Get The App

સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ

- વિશ્વ બજારમાં સોનું ઉછળી ૫૦૦૦ ડોલર નજીક : ઈરાન-યુએસ વચ્ચે ફરી તંગદિલી

- પ્લેટીનમમાં રૂ.૪૦૦૦ની વધુ તેજી: વિશ્વ બજાર ૨૭૦૦ ડોલર ઉપર ક્રૂડ વધી બેરલના ૬૫ ડોલર પાર

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
સોનું ફરી રૂ.3000 વધ્યું: ચાંદીમાં પણ ઉછાળો: વૈશ્વિક ચાંદી 100 ડોલર તરફ 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓ ફરી ઉછળતી જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ વધી ૪૯૦૦ ડોલર પાર કરી ૫૦૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા.

જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ વધી ઔંસના ૯૯ ડોલર કુદાવી ૧૦૦ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા.  દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૧૦૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ  ૪૮૧૯થી ૪૮૨૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૯૬૭થી ૪૯૬૮ થઈ ૪૯૩૭થી ૪૯૩૮ ડોલર રહ્યા હતા. સોનામાં ફંડો ફરી એક્ટીવ બન્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૯૩.૨૩થી ૯૩.૨૪ વાળા વધી  ઉંચામાં ભાવ ૯૯ પાર કરી ૯૯.૩૮ થઈ ૯૯.૧૦થી ૯૯.૧૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૫૨૩ વાળા વધી રૂ.૧૫૪૮૦૬ થઈ રૂ.૧૫૩૬૯૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૧૧૨૮ વાલ ા વધી ઉંચામાં ભાવ રૂ.૧૫૫૪૨૮ થઈ રૂ.૧૫૪૩૧૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૯૯૭૧૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ રૂ.૩૧૮૯૬૦ થઈ ૩૧૧૭૦૫ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. કસરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં તેની પણ પોઝીટીવ અસર ઝવેરી બજારો પર દેખાઈ હતી. મુંબઈ પ્લેટીનમના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના રૂ.૮૨૩૦૦ વાળા રૂ.૮૬૭૮૬ રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૫૦૩ વાળા વધી ૨૭૨૧ થઈવ ૨૭૦૯થી ૨૭૧૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૮૫૩ વાળા ૧૯૮૦ થઈ ૧૯૭૨થી ૧૯૭૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૧.૩૯ ટકા ઉછળ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલમાં પણ ફરી તેજી આવી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૨૪ વાળા વધી ૬૫.૩૦ થઈ ૬૫.૨૪ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ચીન વચ્ચે ફરી તણાવ વધતાં ક્રૂડ તેલના ભાવ પર તેજીની અસર દેખાઈ હતી.