Business

વાયદા બજારમાં પ્રચંડ કડાકો, બે દિવસમાં સોનું રૂ. 3,755 અને ચાંદી રૂ. 14,000 થી વધુ તૂટી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
દેશના કોમોડિટી બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. છેલ્લા 2 દિવસમાં સોનું 3,755 રૂપિયા અને ચાંદી 14,030 રૂપિયા તૂટી છે, જેનાથી રોકાણકારો અને ગ્રાહકો ચિંતિત છે. આજે પણ બજાર ખુલતા સોનું 1,510 રૂપિયા અને ચાંદી 3,331 રૂપિયા ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાયદા બજારમાં પ્રચંડ કડાકો, બે દિવસમાં સોનું રૂ. 3,755 અને ચાંદી રૂ. 14,000 થી વધુ તૂટી

Gold and Silver Price News : દેશના કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો બોલાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. ગઈકાલે ચાંદીમાં એકઝાટકે 11000 નો તો સોનામાં 3000 નો કડાકો નોંધાયો હતો. જોકે આજે પણ બજાર ખુલતા બંને કિંમતી ધાતુ ફરી નેગેટિવ ઓપન થયા હતા.

બે દિવસમાં સોનું અને ચાંદી ધડામ

બજારના તાજેતરના આંકડા મુજબ, સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. છેલ્લા માત્ર બે દિવસના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં કુલ રૂ. 3,755 નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી તો તેનાથી પણ વધુ કડાકો બોલાવતા રૂ. 14,030 જેટલી તૂટી ગઈ છે.

સોનાની આજની ચાલ અને બજાર ભાવ

વાયદા બજારના આંકડા પ્રમાણે, સોનું (GOLD 05 Oct 2026) ગત બંધ ભાવ રૂ. 1,52,341 સામે આજે ઘટીને રૂ. 1,50,770 ના ઓપન ભાવે ખુલ્યું હતું અને અગાઉના ભાવથી રૂ. 1,510 (-0.99%) ના ઘટાડા સાથે રૂ. 1,50,831 ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. સત્ર દરમિયાન સોનાએ ઊંચામાં રૂ. 1,51,198 અને નીચામાં રૂ. 1,50,695 ની સપાટી સ્પર્શી હતી.

ચાંદીમાં પણ ભારે કડાકો

બીજી બાજુ, ચાંદીના બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી (SILVER 04 Dec 2026) ગત બંધ ભાવ રૂ. 2,34,099 ની સામે આજે રૂ. 2,31,569 ના ઓપન ભાવે ખૂલી હતી. આજના સત્રમાં ચાંદી રૂ. 3,331 (-1.42%) ના તીવ્ર ઘટાડા સાથે રૂ. 2,30,768 ના સ્તરે જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ઊંચો ભાવ રૂ. 2,32,001 અને નીચો ભાવ રૂ. 2,30,270 સુધી ગયો હતો.

બજારના આ અચાનક અને મોટા ઘટાડાથી કિંમતી ધાતુઓની ખરીદી અને વેચાણ પર ભારે અસર પડી છે, અને આગામી દિવસોમાં ભાવની સ્થિતિ પર સૌની નજર રહેશે.