ભારતના ગોલ્ડ રિઝર્વમાં મોટો ઘટાડો, વિદેશી મુદ્રા ભંડાર પણ ઘટ્યું, RBI ના આંકડામાં ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Foreign Exchange Reserves Drop June 2026: ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર) માં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર, 26 જૂન 2026 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 5.654 અબજ ડોલર ઘટીને 666.933 અબજ ડોલર પર આવી ગયું છે. આ અગાઉના સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 963 મિલિયન ડોલર વધીને 672.587 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.
સોનાના ભંડારમાં સૌથી મોટો ઘટાડો
આરબીઆઈના અહેવાલ મુજબ, આ સપ્તાહ દરમિયાન દેશના ગોલ્ડ રિઝર્વમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભંડાર 5.394 અબજ ડોલર ઘટીને 102.536 અબજ ડોલર પર આવી ગયો છે. આ ઉપરાંત વિદેશી મુદ્રા ભંડારના સૌથી મોટા હિસ્સા સમાન ફોરેન કરન્સી અસેટ્સ (FCA) માં પણ 150 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે 541.067 અબજ ડોલર પર પહોંચી ગયું છે. વિદેશી ચલણ અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકી કરન્સીના મૂલ્યમાં ફેરફારની અસર પણ જોવા મળી છે. આ સિવાય સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 89 મિલિયન ડોલર ઘટીને 18.558 અબજ ડોલર અને IMF માં ભારતની અનામત સ્થિતિ 21 મિલિયન ડોલર ઘટીને 4.7772 અબજ ડોલર રહી ગઈ છે.
ગોલ્ડ રિઝર્વ અને આયાત ઘટવાનું મુખ્ય કારણ
દેશમાં આર્થિક કટોકટી અને આયાત ખર્ચ ઘટાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મેના રોજ દેશના નાગરિકોને વિદેશ પ્રવાસ ટાળવા, પેટ્રોલ-ડીઝલના વાહનોનો વપરાશ ઘટાડવા અને સોનાની ખરીદી બંધ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા સોનાની આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ટેક્સ) માં પણ ભારે વધારો કરવામાં આવ્યો હતો. આ કડક પગલાંને લીધે દેશમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ગોલ્ડ રિઝર્વમાં આ કટોતી જોવા મળી રહી છે.
રેકોર્ડ સપાટીથી નીચે આવ્યું વિદેશી હૂંડિયામણ
નોંધનીય છે કે, ચાલુ વર્ષે 27 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 728.494 અબજ ડોલરની ઓલ-ટાઇમ હાઈ (રેકોર્ડ) સપાટી પર હતું. જોકે, ત્યારબાદ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ભારતીય રૂપિયા પર સતત દબાણ વધ્યું હતું. રૂપિયાના મૂલ્યમાં થતા ઘટાડાને અટકાવવા અને સ્થિરતા જાળવવા માટે આરબીઆઈએ બજારમાં મોટા પાયે ડોલરનું વેચાણ કરવું પડ્યું હતું, જેના લીધે ફોરેક્સ રિઝર્વમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.









