Get The App

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું!

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું! 1 - image


Elon Musk News on India : ભારતની વધતી જતી આર્થિક શક્તિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ડેટા અનુસાર, 2026માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ફાળો આપવાની બાબતમાં ભારત હવે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ પાછળ છોડી રહ્યું છે. આ આંકડાઓ જોઈને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે પણ ભારતની પ્રશંસા કરી છે.

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું! 2 - image

અમેરિકા કરતાં આગળ નીકળ્યું ભારત

'વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સ' દ્વારા જાહેર કરવામાં આવેલ IMFના અહેવાલ મુજબ, 2026માં વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતનું યોગદાન અમેરિકા કરતાં ઘણું વધારે હશે. અહેવાલ જણાવે છે કે વિશ્વભરમાં થનારા આર્થિક વિસ્તારમાં ભારતનો હિસ્સો 17% હશે, જ્યારે અમેરિકા માત્ર 9.9% ફાળો આપશે. આ યાદીમાં ચીન 26.6% સાથે મોખરે છે. આનો અર્થ એ થયો કે વિશ્વની કુલ આર્થિક વૃદ્ધિનો લગભગ અડધો હિસ્સો (43.6%) માત્ર ભારત અને ચીન જેવી એશિયન અર્થવ્યવસ્થાઓ ચલાવશે.

GDP ગ્રોથ રેટમાં ભારતે અમેરિકાને પછાડ્યું, ઇલોન મસ્કે કહ્યું - પાવર બેલેન્સ બદલાયું! 3 - image

ઇલોન મસ્ક અને નિર્મલા સીતારમણનો સંવાદ

ટેસ્લાના માલિક ઇલોન મસ્ક ભારતની આર્થિક પ્રગતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તેમણે આ ડેટા પર ટિપ્પણી કરતાં 'પાવર બેલેન્સ' બદલાવાની વાત કહી હતી. બજેટ 2026 પર 'યુથ ડાયલોગ' દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મસ્કના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે કહ્યું કે, "ઇલોન મસ્ક પણ IMFના ડેટા જોઈને આશ્ચર્યચકિત છે અને પૂછે છે કે શું આ સાચું છે?".

ચીન સાથેનો તફાવત ઓછો કરવાનું લક્ષ્ય

નાણામંત્રીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ભારત હવે જે શક્તિ હાંસલ કરી રહ્યું છે તેને સમજવાની જરૂર છે. જોકે ચીન 26% અને ભારત 17% ફાળો આપે છે, પણ સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ અંતર (ગેપ) પણ ટૂંક સમયમાં ભરી દેશે. તેમણે ઉમેર્યું કે પાડોશમાં મોટી ઈકોનોમી હોવા છતાં, વૈશ્વિક જીડીપી ગ્રોથમાં ભારતનો નોંધપાત્ર હિસ્સો હોવો એ ગર્વની વાત છે.