Business

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું

By GS Team
16 Mar 20262 mins read
TukuTouch Logo
સોમવારે સોના-ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આવતા ઉતાર-ચઢાવ અને ભૂ-રાજકીય તણાવને લીધે ભારતીય બજારમાં પણ સોના-ચાંદીના વાયદાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગના શરૂઆતી કલાકોમાં સોનાની કિંમતમાં 1%થી વધુનો કડાકો બોલાયો હતો, જેનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખના દેશની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની આશા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે. વધારામાં, અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ફુગાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી આર્થિક વિકાસ રૂંધાવાની આશંકાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું

Gold Rate Today: સોમવારે સોના-ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આવતા ઉતાર-ચઢાવ અને ભૂ-રાજકીય તણાવને લીધે ભારતીય બજારમાં પણ સોના-ચાંદીના વાયદાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગના શરૂઆતી કલાકોમાં સોનાની કિંમતમાં 1%થી વધુનો કડાકો બોલાયો હતો, જેનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખના દેશની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની આશા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે. વધારામાં, અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ફુગાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી આર્થિક વિકાસ રૂંધાવાની આશંકાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

MCX પર સોનામાં ₹1800નો કડાકો

MCX પર એપ્રિલ ડિલિવરીવાળું સોનું ₹1800 ઘટીને ₹1,56,655 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે, જ્યાં મે ડિલિવરીવાળી ચાંદી ₹4300થી વધુના ઘટાડા સાથે ₹2,55,101 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સ્થિતિ નબળી છે, તેમજ હુમલામાં ઓઇલના મહત્ત્વના કેન્દ્રોને નિશાન બનાવવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓ પર પડી છે. સિંગાપોર માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 0.7% ઘટીને 5,000 ડૉલરના સ્તરથી નીચે ઉતરી આવ્યું છે.

આ પણ વાંચો: ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી... 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે

સોનાની આયાત કિંમતમાં ઘટાડો

ભારત સરકારના એક નિર્ણયથી જ્વેલર્સ અને ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે સોનાની આયાત આધાર કિંમત 1664 ડૉલરથી ઘટાડીને 1652 ડૉલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે. આ ઘટાડાથી આયાતકારોનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી શકે છે. જોકે, ચાંદીની આયાત કિંમતમાં પ્રતિ કિલો 20 ડૉલરનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ચાંદીની પડતર કિંમતમાં સામાન્ય વધારો થઈ શકે છે.