Business

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

By GS Team
26 Apr 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકો (PSB)ના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે 13માં દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર 12 મહિનામાં અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલી નવેમ્બર-2027થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાંકીય સંસ્થાઓ દર પાંચ વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ (IBA) કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરીને પગાર વધારા માટે સમજૂતી કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી

PSB Salary Hike 2027 : કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકો (PSB)ના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે 13માં દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર 12 મહિનામાં અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલી નવેમ્બર-2027થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ સહિત નાણાંકીય સંસ્થાઓ  દર પાંચ વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ (IBA) કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરીને પગાર વધારા માટે સમજૂતી કરે છે.

વિત્તીય સેવા વિભાગે તમામ બેંકોને પત્ર લખ્યો

નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે સરકારી બેંકોના વડાઓને 20 એપ્રિલે પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે, તમામ બેંકો 12 મહિનાની અંદર વાતચીત કરીને પગારમાં ફેરફાર માટે પગલા ભરે. અગાઉની સમજૂતીમાં વિભાગે આઈબીએને કહ્યું હતું કે, પગાર વધારો સમયસર લાગુ કરી શકાય તે માટે ભવિષ્યમાં પગાર વધારા માટેની વાતચીત નિર્ધારિત સમયગાળા પહેલા પૂરી કરવામાં આવે. પત્રમાં એવું પણ કહેવાયું છે કે, અગાઉ સમજૂતી કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા ઘણી સમસ્યા થઈ હતી. તેથી આ વખતે નિયમોમાં ફેરફાર અગાઉ પગાર વધારવા માટે નિર્ધારીત કરાયેલી તારીખ પહેલા પુરા કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે.

આ પણ વાંચો : મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાક્ષર

બેંકોના નફામાં સતત વધારો

જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાંકીય વર્ષ 2025માં રેકોર્ડ નફો કર્યો છે, તેથી 2026માં પણ નફો વધવાની આશા રાખવામાં આવી છે. તમામ સરકારી બેંકોએ નાણાંકીય વર્ષ 2022માં 1 લાખ કરોડ રૂપિયા, 2023માં 1.05 લાખ કરોડ રૂપિયા, 2024માં 1.41 લાખ કરોડ રૂપિયા અને 2025માં 1.78 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

આ પણ વાંચો : 4 વર્ષ પહેલા ઘરેથી ભાગીને કર્યા હતા લવ મેરેજ, જમાઈએ પત્ની અને સાસુની છરીના ઘા ઝીંકીને કરી હત્યા