IND vs NZ : T20I ઈતિહાસની સૌથી મોંઘી પહેલી ઓવર, જૈકબ ડફીના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs New Zealand, T20 World Record : ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે પોતાની ઓપનિંગ જોડીમાં મોટો ફેરફાર કર્યો હતો. સંજુ સેમસનની જગ્યાએ અભિષેક શર્મા સાથે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઓપનિંગમાં ઉતર્યો હતો. ન્યુઝીલેન્ડે બોલિંગની શરૂઆત ઝડપી બોલર જૈકબ ડફી પાસે કરાવી હતી. ભારતીય ઓપનરોએ પહેલી જ ક્ષણથી આક્રમક વલણ અપનાવ્યું અને ડફીની આ પહેલી જ ઓવરમાં 26 રન ઝૂડી કાઢીને વિસ્ફોટક શરૂઆત કરી હતી.
પહેલી ઓવરનો રોમાંચ: ચોગ્ગા-છગ્ગા અને 6 વધારાના રન
- જૈકબ ડફીની પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ પહેલા બોલ પર મિડ-ઓન ઉપરથી શાનદાર ચોગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું હતું.
- બીજો બોલ ડોટ રહ્યો પરંતુ અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો હતો. ફ્રી હિટ પર વૈભવ માત્ર 2 રન બનાવી શક્યો.
- ત્રીજા બોલ પર પોઇન્ટ ઉપરથી ગગનચુંબી છગ્ગો ફટકારી દીધો હતો.
- ચોથા બોલ પર સિંગલ મળતા સ્ટ્રાઇક અભિષેક શર્મા પાસે ગઈ હતી.
- પાંચમાં બોલ પર અભિષેકે આવતાની સાથે જ છગ્ગા સાથે પોતાની ઇનિંગ શરૂ કરી હતી.
- વાઈડ બોલ : ઓવરનો છેલ્લો બોલ ફેંકવા આવેલ ડફીએ શોર્ટ બોલ ફેંક્યો જે વિકેટકીપરની ઉપરથી સીધો બાઉન્ડ્રી બહાર 4 રન માટે જતો રહ્યો અને અમ્પાયરે તેને વાઇડ આપ્યો હતો.
છેલ્લા બોલ પર અભિષેકે 1 રન લીધો. - આમ આખી ઓવરમાં કુલ 26 રન બન્યા હતા, જેમાં 6 રન એક્સ્ટ્રા સામેલ હતા.
કેમાર રોચનો 16 વર્ષ જૂનો અનિચ્છનીય રેકોર્ડ તૂટ્યો
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઇનિંગ્સની સૌથી મોંઘી પહેલી ઓવર ફેંકવાનો આ સંયુક્ત વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. આ પહેલા 2023માં જિબ્રાલ્ટર સામે માલ્ટાના બોલર વરુણ થામોથરમે પણ પહેલી ઓવરમાં 26 રન આપ્યા હતા, અને હવે જૈકબ ડફીનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. પૂર્ણ સભ્ય દેશો (Full Member Nations)ની વાત કરીએ તો ડફીએ વેસ્ટ ઇન્ડીઝના કેમાર રોચનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોચે 2010માં સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે મેચની પહેલી જ ઓવરમાં 24 રન આપ્યા હતા, જે રેકોર્ડ હવે ડફીના નામે નોંધાઈ ગયો છે.




