Sports

અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો

By GS Team
27 Oct 20264 mins read
TukuTouch Logo
વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી T20માં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી પાંચ મેચની સીરિઝમાં 3-0થી આગળ છે. અભિષેક શર્માના 38 બોલમાં 113 અને વૈભવ સૂર્યવંશીના 19 બોલમાં 45 રનની ધમાકેદાર ઇનિંગ્સથી ભારતે 199 રનનો ટાર્ગેટ 13.2 ઓવરમાં ચેઝ કર્યો. ભારતે પાવરપ્લેમાં 118 રન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો

IND vs NZ 3rd T20I: Abhishek Sharma and Vaibhav Suryavanshi Powerplay World Record | ભારતે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા ત્રીજા T20 મુકાબલામાં 6 વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના ત્રણ વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 13.2 ઓવરમાં ટાર્ગેટ સર કરી લીધો છે. ભારત માટે અભિષેક શર્માએ 38 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ વૈભવ સૂર્યવંશી 19 બોલમાં 45 રન જડી દીધા હતા. . આ જીત સાથે જ ભારતે સીરિઝ પર પણ કબ્જો કરી લીધો છે. પાંચ મેચોની T20 સીરઝમાં હવે ટીમ ઇન્ડિયા 3-0થી આગળ થઈ ગઈ છે.

  • ન્યૂઝીલેન્ડ: 198-3(20)
  • ભારત: 199-4(13.2)

199 રન ચેઝ કરવા માટે ભારતે ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો. આ વખતે અભિષેક શર્મા સાથે 15 વર્ષના તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇનિંગની શરૂઆત કરવા આવ્યા. બંનેએ પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. પહેલી ઓવરમાં કુલ 26 રન બન્યા. T20 ઇન્ટરનેશનલમાં ફૂલ મેમ્બર દેશોમાં પહેલીવાર પહેલી જ ઓવરમાં આટલા રન બન્યા.

પાવરપ્લેમાં અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડના બોલિંગ એટેકને ધ્વસ્ત કરી દીધી હતી. વૈભવે પણ તેમનો પૂરો સાથ આપ્યો. બંનેએ જબરદસ્ત રીતે કીવી બોલરોની ધોલાઈ કરી. અભિષેકે 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જ્યારે ભારતે પાવરપ્લે એટલે કે શરૂઆતની 6 ઓવરમાં એકપણ વિકેટ વગર 118 રન બનાવી દીધા. મેન્સ T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં આ સૌથી મોટો સ્કોર છે.

38 બોલમાં 113 રન બનાવીને અભિષેક શર્મા આઉટ

10 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી. સદી બાદ તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો પણ માર્યો જે બાદ 38 બોલમાં 113 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 178 રનના કુલ સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી.

આજની મેચમાં કેટલા રેકોર્ડ તૂટ્યા:

  • ભારતીય ટીમે T20 ઇતિહાસમાં સૌથી ઝડપી, 14 બોલમાં અર્ધી સદી ફટકારી!
  • અભિષેક શર્માએ વ્યક્તિગત બીજી સૌથી ઝડપી, 15 બોલમાં અર્ધી સદી ફટકારી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગુરુ યુવરાજ બાદ બીજી સૌથી ઝડપી ફિફ્ટી
  • T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 5 ઓવર્સમાં સદી ફટકારનારી ટીમ
  • T20માં પાવરપ્લેમાં (1-6 ઓવર્સમાં) સૌથી વધુ 118 રન બનાવનારી ટીમ

માત્ર 5 જ ઓવરમાં 100 રન
માત્ર 5.3 ઓવરમાં ભારતે વિના વિકેટે 108 રન ફટકારી દીધા છે અને હવે જીતવા માટે બાકી રહેલા 87 બોલમાં 91 રનની જરૂર છે, જે 6.27 પ્રતિ ઓવરની સામાન્ય સરેરાશથી પણ આસાનીથી બની શકે તેમ છે.

પ્રથમ ઓવરથી જ આક્રમણ: જેકબ ડફીની ઓવરમાં 26 રન

ન્યૂઝીલેન્ડ તરફથી પહેલી ઓવર ફેંકવા આવેલા જેકબ ડફી સામે ભારતીય બેટરોએ પ્રથમ બોલથી જ આક્રમણ શરૂ કર્યું હતું. પ્રથમ જ ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી ભારતે 26 રન ઝૂડી કાઢ્યા હતા. આ ઓવરમાં વૈભવના બેટમાંથી 13 રન, અભિષેકના બેટમાંથી 7 રન અને 6 રન એક્સ્ટ્રા આવ્યા હતા, જેણે ભારતની ઇનિંગને અસાધારણ ગતિ આપી દીધી.

ભારત માટે T20Iમાં સૌથી ઝડપી અડધી સદીની ભાગીદારી

વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં 50 રનની તોફાની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે જ ભારત તરફથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રનની પાર્ટનરશિપનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.

અભિષેક શર્માની માત્ર 15 બોલમાં તોફાની ફિફ્ટી

અભિષેક શર્માએ વેલિંગ્ટનના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવતાં માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. તેણે ગગનચુંબી સિક્સર ફટકારીને આ માઇલસ્ટોન પાર કર્યો હતો. ભારતનો સ્કોર પહેલા 4 ઓવરમાં જ વિના વિકેટે 84 રન સુધી પહોંચી ગયો હતો. 5 ઓવરના અંતે ભારતે 100 રન પૂરા કરી લીધા હતા, જેમાં અભિષેક 67 રન અને વૈભવ 26 રન બનાવીને ક્રીઝ પર અડગ રહ્યા હતા.

ઓપનિંગ સ્લોટમાં વૈભવ સૂર્યવંશીની સફળ વાપસી

ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી પાછલી T20 માં વૈભવ સૂર્યવંશી નંબર 3 પર રમવા ઉતર્યો હતો. જોકે વેલિંગ્ટન મુકાબલામાં તેને ફરીથી પોતાની પસંદગીની ઓપનિંગ પોઝિશન પર રમવાની તક મળી હતી, જેને તેણે બંને હાથે ઝડપી લીધી અને અભિષેક સાથે મળીને ઐતિહાસિક શરૂઆત અપાવી.

ન્યૂઝીલેન્ડે આપ્યો હતો 199 રનનો ટાર્ગેટ

આ અગાઉ, ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા, જેમાં ડેરિલ મિશેલે સૌથી વધુ અણનમ 88 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતીય ઓપનિંગ જોડીના ઝંઝાવાત સામે આ વિશાળ સ્કોર પણ હવે સાવ વામણો સાબિત થઈ રહ્યો છે.