪.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૫૧ વધીને રૂ.૧૩,૩૫૧, એશીયન પેઈન્ટ રૂ.૪૧ વધીને રૂ.૨૪૪૬, વોલ્ટાસ રૂ.૧૧ વધીને રૂ.૧૧૪૨, બ્લુ સ્ટાર રૂ.૫.૭૦ વધીને રૂ.૧૫૬૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૩૫.૬૬ પોઈન્ટની છલાંગે ૬૧૧૮૧.૫૧ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૨૯૬ પોઈન્ટ વધ્યો : એચડીએફસી બેંકમાં ફંડોની તેજી : એક્સિસ બેંક, સ્ટેટ બેંકમાં મજબૂતી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. એચડીએફસી બેંકમાં ફંડોની ફરી તેજીએ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૭૪૦, એક્સિસ બેંક રૂ.૯.૧૦ વધીને રૂ.૧૨૫૦, પીએનબી રૂ.૧૧૮, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૨૦ વધીને રૂ.૯૯૬રહ્યા હતા. આ સાથે મનીબોક્સ રૂ.૨.૭૨ વધીને રૂ.૫૭.૨૩, એમકે રૂ.૧૦.૦૫ વધીને રૂ.૨૫૫.૪૦, મેડીઆસિસ્ટ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૩૩૭.૨૦, પૈસાલો રૂ.૩.૩૦ વધીને રૂ.૯૨.૭૮, યુટીઆઈ એએમસી રૂ.૩૦.૧૫ વધીને રૂ.૯૨૪.૪૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૫૬૭.૨૫, પોલીસી બઝાર રૂ.૫૮ વધીને રૂ.૧૭૯૮ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૬.૪૩ પોઈન્ટ વધીને ૬૩૮૧૩.૩૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : જયોતી સીએનસી, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, સિમેન્સમાં તેજી
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. જયોતી સીએનસી રૂ.૬૩.૩૦ વધીને રૂ.૧૧૧૩.૬૦,કાર્બોરેન્ડમ યુનિલવર્સલ રૂ.૫૬.૮૦ વધીને રૂ.૧૧૮૨.૪૫, કેઈન્સ રૂ.૧૩૯.૨૦ વધીને રૂ.૩૬૫૦.૧૦, સિમેન્સ રૂ.૫૯.૯૫ વધીને રૂ.૩૮૮૨.૭૫, કોચીન શિપ રૂ.૧૯.૧૫ વધીને રૂ.૧૩૮૨.૧૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫ વધીને રૂ.૩૫૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૩.૪૧ પોઈન્ટ વધીને ૭૭૦૮૫.૨૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સની ૫૭૭ પોઈન્ટની છલાંગ : ઓર્ચિડ ફાર્મા, ટારસન્સ, ક્વોલિટી ફાર્મા, , થ્રીબી બ્લેક ઉછળ્યા
ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ મોટી ખરીદી કરી હતી. ટારસન્સ રૂ.૩૩.૪૫ વધીને રૂ.૩૪૦, ક્વોલિટી ફાર્મા રૂ.૩૬૧.૫૦ વધીને રૂ.૩૮૩૬.૯૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૯૨.૩૫ વધીને રૂ.૧૦૮૧.૪૫, થ્રીબી બ્લેક બાયો રૂ.૮૦.૭૦ વધીને રૂ.૧૪૦૭.૬૫, કોન્કોર્ડ બાયો રૂ.૮૬.૮૫ વધીને રૂ.૧૫૮૦.૭૫, માર્કસન્સ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૩૩૮.૧૫, વોક્હાર્ટ રૂ.૧૦૦.૭૦ વધીને રૂ.૨૧૮૭.૬૫, મેનકાઈન્ડ રૂ.૧૧૧.૮૫ વધીને રૂ.૨૪૨૯.૮૫, ક્લિચ ડ્રગ રૂ.૯.૨૫ વધીને રૂ.૨૦૩.૦૫, અકુમ્સ રૂ.૩૭.૩૦ વધીને રૂ.૮૨૧.૨૫, ટોરન્ટ ફાર્મા રૂ.૧૬૩.૭૫ વધીને રૂ.૪૯૬૮, સિન્જેન રૂ.૧૬.૧૦ વધીને રૂ.૩૮૫.૩૫, ગ્લેનમાર્ક રૂ.૭૦ વધીને રૂ.૨૪૫૦, થાયરોકેર રૂ.૧૫.૬૫ વધીને રૂ.૫૭૧.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૭૬.૭૪ પોઈન્ટ વધીને ૫૨૦૧૫.૦૮ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલના ભાવ ત્રણ ટકા ઘટયા : ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી : બીપીસીએલ, ઓએનજીસી વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ત્રણ ટકા ઘટીને બ્રેન્ટના ૧૦૧ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૯૭ ડોલર નજીક આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં આજે મજબૂતી જોવાઈ હતી. બીપીસીએલ રૂ.૪.૫૦ વધીને રૂ.૩૧૨, ઓએનજીસી રૂ.૨.૯૦ વધીને રૂ.૨૩૫.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૧૨૪૭.૭૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૯૦ વધીને રૂ.૨૮૭, એચપીસીએલ રૂ.૩.૫૦ વધીને રૂ.૩૫૮ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૨૯.૫૪ પોઈન્ટ વધીને ૨૫૭૮૦.૬૦ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડોનો ઘટાડે સપોર્ટ : પતંજલિ રૂ.૩૩ ઉછળ્યો : સનડ્રોપ, એવીટી નેચરલ, નેસ્લે વધ્યા
ચોમાસું ફરી સક્રિય બની રહ્યું હોવાના અને અછતવાળા વિસ્તારોમાં વરસાદની અપેક્ષાએ એફએમસીજી શેરોમાં આજે ફંડોએ ઘટાડે પસંદગીની ખરીદી કરી હતી. પતંજલિ ફૂડ રૂ.૩૩ વધીને રૂ.૩૯૬.૧૦, સનડ્રોપ રૂ.૪૨.૨૦ વધીને રૂ.૭૦૭.૮૦, એવીટી નેચરલ રૂ.૪.૧૮ વધીને રૂ.૯૦.૧૭, ધામપુર સુગર રૂ.૫.૮૦ વધીને રૂ.૧૬૧.૭૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૫.૯૦ વધીને રૂ.૧૩૯૯, મેરિકો રૂ.૨૫ વધીને રૂ.૮૨૬ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૪.૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૮૩.૯૬ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોની તેજી : પ્રોટિઅન ઈમુદ્રા, કેપિલરી, બ્લેકબોક્સ, એચસીએલ, કોફોર્જ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. પ્રોટિઅન રૂ.૯૮ વધીને રૂ.૫૮૮.૦૫, ઈમુદ્રા રૂ.૪૭.૨૦ વધીને રૂ.૬૬૨.૩૫, કેપિલરી રૂ.૨૫.૪૫ વધીને રૂ.૫૦૯.૫૫, ટેરાસોફ્ટ રૂ.૧૧.૭૦ વધીને રૂ.૨૪૮.૨૦, એક્સેલ સોફ્ટ રૂ.૩.૬૨ વધીને રૂ.૮૧.૭૯, બ્લેકબોક્સ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૮૩૧.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૨.૩૦ વધીને રૂ.૧૨૮૦.૩૦, કોફોર્જ રૂ.૫૨.૯૫ વધીને રૂ.૧૮૧૨.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૨૭.૩૦ વધીને રૂ.૧૫૫૮ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૩૨.૦૮ પોઈન્ટ વધીને ૨૭૭૪૪.૬૨ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડો સક્રિય લેવાલ બન્યા : ડીએલએફ રૂ.૨૫, ફિનિક્સ, ઓબેરોય, લોઢા ડેવલપર્સ વધ્યા
પ્રોપર્ટી માર્કેટમાં એકંદર નિરાશા છતાં ચોમાસાની સક્રિયતા અને આગામી દિવસોમાં પ્રોપર્ટીની માંગ નીકળવાની અપેક્ષાએ ફંડોની રિયાલ્ટી શેરોમાં સક્રિય લેવાલી નીકળી હતી. ડીએલએફ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૬૫૬.૫૦, ફિનિક્સ રૂ.૫૨.૦૫ વધીને રૂ.૧૯૨૯.૦૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૪.૭૫ વધીને રૂ.૧૮૨૨.૭૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૭.૬૫ વધીને રૂ.૧૧૪૨.૭૫, પ્રેસ્ટિજ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૧૪૬૯.૮૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૧૨.૦૫ પોઈન્ટ વધીને ૬૬૬૮.૩૨ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ, નિફટીની તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૨૩૩૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સામે આજે ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓ પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ સાધારણ નગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૭૧૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૨૯ અને ઘટનારની સંખ્યા ૨૩૩૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૭૯૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૭૬.૨૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૬૩૭.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૧૩.૩૭ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૭૯૭.૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૦૯૮.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૦૧.૩૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૫૮ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૦ લાખ કરોડ વધીને રૂ.૪૮૧.૫૮ લાખ કરોડ રહ્યું હતું.




