છેલ્લી ઘડીમાં ઈન્ડેક્સ પોઝિટીવ :ઓટો શેરોમાં ધબડકો : સેન્સેક્સ ૧૩૮ પોઈન્ટ ઊંચકાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડે ૧૦૫ ડોલરની સપાટી કુદાવી : વૈશ્વિક ટેન્શન વધતાં મંદીનો ભય
નિફટી સ્પોટ ૪૬ પોઈન્ટ વધીને ૨૩૪૭૮ : હેલ્થકેર, ઓટો,મેટલ શેરોમાં વેચવાલી બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : સ્મોલ, મિડ કેપ શેરો તૂટયા
મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વની સ્થિતિ રોજબરોજ વકરતાં અને જોર્ડન સહિતના દેશો પર ઈરાનના હુમલાને લઈ પશ્ચિમ એશિયામાં ફરી ટેન્શનને લઈ ક્રુડ ઓઈલ પુરવઠો રૂંધાવા લાગતાં વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ૧૦૫ ડોલરની સપાટી પાર કરી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ ૩૨ પૈસા નબળો પડી ૯૫.૪૪ થઈ જતાં ચિંતાએ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં આજે આરંભિક કલાકોમાં ટ્રેડિંગમાં ફંડો, મહારથીઓ સાવચેત રહ્યા હતા. મહાયુદ્વના એંધાણ સાથે હવે મોંઘવારી વિશ્વને મોટી મંદીના ભરડામાં લાવી દેશે એવી દહેશતે વૈશ્વિક બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું. જો કે છેલ્લી ઘડીમાં ફંડોએ બેંકિંગ શેરોમાં તેજી કરીને સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને ઝડપી રિકવરી સાથે પોઝિટીવ ઝોનમાં લાવ્યું હતું. કેપિટલ ગુડઝ શેરોમાં આજે મોટો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે ઓટોમોબાઈલ, હેલ્થકેર, આઈટી શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. સેન્સેક્સ આરંભિક કલાકોમાં સાંકડી બે-તરફી વધઘટ બતાવ્યા બાદ અંતે ૧૩૮.૩૬ પોઈન્ટ વધીને ૭૪૯૦૨.૫૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૬.૩૦ પોઈન્ટ વધીને ૨૩૪૭૭.૮૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૫ પોઈન્ટ તૂટયો : જીઈ વર્નોવા, સુઝલોન, હિટાચી એનજીૅ, ડાટાપેટર્નસ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી અટકી ધૂમ વેચવાલી નીકળતાં વ્યાપક કડાકો બોલાઈ ગયો હતો. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૬૩.૨૦ તૂટીને રૂ.૪૫૦૦, સુઝલોન રૂ.૧.૧૬ તૂટીને રૂ.૪૪.૪૪, કેઈન્સ રૂ.૮૬.૩૦ ઘટીને રૂ.૩૫૧૯.૯૦, ડાટાપેટર્નસ રૂ.૧૦૭.૧૫ ઘટીને રૂ.૪૭૭૪.૧૦, પીટીસીઆઈએલ રૂ.૪૯૭.૮૦ ઘટીને રૂ.૨૨,૩૧૭.૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૨૬.૧૦ ઘટીને રૂ.૧૧૯૧, સીજી પાવર રૂ.૧૯ ઘટીને રૂ.૯૦૮, કોચીન શિપ રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૧૫૨૪.૮૫, હિટાચી એનજીૅ ઈન્ડિયા રૂ.૫૧૫ ઘટીને રૂ.૩૧,૦૬૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૬૦.૯૫ ઘટીને રૂ.૪૧૧૦.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૬૩.૩૦ ઘટીને રૂ.૭૩૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૫.૩૨ પોઈન્ટ તૂટીને ૭૭૭૮૧.૩૯ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં વધતું ઓફલોડિંગ : ભારત ફોર્જ, ટીઆઈ ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટીવીએસ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦૨ ડોલરની સપાટી પણ કુદાવી જતાં અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓને પેટ્રોલ પર લીટર દીઠ રૂ.૫થી વધુ અને ડિઝલમાં રૂ.૨૪ જેટલું નુકશાન થઈ રહ્યું હોઈ ભાવોમાં તોળાતા વધારા અને તહેવારોની સીઝન વાહનોની ખરીદી માટે મંદ પૂરવાર થવાની શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની મોટાપાયે વેચવાલી થઈ હતી. ભારત ફોર્જ રૂ.૨૬.૬૦ ઘટીને રૂ.૧૯૫૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૫.૨૫ ઘટીને રૂ.૨૬૫૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૪૩૯.૪૫, ટાટા મોટર્સ પેસેન્જ વ્હીકલ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૩૦૦.૫૦, ટીવીએસ મોટર રૂ.૩૭ ઘટીને રૂ.૪૧૧૫, મારૂતી સુઝુકી રૂ.૯૮ ઘટીને રૂ.૧૨,૫૩૦, આઈશર મોટર્સ રૂ.૪૯.૭૦ ઘટીને રૂ.૭૭૦૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૭.૦૫ પોઈન્ટ ઘટીને ૬૦૯૨૨.૧૧ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૮૩.૭૨ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪૮ હજાર કરોડ ઘટીને રૂ.૪૮૩.૭૨ લાખ કરોડ રહ્યું હતું.
મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું : જિન્દાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, ટાટા સ્ટીલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ વધતું જોવાયું હતું. વિશ્વ બજારમાં કોપરના ભાવમાં રેકોર્ડ તેજીએ પાછલા દિવસોમાં મેટલ-માઈનીંગ શેરોના ભાવોમાં ચમકારો જોવાયા બાદ હવે ફંડો વેચવાલ બન્યા છે. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૦.૪૫ તૂટીને રૂ.૭૬૨.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૫૯૩.૮૦, નાલ્કો રૂ.૭.૬૦ ઘટીને રૂ.૩૭૧.૪૦, ટાટા સ્ટીલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૮૫.૯૫, સેઈલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૮૪, હિન્દાલ્કો રૂ.૬ ઘટીને રૂ.૧૦૧૯ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૩.૦૧ પોઈન્ટ ઘટીને ૪૨૨૧૧ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં સેલિંગ પ્રેશર વધ્યું : શ્રી ગણેશ રેમેડીઝ, અનુહ ફાર્મા, પિરામલ ફાર્મા, સાંઈ લાઈફ ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. શ્રી ગણેશ રેમેડીઝ રૂ.૩૬.૨૦ તૂટીને રૂ.૬૨૯.૪૫, અનુહ ફાર્મા રૂ.૫.૧૪ તૂટીને રૂ.૯૧.૩૯, સાંઈ લાઈફ રૂ.૮૨.૭૦ ઘટીને રૂ.૧૫૯૨.૪૫, એફડીસી રૂ.૯.૨૫ ઘટીને રૂ.૩૪૫.૨૫, પિરામલ ફાર્મા રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૧૨.૫૦, ગ્લેન્ડ ફાર્મા રૂ.૭૬.૬૫ ઘટીને રૂ.૨૯૪૮.૨૫, શિલ્પા મેડી રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૯૪૦.૨૫, ફર્મેન્ટા રૂ.૧૦.૬૫ ઘટીને રૂ.૪૮૩.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૦.૦૩ પોઈન્ટ ઘટીને ૫૧૩૩૦.૭૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં આકર્ષણે બેંકેક્સ ૨૩૦ પોઈન્ટ વધ્યો : એક્સિસ બેંક, બીઓબી, પીએનબી, એચડીએફસી વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગ કરતાં અને પસંદગીના ખાનગી બેંક શેરોમાં છેલ્લી ઘડીમાં તેજી કરતાં ભાવો ઉંચકાયા હતા. એક્સિસ બેંક રૂ.૨૦.૫૦ વધીને રૂ.૧૨૬૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૧૦ વધીને રૂ.૨૩૮, પીએનબી રૂ.૧.૨૫ વધીને રૂ.૧૧૬.૮૫, એચડીએફસી બેંક રૂ.૬.૭૫ વધીને રૂ.૬૯૪, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ૮૬.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેકસ ઈન્ડેક્સ ૨૩૦.૧૭ પોઈન્ટ વધીને ૬૩૯૬૩.૬૪ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં વધતી વેચવાલી : ડિજિટાઈડ, સાસ્કેન, કેસોલ્વઝ, સોનાટા સોફ્ટવેર, ઈમુદ્રા ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. ડિજિટાઈડ રૂ.૪.૩૬ તૂટીને રૂ.૮૮.૪૩, સાસ્કેન રૂ.૮૦.૨૫ ઘટીને રૂ.૧૭૭૯, કેસોલ્વઝ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૨૫૯.૦૫, સોનાટા સોફ્ટવેર રૂ.૬.૯૫ ઘટીને રૂ.૨૬૦.૨૦, ઈમુદ્રા રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૪૯૯.૪૦, ક્વિક હિલ રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૪૮.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૧૧૯૬.૮૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૫૭૫.૨૫, નેલ્કો રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૯૩૭.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૭.૭૦ પોઈન્ટ ઘટીને ૨૭૭૪૨.૮૬ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ ૧૦૨ ડોલર પાર છતાં ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે મજબૂતી : એચપીસીએલ, ઓએનજીસી વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોનો ઘટાડે પસંદગીના શેરોમાં ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના ભાવ ૧.૧૮ ડોલર વધીને ૧૦૨.૩૯ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૧.૪૦ ડોલર વધીને ૯૭.૪૫ ડોલર પહોંચી ગયા હતા. એચપીસીએલ રૂ.૫ વધીને રૂ.૩૫૪, ઓએનજીસી રૂ.૩.૨૦ વધીને રૂ.૨૩૭, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૭૫ વધીને રૂ.૨૮૮.૨૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૨ વધીને રૂ.૫૦૧ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૩.૯૨ પોઈન્ટ વધીને ૨૫૮૪૧.૪૫ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૪૩૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૨૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૩૮.૨૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૮૮૨.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૨૧.૧૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦૨૫.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૩૨૬.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૦૦.૪૮કરોડની વેચવાલી કરી હતી.




