આધાર કાર્ડ અંગે લેટેસ્ટ અપડેટ, વારંવાર સાથે લઈ જવાની ઝંઝટથી મુક્તિ, મોટી ચિંતા દૂર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Five Aadhaars, One Single App: આધાર કાર્ડ યુઝર્સ માટે એક મહત્ત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) સમયાંતરે નાગરિકોની સુવિધા વધારવા માટે નવા ફીચર્સ અને અપડેટ્સ બહાર પાડતું રહે છે. આ જ શ્રેણીમાં હવે એક અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત યુઝર mAadhaar એપમાં એક જ મોબાઈલ ફોન પર મહત્તમ 5 આધાર પ્રોફાઈલ ઉમેરીને તેને સરળતાથી મેનેજ કરી શકશે. આ નવી સુવિધાથી પરિવારના અલગ-અલગ સભ્યોના આધાર કાર્ડની માહિતી સંભાળવી પહેલા કરતાં ઘણી સરળ બનશે અને ફિઝિકલ આધાર કાર્ડ સાથે લઈને ફરવાની જરૂર રહેશે નહીં.
આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ પોતાના પરિવારના બાળકો, વડીલો કે અન્ય સભ્યોના આધાર સાથે સંકળાયેલા કામકાજ સંભાળે છે. એક જ એપમાં અનેક પ્રોફાઈલ હોવાને કારણે આધાર સંબંધિત સેવાઓનો ઉપયોગ વધુ સુવિધાજનક અને ઝડપી બનશે.
UIDAI દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત
UIDAI એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ મહત્ત્વપૂર્ણ સુવિધા અંગે માહિતી શેર કરી છે, જેમાં પહેલાં અને અત્યારની સ્થિતિ વચ્ચે સરખામણી દર્શાવવામાં આવી છે.
પહેલાં શું મુશ્કેલીઓ પડતી હતી?
- યુઝર્સે પરિવારના તમામ સભ્યોના અલગ-અલગ ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવા પડતા હતા.
- પ્રવાસ કે અન્ય કામકાજ દરમિયાન કાર્ડ ખોવાઈ જવાનો કે ખરાબ થઈ જવાનો સતત ડર રહેતો હતો.
- ઓળખપત્ર તરીકે આધાર દર્શાવતી વખતે એક-એક કરીને કાર્ડ શોધવામાં અને બતાવવામાં વધુ સમય જતો હતો.
આ નવું ફીચર આવ્યા બાદ શું ફાયદા થશે?
- 5 પ્રોફાઈલ એક જ ફોનમાં: એક જ મોબાઈલમાં 1થી 5 પ્રોફાઈલ બનાવી શકાશે, જેનાથી પરિવારના તમામ સભ્યોની વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.
- કાર્ડ સુરક્ષિત અને પ્રાઈવેટ: ભૌતિક રીતે કાર્ડ સાથે રાખવાની જરૂર ન હોવાથી માહિતી વધુ સુરક્ષિત અને પ્રાઈવેટ રહેશે.
- મેનેજ કરવામાં સરળતા: અનેક પ્લાસ્ટિક કે પેપર કાર્ડ્સ સંભાળવાની અને સાચવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.
ફોનમાં આધાર પ્રોફાઈલ કેવી રીતે ઉમેરવી?
એપ ડાઉનલોડ કરો: સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી સત્તાવાર mAadhaar એપ ડાઉનલોડ કરો.
સિક્યોરિટી પિન બનાવો: એપ ઓપન કરીને તમારો 6-અંકનો સિક્યોરિટી પિન સેટ કરો.
Add Profile વિકલ્પ પસંદ કરો: એપના હોમ સ્ક્રીન કે ડેશબોર્ડ પર આપેલા "Add Profile"ના ઓપ્શન પર ટેપ કરો.
આધાર નંબર અથવા QR કોડ: જે-તે વ્યક્તિનો 12-અંકનો આધાર નંબર દાખલ કરો અથવા આધાર કાર્ડનો QR કોડ સ્કેન કરો.
ઓટીપી અને ઓથેન્ટિકેશન: આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો અથવા ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરો.
પ્રોફાઈલ સક્સેસફુલ: વેરીફિકેશન પૂર્ણ થતાં જ પરિવારના સભ્યની પ્રોફાઈલ તમારા ફોનમાં સક્સેસફુલી એડ થઈ જશે.
આ જ રીતે તમે એક પછી એક પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઈલ પણ ઉમેરી શકો છો. જો તમે પણ વારંવાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી બચવા માંગતા હોવ, તો આજે જ mAadhaar એપ ડાઉનલોડ કરીને આ સુવિધાનો લાભ લઈ શકો છો.









