Business

ભારત ચાર દેશો સાથે BITsને અંતિમ સ્વરૂપ આપવાની નજીક

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત UK, EU, ઓમાન, કતાર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (BITs) પૂર્ણ કરવા સક્રિય છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, સુધારેલા માળખા પર આધારિત આ સંધિઓ ટૂંક સમયમાં અમલમાં આવશે. છેલ્લા 4 વર્ષમાં FDI ઘટ્યું હોવાથી, આ પગલું વિદેશી રોકાણને પ્રોત્સાહન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત ચાર દેશો સાથે BITsને અંતિમ સ્વરૂપ આપવાની નજીક

ભારત અને ઓસ્ટ્રેલિયા પણ દ્વિપક્ષીય રોકાણ સંધિઓ પૂર્ણ કરવા તરફ આગેકૂચ
અમદાવાદ : ભારત ચાર દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (BITs) અમલમાં મૂકવાની નજીક છે. દરેક સંધિ સુધારેલા માળખા પર આધારિત છે. ભારત યુકે, યુરોપિયન યુનિયન, ઓમાન અને કતાર સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ માટે વાટાઘાટો કરી રહ્યું છે, અને તાજેતરમાં કેનેડા સાથે ચર્ચા શરૂ કરી છે તેમ નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા પણ દ્વિપક્ષીય રોકાણ સંધિઓ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.
અપડેટેડ દ્વિપક્ષીય રોકાણ સંિધઓ ફ્રેમવર્કનો ડ્રાફ્ટ કેન્દ્રીય મંત્રીમંડળ પાસે છે અને તેને ટૂંક સમયમાં મંજૂરી મળવાની અપેક્ષા છે. દ્વિપક્ષીય રોકાણ સંધિઓ મુદ્દા પર વધતી પ્રવૃત્તિ વચ્ચે, સ્ટાન્ડર્ડ ફ્રેમવર્કની સમીક્ષા એવા સમયે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહી છે જ્યારે સતત બાહ્ય આંચકાઓ વચ્ચે ભારતમાં સીધા વિદેશી રોકાણનો પ્રવાહ ઘટયો છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ચોખ્ખું એફડીઆઈ ઘટયું છે.
નાણાકીય વર્ષ૨૦૨૦ અને નાણાકીય વર્ષ ૨૦૨૨ વચ્ચે વાર્ષિક સરેરાશ આશરે ૪૦ બિલિયન ડોલરથી, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં રોકાણપ્રવાહ ઘટીને ૬.૯૫ બિલિયન ડોલર થઈ ગયો હતો.
નાણામંત્રીએ તેમના નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બજેટ ભાષણમાં ભારતના દ્વિપક્ષીય રોકાણ સંધિઓ માળખાની સમીક્ષાની જાહેરાત કરી હતી. વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા અને ઇન્ડિયા ફર્સ્ટની ભાવનામાં, હાલના મોડેલ દ્વિપક્ષીય રોકાણ સંધિઓને સુધારીને વધુ રોકાણકાર-મૈત્રીપૂર્ણ બનાવવામાં આવ્યા છે.
ભારતનું વર્તમાન દ્વિપક્ષીય રોકાણ સંધિઓ માળખું ૨૦૧૫ માં લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૬ માં ૫૦ થી વધુ ભાગીદારો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ રદ કરી હતી.