Get The App

સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

- વિશ્વ બજાર પાછળ તેજીની સુનામી: ચાંદીમાં નવેમ્બર વાયદો ઉછળી રૂ.પાંચ લાખ બોલાતાં બજારમાં ચકચાર:

- વૈશ્વિક સોનું ૩૦૦ ડોલર ઉછળી ઔંસના ૫૬૦૦ ડોલર : કોપર ૭ ટકા વધી ૧૪,૦૦૦ ડોલર નજીક

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી ઝડપથી આગળ વધતાં નવા રેકોર્ડ સર્જાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંસના વધુ ઝડપી આશરે ૩૦૦ ડોલરથી વધુ ઉછળી ઉંચામાં ભાવ ૫૬૦૦ ડોલર નજીક પહોંચી જતાં ખેલાડીઓમાં ખાસ્સી ચકચાર જાગી હતી. વિશ્વ બજાર ઉછળતાાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી હતી તથા તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે તોફાની રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધી હતી.

 અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦  ગ્રામના વધુ રૂ.૧૨૫૦૦ ઉછળતાં ૯૯૫ના ભાવ વધી રૂ.૧૮૩૭૦૦ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧૮૪૦૦૦ને આંબી ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫ હજાર ઉછળી રૂ.૩૮૦૦૦૦ બોલાતા નવો ઈતિહાસ સર્જાયો હતો.  દરમિયાન, વાયદા બજારમાં આજે ચાંદીનો ફેબુ્રઆરી વાયદો ઉછળી રૂ.૪ લાખ પાર કરી ગયાનું વાયદા બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૫૨૭૦થી ૫૨૭૧ ડોલરથી ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ૫૫૯૪થી ૫૫૯૫ ડોલરની નવી ટોચે પહોંચી ૫૫૪૧થી ૫૫૪૨ ડોલર રહ્યા હતા. અમેરિકાએ વ્યાજ દર વધુ ઘટાડવાના બદલે જાળ વી રાખ્યા હતા જ્યારે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં તથા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતાં તેમ જ ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધુ એક્ટીવ બન્યાના સમાચાર હતા.

દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૧૧૨.૬૦ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૧૨૦.૪૪ થઈ ૧૧૯.૭૫ ડોલર રહ્યા હતા મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઉછળી ૯૯૫ના રૂ.૧૭૪૬૩૮ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧૭૫૩૪૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૫૮૨૬૭થી વધી રૂ.૩૮૫૯૩૩ થઈ રૂ.૩૭૯૯૮૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ઔંસના ૨૮૦૦ ડોલ ર થઈ ૨૭૬૦થી ૨૭૬૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉછળી ૨૧૦૦ ડોલર પાર કરી ૨૧૩૮ થઈ ૨૦૮૩થી ૨૦૮૪ ડોલર રહ્યા હતા.  કોપરના ભાવ વધુ આશરે ૭ ટકા વધ્યા હતા તથા ટનના ભાવ ૧૪ હજાર ડોલર નજીક પહોંચ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલના વધી ૭૦ ડોલર ઉપર ૭૦.૩૫ થઈ ૬૯.૯૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવવ વધી ૬૫.૦૯ થઈ ૬૪.૯૩ ડોલર રહ્યા હતા. ચાંદીમાં દૂરનો નવેમ્બર વાયદો ઉછળી આજે રૂ.પાંચ લાખ ઉપર ટ્રેડ થયાના વાવડ પણ મળ્યા હતા.

ચાંદીના વાયદાએ પણ  રૂ.૪ લાખની સપાટી કૂદાવી

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર એમસીએક્સ સોનું ફેબુ્રઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૯૮૮૨ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૮૦૭૭૯ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.૧૬૯૮૮૨ના મથાળે અથડાઈ, રૂ.૧૬૫૯૧૫ના આગલા બંધ સામે રૂ.૯૦૮૫ના ઉછાળા સાથે રૂ.૧૭૫૦૦૦ થયો હતો. ગોલ્ડ-ગિની ફેબુ્રઆરી  વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૧૫૨૧૯૪ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.૧૦૭૭૪ ઊછળી રૂ.૧૫૦૭૫૦ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબુ્રઆરી  વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૯૧૩૪ના ઉચ્ચત્તમ સ્તરને સ્પર્શી, રૂ.૧૩૨૬ વધી રૂ.૧૮૮૮૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની  ફેબુ્રઆરી  વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૨૧૩૦ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.૯૧૧૦ વધી રૂ.૧૭૬૨૦૨ના ભાવે બોલાયો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૩૯૯૦૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૪૦૯૮૦૦ના ઉચ્ચત્તમ સ્તર અને નીચામાં રૂ.૩૯૫૦૦૧ના મથાળે અથડાઈ, રૂ.૩૮૫૩૬૬ના આગલા બંધ સામે રૂ.૧૯૬૩૪ના ઉછાળા સાથે રૂ.૪૦૫૦૦૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબુ્રઆરી  વાયદો રૂ.૪૨૦૯૩૪ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, રૂ.૨૩૯૬૧ ઊછળી રૂ.૪૧૫૬૯૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબુ્રઆરી  વાયદો રૂ.૪૨૧૦૦૦ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.૨૩૯૦૧ના ઉછાળા સાથે રૂ.૪૧૫૭૦૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.