Business

રિટાયરમેન્ટ બાદ બસ આટલું કરો...! દર મહિને મળશે 20,500 રૂપિયાનું સુરક્ષિત રિટર્ન

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) નિવૃત્ત લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. 8.2% વ્યાજ દર સાથે, રોકાણકારોને દર મહિને આશરે ₹20,500ની નિયમિત આવક મળે છે. આ 100% સુરક્ષિત યોજનામાં વ્યાજ દર 3 મહિને સીધા બચત ખાતામાં જમા થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિટાયરમેન્ટ બાદ બસ આટલું કરો...! દર મહિને મળશે 20,500 રૂપિયાનું સુરક્ષિત રિટર્ન
AI Image

Senior Citizen Savings Scheme Guarantees 8.2 Percent Returns: નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ મળેલા ફંડને જો યોગ્ય અને સુરક્ષિત રોકાણ વિકલ્પમાં મૂકવામાં આવે, તો તે જીવનભર નિયમિત અને સલામત આવકનો મોટો સ્ત્રોત બની શકે છે. શેરબજાર કે અન્ય જોખમી સ્કીમ્સના બદલે જો તમે 100% સુરક્ષિત અને ગેરંટીડ વ્યાજ આપતી યોજના શોધી રહ્યા હોવ, તો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 'સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ' (SCSS) સૌથી ઉત્તમ વિકલ્પ છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ રોકાણકારોને વાર્ષિક આશરે ₹2.5 લાખનું નિશ્ચિત વ્યાજ મળી શકે છે, જે માસિક ધોરણે અંદાજે ₹20,500 જેટલું થાય છે.

SCSS યોજનાની મુખ્ય વિશેષતાઓ અને 8.2% વ્યાજ દર

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સરકાર દ્વારા વાર્ષિક 8.2 ટકાનું સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ ઓફર કરવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણકારોએ વ્યાજ માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી; દર ત્રણ મહિને વ્યાજની રકમ આપોઆપ રોકાણકારના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. રોકાણકાર ઇચ્છે તો આ ત્રિમાસિક વ્યાજની રકમને અન્યત્ર ફરીથી રોકાણ કરીને વધારાનો નફો પણ કમાઈ શકે છે. ટૂંકા ગાળામાં સૌથી વધુ નિશ્ચિત વળતર આપતી આ યોજનાનો પ્રારંભિક મુદતગાળો 5 વર્ષનો હોય છે.

દર મહિને ₹20,500 કેવી રીતે મળશે?

જો કોઈ રોકાણકાર આ સ્કીમમાંથી પ્રતિ માસ આશરે ₹20,500ની નિયમિત આવક મેળવવા માંગતા હોય, તો તેમણે SCSS યોજના હેઠળ મહત્તમ ₹30 લાખનું રોકાણ કરવું પડશે.

  • ₹30 લાખના રોકાણ પર 8.2% વાર્ષિક વ્યાજ દરે દર ત્રણ મહિને કુલ ₹61,499નું વ્યાજ ખાતામાં જમા થાય છે.
  • આ ત્રિમાસિક રકમને માસિક હિસાબે વહેંચવામાં આવે તો દર મહિને આશરે ₹20,500ની આવક બને છે.
  • 5 વર્ષની સમગ્ર મુદત દરમિયાન રોકાણકારને વ્યાજ પેટે કુલ ₹12,30,000 મળશે અને 5 વર્ષ પૂરા થતાં મૂળ ₹30 લાખની મુદ્દલ રકમ પણ સુરક્ષિત પાછી મળી જશે.

પાત્રતા માપદંડ અને રોકાણની મર્યાદા

સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં દરેક નાગરિક રોકાણ કરી શકતા નથી; તેના માટે ચોક્કસ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે:

  • સામાન્ય વરિષ્ઠ નાગરિકો: 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ.
  • વીઆરએસ લેનારા કર્મચારીઓ: સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મચારીઓ 55થી 60 વર્ષની વય વચ્ચે આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • સંરક્ષણ કર્મચારીઓ: ડિફેન્સ સર્વિસમાંથી નિવૃત્ત થયેલા જવાનો 50થી 60 વર્ષની ઉંમરે આ એકાઉન્ટ ખોલાવી શકે છે.

આ યોજનામાં ઓછામાં ઓછું ₹1,000 અને વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. સમગ્ર રોકાણ લમ સમ સ્વરૂપે કરવાનું હોય છે. 5 વર્ષની પાકતી મુદત પછી જો રોકાણકાર યોજના ચાલુ રાખવા માંગતા હોય, તો તેને વધુ 3 વર્ષ માટે લંબાવી પણ શકાય છે.

ખાતું ક્યાં ખોલાવવું અને કયા દસ્તાવેજો જરૂરી?

SCSS ખાતું કોઈપણ માન્ય સરકારી કે અગ્રણી કોમર્શિયલ બેંકની શાખામાં અથવા નજીકની પોસ્ટ ઓફિસમાં સરળતાથી ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવા માટે અરજદારે આઈડી પ્રૂફ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા વય દર્શાવતો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને ત્રિમાસિક વ્યાજ જમા કરાવવા માટે સક્રિય સેવિંગ્સ એકાઉન્ટ નંબર રજૂ કરવાનો રહેશે.